Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 93
________________ મહાત્મા ગાંધીજીએ જનતાની સેવા કરવા માટે, નવસમાજનું ઘડતર કરવા માટે બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. તેમના માટે જનસેવા એ જ બ્રહ્મસેવા બની ગઈ. એ જ રીતે પુખ્ત સાધુઓ વિશ્વની સર્વાગીસાધના દ્વારા આત્મકલ્યાણ સાથે વિશ્વકલ્યાણનું ધ્યેય સામે રાખીને ચાલે તે એ બૃહત્ સંકલ્પ જ તેમને માટે બ્રહ્મચર્ય સાધનાનું સબળ બની જશે. તેઓને ઈન્દ્રિયનિગ્રહ કર નહીં પડે, એ સહજ સાધ્ય સહેજે જ થઈ જશે. આ રીતે આજના યુગે બ્રહ્મચર્યનું સામાજિક મૂલ્ય ઊભું કરવાની જરૂર છે, જેમાંથી નરનારીના મર્યાદાપૂર્ણ સહજીવનમાંથી વિધેયાત્મક બ્રહ્મચર્ય આપે આપ ભું થઈ જ જવાનું. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરે; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાન્તિ વિસ્તરે. સંતબાલ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96