Book Title: Bhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo Author(s): Dasha Shrimali Moti Gnati Publisher: Dasha Shrimali Moti Gnati View full book textPage 4
________________ વાને છે. આ ધારે એક યા અમુક વ્યકિતના બળથી જ કે અમુક શિક્ષાના ભયથી જ અમલમાં મુકી શકાય નહીં તે દેખીતું છે. સહાનુભૂતિવાળો મુરબ્બો વર્ગ અને આગળ ધપવાની ઇચ્છાવાળો યુવાન વર્ગ આ ધારાને સહકાર આપે અને તે પાળવે જ છે એમ પોતાના મનમાં સ્વેચ્છાથી જ નિશ્ચય કરે તે જ ધારાને સંપૂર્ણ અમલ થઈ શકે તેમ છે. અને સમાજના હીત ખાતર–સમગ્ર જ્ઞાતિના હીત ખાતર કાઈ પણ જ્ઞાતિજનની પ્રથમ ફરજ છે કે તેમણે આ રીતે જ વર્તવું. ધારામાંની કેટલીક કલમે હજુપણ કાઢી નાંખવા જેવી હેવા છતાં અને બીજી નવી ઉમેરવાની જરૂરીયાત હોવા છતાં સમગ્ર જ્ઞાતિ તે માટે તૈયાર નહિ હોવાથી તે બાબત કશો ફેરફાર કરવામાં આવ્યો નથી. દાખલા તરીકે કન્યાવિક્ય જેવું નીંવ કાર્ય કઇ હોય શકે નહિં. છતાં સ્વાર્થવૃત્તિને લીધે છુપીરીતે તેવું કાર્ય થાય છે. આવું નિષ કાર્ય કાયદાથી અટકાવવું હાલના સંજોગોમાં મુશ્કેલ માલુમ પડયું છે તેમ જ જ્ઞાતિ પણ તે માટે તૈયાર માલુમ પડી નથી. જેથી તે સદંતર બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો નથી. પરંતુ એટલું તો ઠરાવવામાં આવ્યું છે કે અવેજ સંબંધી તકરાર જ્ઞાતિ સાંભળી તેવા પાપકર્મમાં પોતાને હીસ્સો આપશે નહિ. વેવિશાળની વયમર્યાદા, ઘરેણું, લગ્ન, હરખજમણે વરણું, આણું, શ્રીમંત, ઘીયાણું, કારજ વિગેરે બાબતમાં યોગ્ય સુધારો કરી હાલ તુરત માટે અમૂક સાદું જ બંધન મુકવામાં આવ્યું છે. આ ધારે જે રીતે પસાર થાય છે તે રીતે પણ પૂર્ણ સંતોષકારક નથી તેમ છતાંયે બીજા પગલા તરીકે તેવી રીતે પસાર કરવાનું હાલના સંજોગમાં યોગ્ય માલુમ પાયું છે. આશા છે કે સર્વે સુજ્ઞ જ્ઞાતિભાઈઓ આ ધારે વધાવી લઇ તે પ્રમાણે વર્તી જ્ઞાતિનું ગૌરવ વધારશે. આ ખરડો ઘડવામાં તથા ધારારૂપે પસાર કરવામાં જે જે ભાઈઓએ સેવાવૃત્તિથી સમયને ભેગ આપી જ્ઞાતિસેવા બજાવી છે તે બદલ તે ભાઈઓને આભાર માનવામાં આવે છે. સ્થાનકવાસી ભાઈઓ આ ધારાને અનુમોદન આપશે એવી આશા છે. શ્રી દશાશ્રીમાળી મટી જ્ઞાતિ, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34