Book Title: Buddhibhed
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 7
________________ બુદ્ધિભેદ • ૨૪૯ શહેરની રીતભાત જોઈ નથી. માટે તમે તમારા શહેરમાંથી જો એકાદ કૂવાને અહીં મોકલશો તો તે કૂવા સાથે અમારો કૂવો ભાઈબંધી કરી લેશે અને પછી તેનો વિશ્વાસ મેળવીને તે એની જ સાથે તમારા શહેરમાં આવશે. અમે લોકો ગામડિયા કહેવાઈએ, એમ અમારા કૂવા પણ ગામડિયા જ કહેવાય. ગામડિયા લોકો શહેરમાં આવતાં ભારે ગભરાય એવા એ ભારે બીકણ છે. તો ગામડિયા કૂવાની બીક ટાળવા સારુ તમે એક કૂવો તમારા શહેરમાંથી અમારા ગામડામાં મોકલી આપો, એટલે એની સાથે અમારો ગામડિયો કૂવો શહેરમાં વગર બીકે આવી શકશે.” - થાણદાર પાસેથી ગામડાનો આ સંદેશો સાંભળીને રાજા તો સડક જ થઈ ગયો અને એના જવાબમાં કશું જ કહી શક્યો નહીં. ફરી વળી કેટલાક દિવસ જવા દઈ રાજાએ એ ગામના લોકોને કહેવડાવ્યું કે “તમારા ગામનો જે બગીચો પૂર્વમાં છે તેને પશ્ચિમ દિશામાં ફેરવી નાખો.” આ ઘટના તદ્દન બેહૂદી સાંભળીને લોકો રાજા પર દાઝે ભરાયા અને ખીજવાઈને આમનેસામને કહેવા લાગ્યા કે “આ રાજા તો આવાઆવા અણઘટતા હુકમો મેલી મેલીને આપણો જીવ લેવા ધારે છે કે શું ?” લોકોએ ભેગા થઈને રાજાને ઠપકો દેવાનો વિચાર તો માંડી વાળ્યો, પણ રોહકને બોલાવીને ઉગમણી દિશામાં આવેલા બગીચાને આથમણી દિશામાં કેમ ફેરવવો એ વિશે પૂછ્યું, તો રોહકે તો ચટ દઈને લોકોને સમજાવ્યું કે “એમાં પણ કશું ગભરાવાનું કારણ નથી. એ કામ તો સાવ સરળ છે. જુઓ, તમે ગામનો વાસ આજથી બદલી નાખીને તેને બગીચાથી ઉગમણી દિશામાં ગોઠવી દો, એટલે બગીચો આપોઆપ ગામની આથમણી દિશામાં આવી જશે.” ગામલોકોએ બધા ભેગા થઈને રોહકની વાત સાંભળીને ગામનો વાસ તરત જ બદલી કાઢી વાસને બગીચાની ઉગમણી દિશાએ વસાવી દીધો એટલે બગીચો આફરડો ગામથી આથમણી દિશામાં આવી ગયો. રાજાને એ વાત થાણદારે જણાવી દીધી કે “રોહકના બુદ્ધિકૌશલને લીધે હવે ગામનો બગીચો ગામથી આફરડો-આફરડો આથમણી દશે આવી ગયો.” વળી રાજાએ થોડોક વખત જવા દઈને એક બીજો નવો જ હુકમ એ ગામવાળા ઉપર મોકલી આપ્યો. રાજાએ ગામવાળાઓને કહેવડાવ્યું કે, આગ ઉપર મૂક્યા વિના ખીર રાંધી આપવાની છે.” વળી ગામલોકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9