Book Title: Buddhibhed
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૪૪ • સંગીતિ મનન કરવાની શક્તિ નહીં જેવી હોય છે, માટે તેમને મન વગરનાં માનવામાં આવે છે. ગર્ભ દ્વારા જન્મ પામનારાં એવાં પાંચ ઇંદ્રિયોવાળાં ગાય, સાપ, પોપટ અને માનવ વગેરે તમામ પ્રાણીઓમાં તર-તમ ભાવે ભૂત-ભવિષ્યનો વિચાર કરવાની મનનશક્તિ પ્રત્યક્ષ દેખાય છે, તેથી તે પ્રાણીઓમાં મન સ્પષ્ટપણે છે જ. આ રીતના તમામ જાતનાં પ્રાણીઓમાં ચેતનાશક્તિ રહેલી છે. કયાંક પરિસ્થિતિને લીધે ચેતનાશક્તિનો આવિર્ભાવ ઓછો જણાય છે અને ક્યાંક એ વધુ જણાય છે. માનવપ્રાણીમાં એ શક્તિનો આવિર્ભાવ વધારેમાં વધારે થયેલો દેખાય છે. બુદ્ધિ એ ચેતનાશક્તિનું એક વિશિષ્ટ રૂપ છે. જ્યાં એ બુદ્ધિને વિશેષ કેળવવામાં નિમિત્તો મળ્યાં હોય ત્યાં એ વધારે વિકસેલી દેખાય છે. આજના વિજ્ઞાનના યુગમાં એ બુદ્ધિશક્તિનો વિકાસ ભારે અદ્ભુત થયેલો જણાય છે. પ્રાચીન તત્ત્વવિદ્યાના વિચારકોએ એ બુદ્ધિશક્તિનાં વિકાસક નિમિત્તો વિશે જે થોડી ચર્ચા કરેલી છે અને એનાં જે આકર્ષક નિદર્શનો આપેલાં છે, તે વિશે આ લેખમાં ચર્ચા કરીશું. જૈન પરંપરાના નંદીસૂત્રમાં બુદ્ધિશક્તિના પ્રધાનપણે ચાર પ્રકારો બતાવેલા છે* ૧. ઔત્પત્તિકી, ૨. વૈનાયિકી, ૩. કર્મજા, ૪. પરિણામિકી. નંદીસૂત્રકાર કહે છે કે તેના ખ્યાલમાં બુદ્ધિના આ ચાર ભેદો આવેલા છે; પાંચમો તેનો કોઈ ભેદ ઉપલબ્ધ થયેલ નથી. ત્પત્તિકી એટલે જે બુદ્ધિ સહજ હોય છે તે. જેને માટે શાસ્ત્રાભ્યાસ, ક્રિયાપ્રવૃત્તિઓનું પરિશીલન વગેરે કોઈની અપેક્ષા નથી, પણ જે જન્મથી જ માણસના મનમાં સહજ રીતે હુરે છે તે બુદ્ધિ ઔત્પત્તિકી કહેવાય છે. શાસ્ત્રકારે આ બુદ્ધિનાં કેટલાંક નિદર્શનો આપેલાં છે, તેમાંના કેટલાંક આ પ્રમાણે છે : ૧. ઉજેણી નગરીની પાસે નટોનું એક ગામ હતું, તેમાં ભરત નામે એક નટ રહેતો હતો. તેને રોહક નામે એક નાનો પાંચ-સાત વરસનો બાળક હતો. એક વાર તે પોતાના પિતાની સાથે ઉજેણી નગરી ગયો. તેણે આખી ઉજેણી બરાબર ધ્યાનપૂર્વક નિહાળી અને તેણે એ ઉજેણીને એવી રીતે નિહાળી કે તે આખી નગરી પહેલેથી છેલ્લે સુધી તેના ચિત્તમાં જાણે કે છપાઈ * १. उप्पत्तिआ, २ वेणइआ, ३ कम्मया, ४ परिणामिआ । बुद्धि चउव्विहा वुत्ता पंचमा नोवलब्भइ ॥ -नंदीसूत्र पृ. १४४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9