Book Title: Buddhibhed Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 1
________________ ૩૨. બુદ્ધિભેદ માનવીએ માનવીએ બુદ્ધિભેદ' તો રહેવાનો જ. અમુકને જ સાંપડતી ચેતનાશક્તિથી–ભાવિના એંધાણ પારખવાની, અજબ ચાપલ્યની ને વિલક્ષણ પ્રતિભાની વિશિષ્ટતાની તેજછાયાથી–આપણે સદા સર્વદા પ્રભાવિત થઈએ છીએ. જૈન પરંપરા બુદ્ધિશક્તિના મુખ્યત્વે ચાર પ્રકારો દર્શાવે છે : ઔત્પત્તિકી, વૈનાયિકી, કર્મજા અને પરિણામિકી. આમાંથી પહેલી ઔત્પત્તિકી બુદ્ધિના રસિક દાખલાઓ અહીં રજૂ થયા છે. - ભારતીય તમામ દર્શનો એક અખંડ ચેતના શક્તિનો સ્વીકાર કરે છે. એ ચેતના આત્મતત્ત્વનું અસાધારણ સ્વરૂપ છે. સમસ્ત બ્રહ્માંડ એ ચેતનાશક્તિનો જ વૈભવ છે એમ કહેવામાં કશો બાધ નથી. પૃથ્વી વગેરે ભૂતોમાં, ઉભિજ્જ (પૃથ્વીને ભેદીને ઊગનારાં કે નીકળનારાં) પ્રાણીઓમાં અર્થાત્ વનસ્પતિઓમાં તથા કેટલાંક કીટપતંગોમાં, ગતિ કરનારાં પ્રાણીઓમાં, સ્વેદથી પેદા થનારાં (જૂ-માંકડ વગેરે) પ્રાણીઓમાં એ ચેતનાશક્તિ સભર ભરેલી છે. જૈન દર્શનની અપેક્ષાએ બે પ્રકારના જીવો છે : ત્રસ અને સ્થાવર, ત્રસ એટલે ગતિશીલ પ્રાણીઓ અને સ્થાવર એટલે તદ્દન સ્થિતિશીલ જીવો–જેઓ બિલકુલ ગતિ નથી કરી શકતાં તેવાં વનસ્પતિ વગેરે. પ્રાણીઓનાં શરીરના અણુઅણુએ ચેતના રહેલી છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિપ્રાણી એ પાંચ સ્થાવરકાય છે અથવા કેવળ એકસ્પર્શ ઇંદ્રિયવાળાં પ્રાણીઓ છે અને જેઓ ગતિવાળાં પ્રાણીઓ છે તેઓમાં કેટલાંક સ્પર્શ અને રસ એમ બે ઇંદ્રિયવાળા શંખ, કોડા, જળો વગેરે પ્રાણીઓ છે, કેટલાંક કીડી વગેરે પ્રાણીઓ સ્પર્શ, રસ અને નાસિકા એમ ત્રણ ઇંદ્રિયવાળાં પ્રાણીઓ છે, કેટલાક ભમરા વગેરે સ્પર્શ, રસ, નાસિકા અને આંખ એમ ચાર ઇંદ્રિયધારી જીવો છે; ત્યારે કેટલાક સ્પર્શ, રસ, નાસિકા, આંખ અને કાન એમ પાંચ ઇંદ્રિયોવાળાં ગાય, સાપ, પોપટ અને મનુષ્ય વગેરે જીવો છે. આ બધામાં એકથી ચાર ઇંદ્રિયોવાળાં પ્રાણીઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9