Book Title: Buddhibhed
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૨૫સંગીતિ ભેગા થયા અને એ બાબત રોહકની સલાહ લીધી. રોહકે રસ્તો બતાવ્યો કે ચોખા પાણીમાં ખૂબ ભીના કરી રાખો અને પછી સૂર્યના તાપથી ખૂબખૂબ તપેલાં છાણાં અને પરાળ ઉપર એ ચોખાથી ભરેલી થાળી ચડાવી રાખો, જેથી ખીર રંધાઈ જશે.” ગામલોકોએ રોહકની સલાહ પ્રમાણે ખીર રાંધીને રાજાને થાણદાર મારફત ખબર કહેવડાવી દીધી. આ સાંભળીને રાજા તો ભારે વિસ્મય પામ્યો. તેણે વિચાર્યું કે આ બાળકે મારા તમામ હુકમો બનાવ્યા છે અને મને તદ્દન નિરુત્તર કરી નાખેલો છે. આ બાળક ભારે બુદ્ધિમાન છે એમાં શક નથી. એથી રાજાએ હવે તેને પોતાની પાસે બોલાવવાનો મનસૂબો કરીને તેને કહેવડાવ્યું કે “તેણે મારી પાસે આવવાનું છે.” રાજાએ થાણદાર સાથે એ બાળકને કહેવડાવ્યું કે “એ છોકરો મારી પાસે અજવાળિયામાં ન આવે તેમ જ અંધારિયામાં પણ ન આવે. રાત્રે પણ ન આવે અને દિવસે પણ ન આવે. છાયામાં ન આવે તેમ તાપમાં પણ ન આવે. અધ્ધર ચાલીને ન આવે તેમ પગે ચાલીને પણ ન આવે. માર્ગે થઈને ન આવે તેમ કમાર્ગ પણ ન આવે. નાહીને ન આવે તેમ નાહ્યા વિના પણ ન આવે. આ રીતે તે છોકરો મારી પાસે આવે.” એમ રાજાએ થાણદાર સાથે તેને કહેવડાવ્યું. રાજાનો હુકમ સાંભળીને આ બુદ્ધિમાન રોહક પણ રાજાએ બતાવેલી તમામ શરતો સાચવીને તે રાજા પાસે જવા નીકળ્યો. તેણે રાજાની પાસે જતાં આ પ્રમાણે કર્યું “માત્ર ગળા ઉપર જ પાણી રેડીને તે નાહ્યો પણ આખે શરીરે તે ન નાહ્યો. ગાડાના પૈડાનો વચલો આરો તેણે એક ઘેટા ઉપર ગોઠવ્યો. અને તે એ આરા ઉપર બેસીને ઘેટાની સવારી કરીને રાજા પાસે જવા નીકળ્યો. માથે ચાળણીનું છતર ધર્યું. સમી સાંજે, અમાસ અને પડવાના સંગમ વખતે હાથમાં માટીનો પિંડો લઈને તે રાજાના દરબારમાં આવી પહોંચ્યો. રોહકે રાજા પાસે આવીને પ્રણામ કરીને પોતાના હાથમાં રહેલો માટીનો પિંડો રાજા સામે મૂક્યો. એટલે રાજાએ તેને પૂછ્યું કે, “રે રોહક ! તું આ શું લાવેલ છે ?” રોહક બોલ્યો, “આપ પૃથ્વીપતિ છો, માટે મેં આપને ભેટરૂપે આ પૃથ્વીનો પિંડો આપેલ છે.” રાજા આ માંગલિક વચન સાંભળીને ઘણો સંતોષ પામ્યો. તે પછી એકાદ બે આકરી પરીક્ષા લીધી, તેમાં પણ એના હાજર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9