Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

Previous | Next

Page 8
________________ સંસ્કારોને ઝીલીને અલ્પકાળે પ્રભુના ચરણમાં આપણો વાસ થાય તેવી ભાવના રાખીએ. વિધિવત્ કરેલા સામાયિકથી હૃદયના ભાવોને પવિત્ર કરી, કર્મોને ઉપશાંત કરી, સમ્યકત્વને પ્રાપ્ત કરીએ અને ચારિત્રધર્મનું બળ મેળવીએ તેવી શ્રદ્ધાનો સંસ્કાર ધારણ કરી આ ભવને સાર્થક કરીએ. પૂ.શ્રીના બોધને સાર્થક કરવાનો અમૂલો અવસર સફળ કરીએ. વિશેષ ભાવના પાછળના ભાગના અનુભવેલા ભાવોમાં જણાવી છે. તે સૌ વાંચજો અને વિચારો. સૌના સહકાર બદલ અહોભાવ છે. પ્રથમ આવૃત્તિના સહયોગીઓને સ્મરણાંજલિ આપુ છું. પૂ. આચાર્ય ભગવંતોની શુભાશિષને હૃદયમાં ધારણ કરી બીજી આવૃત્તિ ભાવપૂર્વક તેમના ચરણે ધરું છું. શિવમસ્તુ સર્વ જગત . - સુનંદાબહેન * હણમુક્તિ : પ્રસ્તુત ગ્રંથમાં નીચેના મહાપુરુષોની પ્રેરણા મળી છે કેટલાક ગ્રંથોનો આધાર લીધો છે તે સૌની પ્રત્યક્ષ-પરોક્ષ પ્રેરણા માટે અત્યંત ઋણી છું. સ્વ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી રચિત જ્ઞાનસારગ્રંથ. સ્વ. આચાર્ય શ્રી ઉમાસ્વાતિ રચિત પ્રશમરતિ ગ્રંથ. આ બંને ગ્રંથના વિવેચનકાર છે પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્ત મ.સા. સ્વ. પૂ. પચાસજી ભદ્રંકરગણિ રચિત આત્મોત્થાનનો પાયો. શ્રી અધ્યાયોગી પરમ પૂજ્ય વિજ્યકલાપૂર્ણસૂરી મ.સા. રચિત સર્વજ્ઞ કથિત સામાયિક વિજ્ઞાન. અન્ય ગ્રંથોમાંથી રચિત સામાયિકધર્મમાંથી કથાઓ. - લિ. સુનંદાબહેન

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 236