Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

Previous | Next

Page 7
________________ * અંતરભાવ * દેવગુરુ કૃપા યુક્ત પૂ. ગુરુજનો પાસેથી તત્ત્વબોધ મળ્યો, મહાપુણ્યે તેઓની આજ્ઞા અને આશિષ દ્વારા જિજ્ઞાસુઓમાં વિનિયોગ થવાનો અવસર મળ્યો. લગભગ ૧૯૮૪ થી ૨૦૦૪ સુધી આફ્રિકાના, લંડનના અને અમેરિકાના કેટલાક સ્થળોમાં જિજ્ઞાસુ મિત્રોના સહકારથી સત્સંગયાત્રાનું આયોજન થતું. સાથે તત્ત્વના ચિંતનને લેખનમાં અવતરણ થવાનો યોગ થતો. લગભગ ૧૯૯૮માં હૈદ્રાબાદ પૂજયશ્રીની સ્થિરતા હતી. ત્યાં તેઓના સત્ સમાગમનો લાભ મળ્યો. તેઓશ્રીએ તે દિવસોમાં ખાસ સમય આપી જ્ઞાનસારના છઠ્ઠા શમાષ્ટક અને સાથે સામાયિક વિજ્ઞાનના માધ્યમથી બોધ આપ્યો. તેની કંઈ નોંધ કરી હતી. તેમાં અંતરમાં ઉદ્ભવેલા ભાવોનો ઉમેરો કર્યો અને લેખન શરૂ કર્યું તેમાંથી ભવાંતનો ઉપાય : સામાયિક યોગ પુસ્તકનું નિર્માણ થયું. વિધિ સહિત સામાયિક વ્રત જીવનનો અર્ક હતો. તેની શ્રદ્ધાએ પરદેશમાં જ્યાં જ્યાં નિવાસ થતો ત્યાં યજમાનને આ પ્રસાદિ અપાતી રહી, કેટલાકે તો સામાયિક વર્ધમાન અનુષ્ઠાન સ્વીકાર્યા. મોક્ષમાર્ગનું અનુપમ સાધન સેવાતું રહ્યું. લેખન પણ થતું રહ્યું. તેને વળી જિજ્ઞાસુઓએ સહકાર આપ્યો ૧૯૯૯માં પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. પ્રસ્તુત બીજી આવૃત્તિનો લાભ અમેરીકામાં વસતા દર્શના અને દીલીપભાઈએ લીધો છે. બંને આરાધકો છે, તેમની ભાવનાને સાથ આપી આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. જોકે છેલ્લા દસેક વર્ષથી નવું લેખન નહિવત્ થયું હતું. તે વળી આ રીતે કંઈક સાકાર પામ્યું. આ ભવાંતનો ઉપાય : સામાયિક યોગમાં” ૪૫ આગમોની જેમ ૪૫ વિષયોનું લેખન થયું છે. તેનું હાર્દ એક જ છે. આપણ સૌ આરાધકો આ અનુષ્ઠાનના માધ્યમ વડે પરંપરાએ મુક્તિ પામવા જેવી પાત્રતા કેળવીએ. સામાયિકના ભાવોને હૃદયાંક્તિ કરીએ તેના ૪

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 236