Book Title: Buddhibhed Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 5
________________ બુદ્ધિભેદ ૦ ૨૪૭ મોટી શિલાને રાજમંડપના ઢાંકણ તરીકે ગોઠવી દીધી છે, તો આપ યથાવકાશ આવીને જોઈ જશો.' જ્યારે રાજાને થાણદારે સંદેશો આપ્યો ત્યારે તાબડતોબ રાજા પંડે એ મંડપને જોવા ગયો. થાણદારને રાજાએ પૂછ્યું કહો તો એ કામ કેમ નીપજ્યું અને કોની બુદ્ધિથી નીપજ્યું ?’ જે રીતે ખોદકામ કરીને ચણતર વગેરે કર્યું હતું, તે બધું થાણદારે રાજાને સમજાવ્યું અને સાથે ઉમેર્યું કે આ બધું અમારા ગામના રહેવાસી પેલા ભરતના છોકરા રોહકની બુદ્ધિ વડે, સલાહ-સૂચના વડે તૈયાર થઈ શક્યું છે. આ સાંભળીને રાજા ખુશખુશ થઈ ગયો. વળી રોહકની બુદ્ધિને વધારે કસવા માટે એ ગામના લોકો ઉપર રાજાએ આ બીજો એવો જ અશક્ય હુકમ મોકલી આપ્યો. રાજાએ થોડા દિવસ પછી એક જ કૂકડો મોકલ્યો અને ગામના લોકોને કહેવડાવ્યું કે એ એકલા કૂકડાને બીજા કૂકડા વિના જ લડાવવાનો છે. ગામના લોકોએ હવે તો સીધું જ રોહકને પૂછ્યું : ‘‘કહે ભાઈ, આ એકલા કૂકડાને વળી શી રીતે લડાવવો ?” રોહકે સૂચવ્યું કે ‘‘એ કૂકડાની સામે એક મોટો અરીસો મૂકો એટલે એ અરીસામાં આ કૂકડાનું પ્રતિબિંબ પડશે. એ પ્રતિબિંબને ‘આ કૂકડો બીજો કૂકડો પોતા સામે લડવા આવ્યો છે.' એમ સમજશે અને એની સામે બરાબર લડવા માંડશે.’’ ગામલોકોએ આવેલા એકલા કૂકડાની સામે એક મોટો કાચનો અરીસો મૂક્યો. તેમાં પોતાનો પડછાયો જોતાં જ તે કૂકડો એકલો છતાંય ખુન્નસ લાવીને ખૂબ લડવા લાગ્યો. થાણદારે આ માટે પણ રોહકની જ ચતુરાઈનાં વખાણ કર્યાં. વળી રાજાએ કેટલાક દિવસો જવા દઈ એ ગામના લોકોને કહી મોકલ્યું કે, ‘‘તમારા ગામના પાદરમાં જે નદી વહે છે તેના કાંઠા ઉપર સોનેરી રંગની વેળુ (રેતી) છે. તો તે વેળુનાં સરસ, મોટાં અને જાડાં દોરડાં વણાવીને મોકલી આપો.’’ આ બાબત રોહકને પૂછતાં તેણે તેનો સરસ જવાબ રાજાને કહેવડાવી દીધો : “હે રાજાજી ! અમારા ગામમાં અમે બધા નટલોકો જ વસીએ છીએ; અમારો ધંધો નાચવાનો છે, એટલે અમે નાચવાનું તો સરસ જાણીએ છીએ પણ દોરડાં વણવાનું જાણતા નથી. તમે એમ કરો કે તમારા રાજ્યમાં તમે પહેલાં રેતીનાં દોરડાં વણાવીને મંગાવ્યાં હશે અને વપરાશમાં પણ લીધાં હશે. તો તમારા કોઠારમાં એવા નમૂનારૂપ જે બે-ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9