Book Title: Bhartiya Darshano ma Moksh Vichar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ભારતીય તત્ત્વજ્ઞાન પ્રાચીન સાંખ્ય, જૈન અને બૌદ્ધઃ (ચિત્ત અચિત્ત દ્વત) ચાર્વાક મતની વિરુદ્ધ પ્રાચીન સાંખ્ય (ચોવીસ તત્ત્વમાં માનનાર સાંખ્ય), જેન” અને બૌદ્ધ એવું પ્રતિપાદન કર્યું કે જ્ઞાનધર્મ એ ભૌતિક ધમાંથી ભિન્ન શ્રેણિનો છે, અને તેથી ભૌતિક ધર્મો ધરાવનાર અચિત્ત તત્ત્વનો તે ધર્મ હોઈ શકે નહિ. તેને માટે અચિત્ત તત્ત્વથી તદ્દન ઊલટું સ્વતંત્ર ચિત્ત તત્ત્વ સ્વીકારવું જોઈએ. અચિત્ત તત્ત્વની જેમ આ ચિત્ત તત્ત્વ પણ પરિણમનશીલ છે. તેથી ચિત્ત અને અચિત્તનો સંયોગ-વિયોગ થાય છે. ઉત્તરકાલીન સાંગ (આત્મ-અનાત્મત) ઉત્તરકાલીન સાંખ્ય ચિત્ત-અચિત્તના તના સ્થાને આત્મ-અનાત્મના દ્રતની સ્થાપના કરી. તેણે ચિત્તથી ઉપરવટ પુરુષ યા આત્મા નામનું તત્ત્વ સ્વીકાર્યું. તેના સ્વીકારને ન્યાય્યઠેરવવા દર્શન” નામના ધર્મનું પ્રતિપાદન તેણે કર્યું. તેણે કહ્યું કે જ્ઞાન એ ચિત્તનો ધર્મ છે જ્યારે દર્શન એ પુરુષનો ધર્મ છે. ચિત્ત જ્ઞાતા છે જ્યારે પુરુષ દ્રષ્ટા છે. આ નવા સ્વીકારેલા પુરુષને તેણે પરિણમનશીલ ન માનતાં ફૂટસ્થનિત્ય માન્યો. આમ પરિણામી અને ફૂટસ્થનિત્યનું દ્રત ઊભું થયું. કૂટનિત્ય આત્માનો પરિણામી ચિત્તઅચિત્ત સાથે સાચો સંયોગ-વિયોગ ઘટતો ન હોઈ બિબ-પ્રતિબિંબ સંબંધની ભાષા બોલાવી શરૂ થઈ." જૈન અને બૌદ્ધોએ ચિત્ત ઉપરવટ પુરુષ યા આત્મતત્વના સ્વીકારનો વિરોધ ર્યો અને જાહેર કર્યું કે સાંખે સ્વીકારેલ દર્શનધર્મને અમે સ્વીકારીએ છીએ પરંતુ તે ચિત્તનો જ ધર્મ છે. ચિત્ત કેવળ જ્ઞાતા નથી પણ જ્ઞાતા અને દ્રા બંનેય છે, એટલે ચિત્ત ઉપરવટ પુરુષ યા આત્માને સ્વીકારવાની કોઈ જરૂર નથી." ન્યાય-વૈરોષિક (આત્મ-અનાત્મત) ન્યાય-વૈશેષિક દાર્શનિકોએ ઉત્તરકાલીન સાંગના ફૂટસ્થનિત્ય પુરુષ યા આત્માને સ્વીકાર્યો પરંતુ ઉત્તરકાલીન સાંપે પ્રકૃતિઅંતર્ગત ચિત્ત અને અચિત્ત બંનેનો સ્વીકાર કરેલો જ્યારે ન્યાય-વૈશેષિકે ચિત્તનો તદન અસ્વીકાર કર્યો. બૌદ્ધોએ અને જૈનોએ પુરુષને ન સ્વીકારી તેનો ધર્મ દર્શન ચિત્તમાં માન્યો, જ્યારે ન્યાય-વૈશેષિકોએ ચિત્તને ન સ્વીકારી તેનો ધર્મ જ્ઞાન પુરુષમાં અર્થાત્ આત્મામાં નાખ્યો. હવે આ ફાન ધર્મ પરિણામી હોઈ, ફૂટસ્થનિત્ય આત્મામાં પરિણામીપણું આવતું અટકાવવા કોઈ રસ્તો કાઢવાનું તેમને માટે અત્યંત આવશ્યક હતું. તેમણે કહ્યું કે જ્ઞાન ગુણ છે અને આત્મા દ્રવ્ય છે, અને દ્રવ્ય અને ગુણ વચ્ચે અત્યંત ભેદ છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ નથી તે તો શરીરાવચ્છિન્ન આત્મ-મન સન્નિકર્ષરૂપ નિમિત્તકારણથી આત્મામાં ઉત્પન્ન થઈ સમવાયસંબંધ દ્વારા તેમાં રહે છે. હવે અહીં પ્રશ્ન થાય કે પુરૂષ યા આત્માના ધર્મ દર્શન અંગે ન્યાય-વૈશેષિકો શું કહે છે? આત્માના ધર્મ દર્શન બાબત ક્યાંય કશી વાત તેઓએ કરી નથી. કદાચ તે જ તેમને મતે આત્માનું સ્વરૂપ હોય અને એમ હોય તો, ફાન. આત્માનો ગુણ અને દર્શને આત્માનું સ્વરૂપ ગણાય. પરિણામે દર્શનને આત્મા કદી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18