Book Title: Bhartiya Darshano ma Moksh Vichar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર પ્રાસ્તાવિક મોક્ષ એટલે મુક્તિ કોની? પોતાની-આત્માની. શેમાંથી ? દુખમાંથી. પોતાની અર્થાત્ આત્માની દુઃખમાંથી મુક્તિ એટલે મોક્ષ. આમાં નીચેની બાબતોનો પૂર્વસ્વીકાર જરૂરી છે: (૧) પોતાનું અર્થાત્ આત્માનું અસ્તિત્વ છે. (૨) પોતાને અર્થાત્ આત્માને દુ:ખ છે. (૩) દુઃખનાં કારણો છે. (૪) દુઃખનાં કારણોને દૂર કરવાના ઉપાયો છે. (૫) દુઃખમુક્તિ શકચ છે. આમાં ભગવાન બુદ્ધનાં ચાર આર્યસત્યનો અને યોગદર્શનના ચતુર્વ્યૂહનો સમાવેશ છે. • આ દુઃખમુક્તિ થોડા વખત પૂરતી નથી પરંતુ સદાને માટે છે. એક વાર દુઃખમાંથી મુક્ત થયા એટલે ફરી કદી દુ:ખ પડવાનું જ નહિ. બધા પ્રકારનાં દુઃખોમાંથી હંમેશ માટેની મુક્તિને દર્શનશાસ્ત્રમાં મોક્ષ કહેવામાં આવે છે. આત્યંતિક દુઃખમુક્તિ મોક્ષ છે. પગમાં કાંટો વાગ્યો તેંધી પીડા થઈ – દુ:ખ થયું. કાંટો કાઢી નાખવામાં આવ્યો, કાંટાની પીડામાંથી મુક્તિ થઈ. પરંતુ કરી કાંટો વાગવાનો સંભવ દૂર થયો નથી. વળી, કાંટાની પીડા દૂર થવા છતાં ગુમડા વગેરેની બીજી પીડા રહી હોવાનો સંભવ છે જ. એટલે કાંટાની પીડામાંથી મુકિતને આત્યંતિક દુઃખમુક્તિ ન કહેવાય.' દુઃખ કોને છે ? આત્માને. દુઃખ શરીર, મન કે ઇન્દ્રિય અનુભવતાં નથી પણ તેમના દ્વારા બીજું કોઈ અનુભવે છે અને તે છે આત્મા આ આત્મા શું છે અને તેનું સ્વરૂપ કેવું છે એ આપણે જાણી લઈએ તો મોક્ષના સ્વરૂપને સમજવું સરળ થઈ જશે. અહીં ચાર્વાક, પ્રાચીન સાંખ્ય, જૈન, બૌદ્ધ, ઉત્તરાલીન સાંખ્યયોગ, ન્યાયવૈશેષિક, શાંકર વેદાન્તઆટલાં દર્શનોનો આત્મા વિશે શો મત છે તે સંક્ષેપમાં જોઈ જઈએ. અાત્મા ચાર્વાક (અચિત્તાત). ચાર્વાકો કેવળ અચિત્ત તત્ત્વને જ માને છે. પૃથ્વી આદિ ભૂતોના વિશિષ્ટ સંયોજનને પરિણામે શાનધર્મ સંયોજનમાં આવિર્ભાવ પામે છે. ભૂતોનું આ વિશિષ્ટ સંયોજન જ આત્મા છે. આત્મા કોઈ સ્વતંત્ર તત્વ નથી. સંયોજનનું વિઘટન થતાં સંયોજનનો નાશ થાય છે, અર્થાત્ આત્માને અત્યંત ઉચ્છેદ થાય છે. આમ અહીં જ્ઞાન એ અચિત્તનો જ ધર્મ છે. આ અચિત્ત તત્ત્વ પરિણમનશીલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 18