Book Title: Bhartiya Darshano ma Moksh Vichar Author(s): Nagin J Shah Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf View full book textPage 3
________________ ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર છોડે. સાંખ્યના ચિત્તનો ધર્મ એકલો જ્ઞાન જ નથી પણ સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ વગેરે બીજા ઘણા ધર્મો તેના છે. આ બધા ધર્મોને ચિત્ત ન સ્વીકારનાર ન્યાય-વૈશેષિકોએ આત્માના ગુણો ગણ્યા છે." શાંકર વેદાન્ત (આત્માદ્વૈત) શાંકર વેદાન્ત ચિત્ત અને અચિત્ત બંનેનો અસ્વીકાર કર્યો છે. ન્યાય-વૈશેષિકોએ ચિત્તને ન સ્વીકારવા છતાં ચિત્તના ધમને સ્વીકારી તેમને પુરુષના ગણ્યા પરંતુ શાંકર વેદાન્તીએ તો તે ચિત્તના ધર્મોને પણ સ્વીકાર્યા નથી. અચિત્ત, ચિત્ત, ચિત્તધર્મો બધું જ મિથ્યા છે. કેવળ પુરુષ જ સત્ય છે. આમ હોય તો ચિત્તનો ધર્મ જ્ઞાન એ પુરુષમાં તેઓ સ્વીકારે જ નહિ. કેવળ દર્શન જ પુરુષમાં હોય, જ્ઞાન નહિ. પુરુષ જ્ઞાનસ્વરૂપ નહિ પણ દર્શનસ્વરૂપે મનાય. શિથિલપણે દર્શનના અર્થમાં ‘શન’ શબ્દનો પ્રયોગ ભલે થતો જોવા મળે. આમ જનો અને બૌદ્ધોને મતે પરિણમનશીલ ચિત્ત જ આત્મા છે જ્યારે ઉત્તરકાલીન સાંખ્ય, ન્યાય-વૈર્શેષિક અને વેદાન્તના મતે ફૂટસ્યનિત્ય પુરુષ આત્મા છે. દુઃખ છે દરેકને પોતાને દુઃખનો અનુભવ છે. દુઃખ ત્રિવિધ છે-આધ્યાત્મિક (માનસિક), આધિભૌતિક (શરીરની અંદરથી રોગને લીધે ઉદભવતાં દુઃખો) અને આધિદૈવિક (બીજા જીવો દ્વારા અપાતાં શારીરિક દુઃખો). વિજ્યોને ભોગવતી વખતે લાગતું સુખ પણ પરિણામે દુઃખ છે. સુખભોગકાળે વિષયના નાના ભયે ચિત્તમાં દુઃખ બીજરૂપે હોય છે. મારા પ્રિય વિષયો છીનવાઈ જશે, નાશ પામશે એવું મનમાં રહ્યા કરે છે. વિષયના ભોગના સુખાનુભવના સંસ્કારો ભવિષ્યમાં નવા ભોગની સ્પૃહા જન્માવી દુ:ખનું વિષચક્ર ચાલુ રાખે છે. આમ વિષયોમાં પરિણામદુઃખતા, તાપ:ખતા અને સંસ્કારદુઃખતા છે. તેથી જ ભગવાન બુદ્ધે કહ્યું કે “સર્વ ૩:૩૫”. પોતાના સ્વભાવ ઉપર આવરણો આવી જવાં એ પણ દુઃખ છે. અલ્પતા દુઃખ છે. જન્મમરણ પણ દુ:ખ છે. દુઃખનાં કારણો પોતાની જાતનું, પોતાના ખરા સ્વરૂપનું અજ્ઞાન એ દુઃખનું મૂળ કારણ છે. આ અજ્ઞાનને કારણે આપણે રાગદ્વેષ કરીએ છીએ અને રાગદ્વેષ દુઃખ પેદા કરે છે. અજ્ઞાન, રાગ, દ્વેષ આ લેશો છે. રાગ-દ્વેષપૂર્વક કરાતી પ્રવૃત્તિથી આત્મા (કે ચિત્ત) કર્મ બાંધે છે. સાંખ્યયોગ, જૈન તો આ કર્મને સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૌતિક દ્રવ્ય ગણે છે, જે આત્માની (કે ચિત્તની) ઉપર આવરણ રથી તેના જ્ઞાન આદિ ગુણને ઢાંકી દે છે. બૌદ્ધો પણ કર્મને આવા ભૌતિક દ્રવ્યરૂપ માનતા હોય એવો સંભવ છે. આ કર્મોનું આવરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18