Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 83
________________ ૭૯ જ શીલગુણસરી જેવા આચાર્યા મળે છે કે જેમણે સાધ્વીએ પાસે વનરાજની માતાનું રક્ષણ કરાવ્યું છે. સભૂતિ વિજય જેવા આચાચેર્ચાએ સ્થૂલભદ્ર જેવા યોગ્ય શિષ્યોને માકલી ક્રશા વેશ્યાના ઉદ્દાર કરાવ્યા જ છે. ૨ ભગવાન મહાવીર સ્વામીના વખતમાં ઘણી વખત વનખડામાં સાધુસાધ્વીએ સાથે વિહરતાં અને સાથે રહેતાં એવુ જૈન શાસ્ત્રમાંના ભગવાન મહાવીરના વનપ્રસ`ગથી ફલિત થાય છે. એક વખત શ્રેણિક રાન્ન ચેલારાણી સહિત ભગવાન મહાવીરનાદન કરવા જવા ઉપડયા. રસ્તામાં તેમણે પ્રસન્નદ્ર રાજર્ષિને ધ્યાનમગ્ન જોયા, પછી ભગવાન મહાવીર પાસે ગયા, ત્યારે ભગવાન મહાવીરની સાથે જે સાધુ-સાધ્વીએ હતાં, તેમાં સાધુએએ ચેલણારાણીનું રૂપ જોઈ ને અને સાધ્વીઓએ શ્રેણિક રાજાનુ રૂપ જોઈ તે નિયાણાં કર્યાં હતાં. તે વખતે શ્રેણિક નૃપ ભગવાન મહાવીરને પ્રસન્નચંદ્ર રાજર્ષિની પ્રશંસા કરતાં તેમની ભાવિગતિ વિષે પૂછે છે. આ પ્રસંગ ઉપર ભગવાન મહાવીર બધાંય સાધુ-સાધ્વીને આ નિયાણાથી મુક્ત કરવા સખાધે છે. એ પ્રસંગથી ફલિત થાય છે કે સાધુ-સાધ્વીએ તે વખતે વનખંડમાં સાથે વિહરતાં હતાં અને ભલે જુદા જુદા વિભાગામાં રહેતાં હાય, પણ એક જ સ્થળે પ્રસંગે પ્રસંગે ભેગા થઈ ને પરસ્પરપૂરક સાધનામાં લીન બનતાં હતાં તેમ તારવી શકાય છે. કારણ કે ત્યાં ઉતરવાનું તે વનખંડના તે બગીચા સિવાય કાઈ ખીજું સ્થળ ન હતું. શહેર પણ બહુ દૂર હતું. અને એકાએક સાધ્વીએ ત્યાં વિહાર કરીને પહોંચી જતાં હોય, તેવું પણ સ્પષ્ટ વિગતે જણાતું નથી; કારણ કે રાજા શ્રેણિક તે રસ્તેથી પસાર થઈને જ આવ્યા હતા. ભગવાન મહાવીરે આ મોટાં જોખમા ખેડેલાં માટે જ તે ભગવાન બની શકા; અને જોખમનાં સ્થાનામાં પણ ઘડતર કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96