Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 38
________________ ૩૪ બહેનનું મળે છે. યમ અને યમી બંને ભાઈ બહેન બને છે. બહેન યમી ભાઈ યમને કામ વાસના પિપવા માટે, અને તેને પરણવા માટે પ્રાર્થે છે. યમ ભાઈ એ અધમ માર્ગે જવાની સ્પષ્ટ ના પાડે છે. અને પોતાની બહેનને અન્ય કોઈ તરણ સાથે જોડાવા સમજાવે છે. બહેન તેને બહુ લલચાવે છે. ધમકાવે છે ને શાપ પણ આપે છે, પરંતુ ભાઈ યમ પિતાના અખંડિત તેજોબળથી એ કશાની પરવા કરતો નથી. ને પોતાના નિશ્ચયમાં મક્કમ રહે છે. આ આખ્યાનમાં પુસ્થામા દ્વારા બહેન યમીને અંગત વિકાસની પ્રેરણું મળે છે. આ છે નરની પ્રેરણા દ્વારા નારીના અંગત વિકાસના નમૂનાઓ ! એ જ રીતે નારીસાધિકાની પ્રેરણા દ્વારા પણ નરસાધકને સામાજિક વિકાસ થયો. સર્વાગી સાધના પૂરી થઈ એના દાખલાઓ પણ ઘણું મળે છે. આપણે આગળ જોયું તેમ બાહુબલિમુનિ બ્રહ્મચારી બનીને પોતે જંગલમાં એકાંતમાં જઈ ઘોર તપશ્ચર્યા કરી છતાં પણ તેમની સર્વાગી સાધનામાં કચાસ રહી ગઈ, એટલા માટે જ ભગવાન ઋષભદેવે બે સાધ્વીઓને પ્રેરણું આપવા માટે મોકલી હતી. જે ભગવાન ઋષભદેવના મનમાં એમ હેત કે પુરુષ સાધકના સામાજિક અને સર્વાગી સાધનાના વિકાસ માટે સ્ત્રી સાધિકાની કરકતા વિના ચાલશે તો પુરુષ સાધકે ઘણુ હતા તેમને જ મોકલત. પરંતુ ના: પુને સ્ત્રી અને સ્ત્રીને પુરુ પૂર્તિની જ જરૂર છે. જૈન ધર્મ વિશ્વ ધર્મ કેમ છે ? કારણકે દરેક તીર્થકરને વ્યક્તિ અને સમાજના સર્વાગી વિકાસ માટે ગૃહસ્થાશ્રમી પુરુષ અને સાધક પુરાની જેમ ગૃહસ્થાશ્રમી નારી અને સાધિકાનારીની જરૂર પડે છે. ચતુર્વિધ સંઘ (તીર્થ)ની સ્થાપના માટે આ ચારેય અંગની અનિવાર્ય જરૂર છે. જે પુરુષ સાધકે અને ગૃહસ્થાશ્રમી પુ દ્વારા જ તીર્થસ્થાપના થઈ ગઈ હોત તે તેઓ ત્રીથી તદ્દન અતડા, અલિપ્ત અને બીતા જ રહે પરંતુ બ્રહ્મચર્ય સાધનામાં સમાજના બધાંય ક્ષેત્રનાં સ્ત્રી પુરૂાના અણઉકલેલા પ્રશ્નોના ધર્મદષ્ટિએ ઉકેલ દ્વારા સર્વાગી વિકાસ માટે સ્ત્રી અને પુમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96