Book Title: Bhavantno Upay Samayik Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Darshanaben Dilipbhai Shah USA

Previous | Next

Page 11
________________ * શુભાશિષ અધ્યાત્મયોગી, પરમપૂજ્ય ગુરૂદેવ શ્રી વિજ્યક્લાપૂર્ણસૂરી મ.સા. જ્ઞાન દ્વારા આત્માના પૂર્ણાનંદમય સ્વરૂપને જાણી, શ્રદ્ધાથી તેને નિશ્ચળ બનાવવાથી તેમાં જ તન્મયતા સિદ્ધ થાય ત્યારે અન્ય સર્વ સંકલ્પ-વિકલ્પો શમી જાય છે અને પરમ શાંતરસનો અનુભવ થાય છે. આત્માની આવી અવસ્થાને શમ અને સમાધિ કહે છે. શમ સમતાયોગરૂપ છે. આત્માના સહજ શુદ્ધ સ્વભાવમાં રમણતા કરાવી પરમ આનંદની અનુભૂતિ કરાવનાર છે. અધ્યાત્મ, ભાવના અને ધ્યાન આ ત્રણે યોગોનો જીવનમાં સતત અભ્યાસ કરવાથી આત્મામાં સમતાનો ઉઘાડ થાય છે. માટે જ જ્ઞાની પુરુષોએ “સમ્યક જ્ઞાન અને સમ્યફ ધ્યાનની પરિપક્વ અવસ્થાને શમ' કહ્યો છે. આ અવસ્થામાં ચિત્ત વિકલ્પ રહિત બનીને આત્માના શુદ્ધ સ્વભાવમાં લીન બને છે, તેના પરિણામે અવિદ્યાજન્ય ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાનો સર્વથા નાશ થવાથી સર્વત્ર “સમભાવ રહે છે. જૈનાગમોમાં સમતાભાવ રૂપ સામાયિકના ત્રણ પ્રકાર બતાવ્યા છે (૧) સામ-સમાયિક (૨) સમ સમાયિક અને (૩) સમ્યક સામાયિક. (૧) સામ-સામાયિકમાં આત્માના પરિણામ મધુર હોય છે. મૈત્રી અને ભક્તિના ભાવથી ઓતપ્રોત બનતાં આત્માના પરિણામોમાં એક પ્રકારનું માધુર્ય...મધુરરસ પ્રગટે છે. જે સાકર અને દ્રાક્ષ કરતાં કોટિ ગણું અધિક હોય છે, તેવી પ્રતીતિ તેવા સાધકને થાય છે. (૨) સમ-સામાયિક તુલ્ય પરિણામ સ્વરૂપ છે. શત્રુ કે મિત્ર હોય, માન કે અપમાનનો પ્રસંગ હોય, સુખ કે દુઃખની પરિસ્થિતિ હોય, છતાં જેનું મન બન્ને સ્થિતિમાં સમભાવયુક્ત હોય. હર્ષશોક કે રાગ-દ્વેષથી પર હોય તે “સમછે. (૩) સમ્યક સામાયિકમાં આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણે ગુણોનું પરસ્પર સંમિલન થાય છે. દૂધમાં સાકર ભળી જાય, એકમેક થઈ જાય, તેવી રીતે આત્મામાં રત્નત્રયી એકમેક થઈ જાય. એ જ સમ્યફ અર્થાતુ “સમ્મ' સામાયિક છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 236