Book Title: Buddhibhed Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 6
________________ ૨૪૮ • સંગીતિ આખાંપામાં દોરડાં રેતીનાં વણેલાં પડ્યાં હશે જ તેમાંથી અમને જોવા માટે એકાદ બે દોરડાં મોકલી આપો, જેમને જોઈને અમે અમારી નદીની વેળુનાં દોરડાં વણી શકીએ.” આ સાંભળીને રાજા તો ચૂપ જ થઈ ગયો. રેતીનાં દોરડાં તેની પાસે કયાંથી હોય અને નમૂના માટે તે મોકલી પણ શું શકે ?” વળી થોડો વખત જવા દઈને રાજાએ ગામલોકોને પોતાના થાણદાર મારફત ફરમાન મોકલી આપ્યું કે હું એક મરવા પડેલા આ રાજહાથીને તમારે ત્યાં મોકલી આપું છું. એ હાથી માંદો છે, તમારે એને સંભાળવાનો છે, પણ જ્યારે એ મરી જાય ત્યારે તમારે મને એ “મરી ગયો છે એમ તો ન કહેવું અને એના રોજેરોજના સમાચાર મને મોકલ્યા કરવા.” ગામલોકોએ ભેગા થઈને આ વિશે રોહકની સલાહ પૂછી તો તેણે જણાવ્યું કે “હમણાં તો આપણે એ હાથીને રાખી લઈએ, ખવડાવીએપિવડાવીએ : પછી જે થશે તે જોયું જાશે. માટે હમણાં તો એને ગામની હાથીશાળામાં લઈ જઈ બાંધી દઈએ.” તેની સલાહ મુજબ લોકોએ એ માંદા-મરવા પડેલા હાથીને દોરી જઈ ગામના હાથીખાનામાં બાંધી દીધો અને તેને ખાવાપીવાનું પણ અપાવા લાગ્યું. એવામાં એક દિવસ તે હાથી ખરેખર મરી જ ગયો. આ વખતે વળી ગામલોકોએ “રાજાને હવે શું કહેવડાવવું જોઈએ ?” એમ કહીને રોહકની સલાહ પૂછી. રોહકે તદ્દન નિર્ભય રીતે થાણદાર સાથે રાજાને સંદેશો મોકલ્યો કે, “રાજાજી ! તમે મોકલેલો હાથી હવે તો બેસતો નથી, ઊભો રહેતો નથી, કોળિયો લેતો નથી, લાદ કરતો નથી, શ્વાસોચ્છવાસ પણ નથી લેતો કે મૂકતો; વધારે શું કહીએ પણ એ હાથી હવે કોઈ પણ સચેતન પ્રાણી જેવી એક પણ ચેષ્ટા નથી કરતો.” આ સાંભળીને રાજા બોલ્યો કે ““ત્યારે શું તે હાથી હવે મરી ગયો છે ?” થાણદાર મારફત ગામલોકોએ રાજાને કહેવડાવ્યું કે “અમે તો એમ કાંઈ કહેતા નથી, તેમ તો તમે જ બોલી શકો.” આ સાંભળીને પણ રાજા નિરુત્તર થઈ ગયો. વળી રાજાએ થોડાક રોજ જવા દઈ એ જ ગામના લોકોને કહેવડાવ્યું કે “તમારા ગામમાં મીઠા સ્વાદીલા જળથી ભરેલો એક કૂવો છે, તેને તમે જલદી મારી નગરીમાં મોકલી આપો.” આ વિશે ગામલોકોએ રોહકની સલાહ પૂછી તો તેણે લોકોને કહ્યું કે ““આપણે રાજાજીને એમ કહેવડાવો કે અમારો ગામડાનો કૂવો ભારે બીકણ છે. એણે કોઈ વાર તમારી નગરી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9