Book Title: Bhavantno Upay Samayik Yog Author(s): Sunandaben Vohra Publisher: Darshanaben Dilipbhai Shah USA View full book textPage 6
________________ * ચિત્રબોધ છે મૃખપૃષ્ઠ પર ચિત્રમાં દર્શાવેલા ત્રાજવામાં એક બાજુના પલ્લામાં શ્રેણિક રાજાનો ખજાનો છે, બીજા પલ્લામાં પૂણિયાજી છે. જેમના સામયિકના ફળની માગણી કરવા શ્રેણિકરાજા પધારે છે, પૂણિયાજીનું પલ્લું ખજાનાની સામે ઊંચું થતું નથી. તેમાં સામાયિકની શુદ્ધિનું મૂલ્યાંકન છે. હકીકત એમ છે કે રાજગૃહીમાં પરમાત્મા મહાવીર પધાર્યા છે. શ્રેણિક પ્રભુના ભક્ત છે. ચારે ગતિઓનું પ્રભુ મુખે શ્રવણ કરી, હાથ જોડી પૂછે છે “પ્રભુ મારી ગતિ કઈ છે?' શ્રી પ્રભુ કહે, હે, શ્રેણિક! તે હિંસાના આનંદમાં નરક ગતિનું આયુષ્ય બાંધ્યું છે.” પ્રભુ! તમારો ભક્ત નરકમાં જશે? વળી ત્યાંના દુઃખો કેવી રીતે સહન કરશે? ઉપાય બતાવો.” છે! શ્રેણિક, આયુષ્યના બંધમાં ફેરફાર થતો નથી. છતાં શ્રેણિકની દૃષ્ટિને ખોલવા પ્રભુએ કેટલાક ઉપાય બતાવ્યા, તેમાંનો એક ઉપાય, શ્રી પુણિયાજીના એક સામાયિકનું ફળ મળે તો નરકગતિનું આયુષ્ય પરિવર્તન પામે તેમ જણાવ્યું. રાજા શ્રેણિક અતિ નમ્રભાવે શ્રી પૂણિયાજીના નિવાસે જઈને વિનયપૂર્વક પૂણિયાજીના એક સામાયિકનું ફળ માંગે છે. પૂણિયાજીને સામાયિકની ખોટ ન હતી, પણ ભાવાત્મક-આંતરિક અવસ્થાની શુદ્ધિ કેવી રીતે અપાય? રાજા શ્રેણિક એક સામાયિકના બદલામાં રાજગૃહનો પૂરો ખજાનો સ્વીકારવાની વિનંતી કરે છે. પણ પલ્લું નમતું નથી. તેથી શ્રેણિકની દષ્ટિ ખૂલે છે, સમજ પેદા થાય છે. સમતામાં આવે છે અને પ્રભુ ચરણે સમર્પિત થઈ ઉદય કર્મનો સ્વીકાર કરે છે. કર્મ પ્રમાણે નરકગતિ તો પામ્યા પણ પ્રભુભક્તિના નિમિત્તે તીર્થંકર પદવી પણ પામ્યા. તે સામાયિકનો મર્મ સમજ્યાં તેની ફળશ્રુતિ આ હતી. ધન્ય પુણિયાજી – ધન્ય રાજા શ્રેણિક.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 236