Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 7
________________ આ ભાષ્યોનો અર્થ લખવામાં શ્રી આવશ્યક-નિર્યુક્તિ, આવશ્યકવૃત્તિ પંચાશક, પ્રવચનસારોદ્ધારવૃત્તિ, ધર્મસંગ્રહવૃત્તિ-ઇત્યાદિ ગ્રન્થોની તેમજ ચૈત્યવંદન ભાષ્યનો અર્થ લખવામાં ચેઇયવંદણ મહાભાસ વગેરેની સહાય લીધી છે. શ્રી તપગચ્છરૂપી ગંગા-પ્રવાહને હિમાલય તુલ્ય શ્રીમદ્ જગશ્ચંદ્રસૂરિજી મકે જેમને આયંબિલ તપના પ્રભાવથી વશ થઈ ચિતોડના રાણાએ “તપા” એવું બિરુદ આપ્યું (જથી તપગચ્છ નામ પડ્યું, અને તે રાણાની સભામાં દિગંબરાચાર્યો સાથે વાદ કરતાં હીરા પેઠે અભેદ્ય રહ્યાથી જેમને હીરલા જગચંદ્રસૂરિજી એવું પણ બિરૂદ રાણાશ્રીએ આપ્યું હતું તેમના શિષ્ય શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજીએ ત્રણ ભાષ્યાત્મક આ ગ્રંથ રચેલો છે. ઉક્ત મહાત્માએ આ સિવાય વંદાવૃત્તિ, સારવૃત્તિદશા, કર્મગ્રન્થ તપાસ્તમોપહા, સિદ્ધપંચાશિકા, શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર અને વૃત્તિ, ધર્મરત્નવૃત્તિ, નવીનકર્મગ્રંથપાંચ વૃત્તિ સહિત, સિદ્ધદંડિકાસ્તવ, સુદર્શનચરિત્ર, સિરિસિહવદ્ધમાણ પ્રમુખ સ્તવનો વગેરે અનેક ગ્રન્થો બનાવી મહદ્ ઉપકાર ર્યો છે. તેમને “વિદ્યાનંદ' અને “ધર્મકીર્તિ' ઉપાધ્યાય નામના બે શિષ્યો હતા. ઉપા. શ્રી ધર્મકીર્તિને પાછળથી સૂરિપદ મળ્યું ત્યારે તેમનું આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ’ એવું નામ પડ્યું. તેઓ શ્રી દેવેન્દ્રસૂરિજીની પાટે આવ્યા. તેમણે પણ શત્રુંજયાદિ તીર્થનાં કાવ્યો, ચોવીસ જિનસ્તુતિ, નંદી સ્તુતિ, સ્વગુરુકૃત-ચૈત્ય૦ ભાષ્યની વૃત્તિ (સંઘાચાર નામની) વગેરે સંસ્કૃત ગ્રંથો તથા કેટલાએક પ્રાકૃત પ્રકરણો અવચૂરિ સાથેનાં બનાવેલાં છે. પ્રકાશક -

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 276