Page #1
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર
પ્રાસ્તાવિક મોક્ષ એટલે મુક્તિ કોની? પોતાની-આત્માની. શેમાંથી ? દુખમાંથી. પોતાની અર્થાત્ આત્માની દુઃખમાંથી મુક્તિ એટલે મોક્ષ. આમાં નીચેની બાબતોનો પૂર્વસ્વીકાર જરૂરી છે: (૧) પોતાનું અર્થાત્ આત્માનું અસ્તિત્વ છે. (૨) પોતાને અર્થાત્ આત્માને દુ:ખ છે. (૩) દુઃખનાં કારણો છે. (૪) દુઃખનાં કારણોને દૂર કરવાના ઉપાયો છે. (૫) દુઃખમુક્તિ શકચ છે. આમાં ભગવાન બુદ્ધનાં ચાર આર્યસત્યનો અને યોગદર્શનના ચતુર્વ્યૂહનો સમાવેશ છે. •
આ દુઃખમુક્તિ થોડા વખત પૂરતી નથી પરંતુ સદાને માટે છે. એક વાર દુઃખમાંથી મુક્ત થયા એટલે ફરી કદી દુ:ખ પડવાનું જ નહિ. બધા પ્રકારનાં દુઃખોમાંથી હંમેશ માટેની મુક્તિને દર્શનશાસ્ત્રમાં મોક્ષ કહેવામાં આવે છે. આત્યંતિક દુઃખમુક્તિ મોક્ષ છે. પગમાં કાંટો વાગ્યો તેંધી પીડા થઈ – દુ:ખ થયું. કાંટો કાઢી નાખવામાં આવ્યો, કાંટાની પીડામાંથી મુક્તિ થઈ. પરંતુ કરી કાંટો વાગવાનો સંભવ દૂર થયો નથી. વળી, કાંટાની પીડા દૂર થવા છતાં ગુમડા વગેરેની બીજી પીડા રહી હોવાનો સંભવ છે જ. એટલે કાંટાની પીડામાંથી મુકિતને આત્યંતિક દુઃખમુક્તિ ન કહેવાય.'
દુઃખ કોને છે ? આત્માને. દુઃખ શરીર, મન કે ઇન્દ્રિય અનુભવતાં નથી પણ તેમના દ્વારા બીજું કોઈ અનુભવે છે અને તે છે આત્મા આ આત્મા શું છે અને તેનું સ્વરૂપ કેવું છે એ આપણે જાણી લઈએ તો મોક્ષના સ્વરૂપને સમજવું સરળ થઈ જશે. અહીં ચાર્વાક, પ્રાચીન સાંખ્ય, જૈન, બૌદ્ધ, ઉત્તરાલીન સાંખ્યયોગ, ન્યાયવૈશેષિક, શાંકર વેદાન્તઆટલાં દર્શનોનો આત્મા વિશે શો મત છે તે સંક્ષેપમાં જોઈ જઈએ.
અાત્મા
ચાર્વાક (અચિત્તાત).
ચાર્વાકો કેવળ અચિત્ત તત્ત્વને જ માને છે. પૃથ્વી આદિ ભૂતોના વિશિષ્ટ સંયોજનને પરિણામે શાનધર્મ સંયોજનમાં આવિર્ભાવ પામે છે. ભૂતોનું આ વિશિષ્ટ સંયોજન જ આત્મા છે. આત્મા કોઈ સ્વતંત્ર તત્વ નથી. સંયોજનનું વિઘટન થતાં સંયોજનનો નાશ થાય છે, અર્થાત્ આત્માને અત્યંત ઉચ્છેદ થાય છે. આમ અહીં જ્ઞાન એ અચિત્તનો જ ધર્મ છે. આ અચિત્ત તત્ત્વ પરિણમનશીલ છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન પ્રાચીન સાંખ્ય, જૈન અને બૌદ્ધઃ (ચિત્ત અચિત્ત દ્વત)
ચાર્વાક મતની વિરુદ્ધ પ્રાચીન સાંખ્ય (ચોવીસ તત્ત્વમાં માનનાર સાંખ્ય), જેન” અને બૌદ્ધ એવું પ્રતિપાદન કર્યું કે જ્ઞાનધર્મ એ ભૌતિક ધમાંથી ભિન્ન શ્રેણિનો છે, અને તેથી ભૌતિક ધર્મો ધરાવનાર અચિત્ત તત્ત્વનો તે ધર્મ હોઈ શકે નહિ. તેને માટે અચિત્ત તત્ત્વથી તદ્દન ઊલટું સ્વતંત્ર ચિત્ત તત્ત્વ સ્વીકારવું જોઈએ. અચિત્ત તત્ત્વની જેમ આ ચિત્ત તત્ત્વ પણ પરિણમનશીલ છે. તેથી ચિત્ત અને અચિત્તનો સંયોગ-વિયોગ થાય છે. ઉત્તરકાલીન સાંગ (આત્મ-અનાત્મત)
ઉત્તરકાલીન સાંખ્ય ચિત્ત-અચિત્તના તના સ્થાને આત્મ-અનાત્મના દ્રતની સ્થાપના કરી. તેણે ચિત્તથી ઉપરવટ પુરુષ યા આત્મા નામનું તત્ત્વ સ્વીકાર્યું. તેના સ્વીકારને ન્યાય્યઠેરવવા દર્શન” નામના ધર્મનું પ્રતિપાદન તેણે કર્યું. તેણે કહ્યું કે જ્ઞાન એ ચિત્તનો ધર્મ છે જ્યારે દર્શન એ પુરુષનો ધર્મ છે. ચિત્ત જ્ઞાતા છે જ્યારે પુરુષ દ્રષ્ટા છે. આ નવા સ્વીકારેલા પુરુષને તેણે પરિણમનશીલ ન માનતાં ફૂટસ્થનિત્ય માન્યો. આમ પરિણામી અને ફૂટસ્થનિત્યનું દ્રત ઊભું થયું. કૂટનિત્ય આત્માનો પરિણામી ચિત્તઅચિત્ત સાથે સાચો સંયોગ-વિયોગ ઘટતો ન હોઈ બિબ-પ્રતિબિંબ સંબંધની ભાષા બોલાવી શરૂ થઈ." જૈન અને બૌદ્ધોએ ચિત્ત ઉપરવટ પુરુષ યા આત્મતત્વના સ્વીકારનો વિરોધ ર્યો અને જાહેર કર્યું કે સાંખે સ્વીકારેલ દર્શનધર્મને અમે સ્વીકારીએ છીએ પરંતુ તે ચિત્તનો જ ધર્મ છે. ચિત્ત કેવળ જ્ઞાતા નથી પણ જ્ઞાતા અને દ્રા બંનેય છે, એટલે ચિત્ત ઉપરવટ પુરુષ યા આત્માને સ્વીકારવાની કોઈ જરૂર નથી." ન્યાય-વૈરોષિક (આત્મ-અનાત્મત)
ન્યાય-વૈશેષિક દાર્શનિકોએ ઉત્તરકાલીન સાંગના ફૂટસ્થનિત્ય પુરુષ યા આત્માને સ્વીકાર્યો પરંતુ ઉત્તરકાલીન સાંપે પ્રકૃતિઅંતર્ગત ચિત્ત અને અચિત્ત બંનેનો સ્વીકાર કરેલો જ્યારે ન્યાય-વૈશેષિકે ચિત્તનો તદન અસ્વીકાર કર્યો. બૌદ્ધોએ અને જૈનોએ પુરુષને ન સ્વીકારી તેનો ધર્મ દર્શન ચિત્તમાં માન્યો, જ્યારે ન્યાય-વૈશેષિકોએ ચિત્તને ન સ્વીકારી તેનો ધર્મ જ્ઞાન પુરુષમાં અર્થાત્ આત્મામાં નાખ્યો. હવે આ ફાન ધર્મ પરિણામી હોઈ, ફૂટસ્થનિત્ય આત્મામાં પરિણામીપણું આવતું અટકાવવા કોઈ રસ્તો કાઢવાનું તેમને માટે અત્યંત આવશ્યક હતું. તેમણે કહ્યું કે જ્ઞાન ગુણ છે અને આત્મા દ્રવ્ય છે, અને દ્રવ્ય અને ગુણ વચ્ચે અત્યંત ભેદ છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ નથી તે તો શરીરાવચ્છિન્ન આત્મ-મન સન્નિકર્ષરૂપ નિમિત્તકારણથી આત્મામાં ઉત્પન્ન થઈ સમવાયસંબંધ દ્વારા તેમાં રહે છે. હવે અહીં પ્રશ્ન થાય કે પુરૂષ યા આત્માના ધર્મ દર્શન અંગે ન્યાય-વૈશેષિકો શું કહે છે? આત્માના ધર્મ દર્શન બાબત ક્યાંય કશી વાત તેઓએ કરી નથી. કદાચ તે જ તેમને મતે આત્માનું સ્વરૂપ હોય અને એમ હોય તો, ફાન. આત્માનો ગુણ અને દર્શને આત્માનું સ્વરૂપ ગણાય. પરિણામે દર્શનને આત્મા કદી ન
Page #3
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર છોડે. સાંખ્યના ચિત્તનો ધર્મ એકલો જ્ઞાન જ નથી પણ સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ વગેરે બીજા ઘણા ધર્મો તેના છે. આ બધા ધર્મોને ચિત્ત ન સ્વીકારનાર ન્યાય-વૈશેષિકોએ આત્માના ગુણો ગણ્યા છે." શાંકર વેદાન્ત (આત્માદ્વૈત)
શાંકર વેદાન્ત ચિત્ત અને અચિત્ત બંનેનો અસ્વીકાર કર્યો છે. ન્યાય-વૈશેષિકોએ ચિત્તને ન સ્વીકારવા છતાં ચિત્તના ધમને સ્વીકારી તેમને પુરુષના ગણ્યા પરંતુ શાંકર વેદાન્તીએ તો તે ચિત્તના ધર્મોને પણ સ્વીકાર્યા નથી. અચિત્ત, ચિત્ત, ચિત્તધર્મો બધું જ મિથ્યા છે. કેવળ પુરુષ જ સત્ય છે. આમ હોય તો ચિત્તનો ધર્મ જ્ઞાન એ પુરુષમાં તેઓ
સ્વીકારે જ નહિ. કેવળ દર્શન જ પુરુષમાં હોય, જ્ઞાન નહિ. પુરુષ જ્ઞાનસ્વરૂપ નહિ પણ દર્શનસ્વરૂપે મનાય. શિથિલપણે દર્શનના અર્થમાં ‘શન’ શબ્દનો પ્રયોગ ભલે થતો જોવા મળે.
આમ જનો અને બૌદ્ધોને મતે પરિણમનશીલ ચિત્ત જ આત્મા છે જ્યારે ઉત્તરકાલીન સાંખ્ય, ન્યાય-વૈર્શેષિક અને વેદાન્તના મતે ફૂટસ્યનિત્ય પુરુષ આત્મા છે.
દુઃખ છે દરેકને પોતાને દુઃખનો અનુભવ છે. દુઃખ ત્રિવિધ છે-આધ્યાત્મિક (માનસિક), આધિભૌતિક (શરીરની અંદરથી રોગને લીધે ઉદભવતાં દુઃખો) અને આધિદૈવિક (બીજા જીવો દ્વારા અપાતાં શારીરિક દુઃખો). વિજ્યોને ભોગવતી વખતે લાગતું સુખ પણ પરિણામે દુઃખ છે. સુખભોગકાળે વિષયના નાના ભયે ચિત્તમાં દુઃખ બીજરૂપે હોય છે. મારા પ્રિય વિષયો છીનવાઈ જશે, નાશ પામશે એવું મનમાં રહ્યા કરે છે. વિષયના ભોગના સુખાનુભવના સંસ્કારો ભવિષ્યમાં નવા ભોગની સ્પૃહા જન્માવી દુ:ખનું વિષચક્ર ચાલુ રાખે છે. આમ વિષયોમાં પરિણામદુઃખતા, તાપ:ખતા અને સંસ્કારદુઃખતા છે. તેથી જ ભગવાન બુદ્ધે કહ્યું કે “સર્વ ૩:૩૫”. પોતાના સ્વભાવ ઉપર આવરણો આવી જવાં એ પણ દુઃખ છે. અલ્પતા દુઃખ છે. જન્મમરણ પણ દુ:ખ છે.
દુઃખનાં કારણો પોતાની જાતનું, પોતાના ખરા સ્વરૂપનું અજ્ઞાન એ દુઃખનું મૂળ કારણ છે. આ અજ્ઞાનને કારણે આપણે રાગદ્વેષ કરીએ છીએ અને રાગદ્વેષ દુઃખ પેદા કરે છે. અજ્ઞાન, રાગ, દ્વેષ આ લેશો છે. રાગ-દ્વેષપૂર્વક કરાતી પ્રવૃત્તિથી આત્મા (કે ચિત્ત) કર્મ બાંધે છે. સાંખ્યયોગ, જૈન તો આ કર્મને સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૌતિક દ્રવ્ય ગણે છે, જે આત્માની (કે ચિત્તની) ઉપર આવરણ રથી તેના જ્ઞાન આદિ ગુણને ઢાંકી દે છે. બૌદ્ધો પણ કર્મને આવા ભૌતિક દ્રવ્યરૂપ માનતા હોય એવો સંભવ છે. આ કર્મોનું આવરણ
Page #4
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
૧૦
દુઃખરૂપ છે. ક્લેશોને પણ આવરણ માનવામાં આવ્યાં છે. આસક્તિ, કામ, ક્રોધ, વગેરે સ્વભાવને કેવો ઢાંકી દે છે તેની વાત “ધ્યાયતો વિષયાન્ પુંસ:...'' શ્લોકમાં ગીતાએ ક્યાં નથી કરી ?
દુઃખનાં કારણોને દૂર કરવાના ઉપાય
દુઃખનાં કારણોને દૂર કરવા માટે સૌ પ્રથમ તો પોતાના ખરા સ્વરૂપનું જ્ઞાન મેળવવું જોઈએ. આને માટે ચિત્તશુદ્ધિ જરૂરી છે. ચિત્તમાંથી મળો દૂર કરવા મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા (માધ્યસ્થ્ય) ભાવના કેળવવી જોઈએ. વળી, અહિંસા આદિ પાંચ યમો અને ૌચ આદિ પાંચ નિયમોનું પાલન કરવું જોઈએ. પછી ધ્યાનમાર્ગની સાધના દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ. ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં પોતાના ખરા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. જેટલા ક્લેશો ઓછા એટલું દુઃખ ઓછું. ક્લેશપૂર્વક કરાતી પ્રવૃત્તિ જ કર્માવરણો રચતી હોઈ ક્લેશો દૂર થતાં કર્માવરણો સંપૂર્ણપણે દૂર ધાય છે અને ચિત્ત પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થાય છે, દુઃખમાંથી મુક્ત થાય છે.
મોક્ષ શક્ય છે ?
દુઃખમુક્તિ-મોક્ષ શક્ય છે. કેટલાક મોક્ષને અરાક્ય માને છે. તેમની દલીલો નીચે પ્રમાણે છે :
(૧) વ્યક્તિ જન્મે છે ત્યારે ક્લેશો સાથે જ જન્મે છે અને મરે છે ત્યારે પણ ક્લેશો સાથે જ મરે છે. ફ્લેશસંતતિ સ્વાભાવિક છે, અનાદિ છે, એટલે તેનો ઉચ્છેદ શક્ય નથી. ક્લેશોની શૃંખલા અત્યંત પ્રબળ અને અછેદ્ય છે. ક
(૨) વ્યક્તિ જન્મથી માંડી મૃત્યુ સુધી પ્રવૃત્તિઓ કર્યા જ કરે છે. પ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. બંધાયેલાં કર્મો ભોગવવા પ્રવૃત્તિ થાય છે. વળી તે પ્રવૃત્તિથી કર્મબંધ અને બંધાયેલાં કર્મ ભોગવવા વળી પ્રવૃત્તિ. આમ ચક્ર ચાલ્યા જ કરે છે, એટલે મોક્ષ શક્ય નથી.૪
(૩) મોક્ષનું સાક્ષાત્ કારણ સ્વસ્વરૂપનું જ્ઞાન અર્થાત્ વિદ્યા છે. આ વિદ્યાની ઉત્પત્તિ માટેનો ઉપાય સમાધિ છે, પરંતુ સમાધિ પોતે જ અશક્ય છે કારણ કે વિષયો અત્યન્ત પ્રબળ છે;' ઇચ્છા ન કરવા છતાં વિષયો તો વૃત્તિઓ ઉત્પન્ન કરે છે અને ચિત્તને એકાગ્ર થવા દેતા નથી. વળી, આધિ, વ્યાધિ અને ઉપાધિને લઈને ચિત્ત એકાગ્ર થઈ શકતું નથી. ``
(૪) જો મોક્ષ સંભવતો હોય તો એક સમય એવો આવે જ્યારે બધા મુક્ત થઈ જાય
અને સંસારનો ઉચ્છેદ થઈ જાય. મોક્ષની સંભાવના સ્વીકારતાં સંસારોચ્છેદની આપત્તિ આવે. તેથી મોક્ષ સંભવતો નથી.
*
ઉપરની ચારેય દલીલોના ઉત્તરો નીચે પ્રમાણે છે :
Page #5
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં મોવિચાર
(૧) લેશોનો ઉચછેદ શક્ય છે એ સુષુપ્તિના દાન્તથી સમજાય છે. ફ્લેશપશાન્તિની અવસ્થા સુષુપ્તિ એ ફ્લેશક્ષયની અવસ્થાની સંભવિતતા સૂચવે છે. ક્લેશો સ્વાભાવિક નથી પણ તેમનું કારણ છે. તેમનું કારણ અજ્ઞાન છે. રાગ વગેરેનો નાશ તેમની પ્રતિપક્ષ મિત્રી આદિ ભાવનાઓથી થઈ શકે છે.*
(૨) ક્લેશરહિત વ્યક્તિની પ્રવૃત્તિ કર્મબંધનું કારણ નથી.” (૩) વિક્ષેપ સમાધિનો ભંગ ન કરી શકે તે માટેનો ઉપાય છે અભ્યાસ.* *
(૪) મોક્ષ શક્ય હોવા છતાં સંસારોચ્છેદ થવાનો નથી કારણ કે સંસારી જીવો અનંત છે. માટે આત્યંતિક દુઃખમુક્તિ શક્ય છે એ નિઃશંક છે.”
મોક્ષ જૈિનોને મતે મોક્ષ :
અનાદિ કાળથી ફ્લેશયુક્ત (કષાયયુક્ત) પ્રવૃત્તિઓને કારણે ચિત્તને લાગતાં રહેલાં કર્મોનાં આવરણો, કલેશોનો સંપૂર્ણ ક્ષય થતાં જ્યારે સંપૂર્ણપણે દૂર થાય છે ત્યારે જીવનો મોક્ષ થયો કહેવાય છે. જેનોને મતે ચિત્ત જ આત્મા છે, તે પરિણામી છે. મોક્ષમાં પણ તે પરિણામી જ રહે છે અને શુદ્ધ પરિણામોનો પ્રવાહ ચાલ્યા કરે છે. શુદ્ધ ચિત્ત અનંત જ્ઞાન અને અનંત દર્શન ધરાવે છે કારણ કે જ્ઞાનાવરણીય કર્મો અને દર્શનાવરણીય કર્મોનો ક્ષય થઈ ગયો હોય છે. સુખ અને દુઃખના કારણભૂત વેઠનીકર્મનો ક્ષય થઈ ગયો હોઈ સુખદુઃખથી પર તે બની જાય છે. આને પરમ આનન્દની અવસ્યાં ગણવામાં આવે છે. દર્શનમોહનીય કર્મનો ક્ષય થયો હોઈ ચિત્તને ક્ષાયિક સમ્યક દર્શન હોય છે. ચારિત્ર્યમહનીય કર્મનો ક્ષય થયો હોઈ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોનો આવિર્ભાવ પણ તેમાં શક્ય નથી. અન્તરાય કર્મના ક્ષયના કારણે આત્મા મોક્ષમાં પૂર્ણ વીર્ય ધરાવે છે. નામકર્મના, ગોત્રકર્મના અને આયુકર્મના ક્ષયને કારણે વ્યક્તિત્વનો, ઊંચ-નીચ ગોત્રનો અને આયુષ્યનો અભાવ હોય છે, અર્થાત્ મોક્ષની સ્થિતિમાં તે અરારીરી હોય છે.”
મોક્ષ થતાં જીવ ક્યાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં જૈનો જણાવે છે કે કેમ દૂર થતાં જીવ ઊર્ધ્વગતિ કરે છે અને સીધો એક ક્ષણમાં તે લોકના અગ્રભાગે પહોંચી ત્યાં આવેલ સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે.
જો શુદ્ધ ચિત્તો બધાં જ અનન્તજ્ઞાની, અનંતદર્શી, અનંતચારિત્રી અને અનંતવીર્યવાનું હોય તો તેમની વચ્ચે ભેદ શો ? કંઈ જ નહિ. બધાં એકસરખાં હોય છે. પરંતુ જેનોએ અહીં મોક્ષમાં પણ દરેકનું જુદું વ્યક્તિત્વ સ્થાપવા પ્રયત્ન કર્યો છે અને જણાવ્યું છે કે અંતિમ જન્મમાં દેહપાત વખતે જે શરીરાકાર હોય તેવો આકાર મોક્ષાવસ્થામાં પણ તેનો હોય છે. આ જન માન્યતા કંઈક વિચિત્ર લાગે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન મોક્ષના ઉપાયો તરીકે જેનો સંવર અને નિર્જરાને ગણાવે છે. સંવરનો અર્થ છે કમોને આવતાં અટકાવવા અને નિર્જરાનો અર્થ છે લાગેલાં કર્મોને દૂર કરવાં. કમને આવતાં અટકાવવા માટે મન, વચન, કાયાની પ્રવૃત્તિનો સંયમ (ગુપ્તિ), પ્રવૃત્તિ કરવામાં વિવેક રાખવો (સમિતિ), સહનશીલતા, સમતા. ક્ષમા, ત્યાગ, પાપવિરતિ, અનુપ્રેક્ષા, ત૫ વગેરે ઉપાયો જણાવાયા છે.* કમોને દૂર કરવા માટે તપ આવશ્યક છે. બીજી રીતે, જૈનો સમ્યફ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્રને મોક્ષનો ઉપાય ગણે છે. મોક્ષ માટે ત્રણેય જરૂરી છે. સમ્યફ દર્શન એ તત્ત્વ તરફનો પક્ષપાત છે, સત્ય તરફનો પક્ષપાત છે. - સમ્યફ દર્શનને પરિણામે, જે કંઈ જ્ઞાન હોય છે તે સમ્યફ બની જાય છે, કારણ કે હવે તે મોક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી બને છે અને કુકર્મોથી પાછા વાળે છે.”
જૈનોએ કર્મોના બે ભેદ ર્યા છે - ઇપથિક અને સાંપરાયિક ઇપથિક કર્મો તે છે જે કષાયરહિત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે. અને સાંપરાયિક કર્મો તે છે જે ' ક્યાયયુક્ત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે. ઇર્યાપથિક કર્મો ખરેખર આત્મા સાથે બંધાતા નથી, બંધ નામનો જ હોય છે, તેનું કોઈ ફળ નથી આ દર્શાવે છે કે પ્રવૃત્તિ છોડવા કરતાં કષાયો છોડવા ઉપર વિશેષ ભાર આપવો ઉચિત છે. જેનામાં કષાયો નથી તેમ છતાં જે પ્રવૃત્તિ કરે છે તેને જેના પરિભાષામાં સયોગીકેવલી કહેવામાં આવે છે. તેને જીવન્મુક્ત ગણી શકાય. જે લેશો ઉપરાંત કર્મથી અને પ્રવૃત્તિથી પણ મુક્ત બને છે તેને અયોગીકેવલી કહેવામાં આવે છે. આને વિદેહમુક્ત ગણી શકાય. બૌદ્ધને મતે મોક્ષ
બૌદ્ધ મતે ચિત્ત જ આત્મા છે. ચિત્ત સ્વભાવથી પ્રભાસ્કર છે. જ્ઞાન અને દર્શન તેનો સ્વભાવ છે. રાગ-દ્વેષ આદિ મળો આગન્તુક છે. આ આગંતુક મળો અનાદિ કાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં લાવવા બુદ્ધનો ઉપદેશ છે. મળો દૂર થતાં ચિત્તનું સ્વસ્વભાવમાં આવવું તે જ મોક્ષ છે.” ‘મુર્નિર્માતા થિય: ૨
બૌદ્ધો મોક્ષને માટે નિર્વાણ’ શબ્દનો પ્રયોગ કરે છે.
બૌદ્ધ મોક્ષને વિશે કહેવામાં આવ્યું છે કે પ-વે-સંજ્ઞા-સંસારવિજ્ઞાનપશ્ચનિોધાતુ અમાવો મોક્ષ, આમ પંચસ્કન્ધાભાવ એ મોક્ષ છે. રૂપસ્ક-ધ દેહવાચી છે. તેનો વ્યાપક અર્થ છે ભૂત-ભૌતિક શેયપદાર્થો. વિજ્ઞાન સ્કંધ એ નિર્વિચાર અને પરિણામે કેવળ અનુભવાત્મક એવું વિષયાકાર જ્ઞાન છે. સંશાધ એ વિચાર અને સ્મૃતિજન્ય જ્ઞાન છે. વેદનાસ્કંધ સુખ-દુ:ખનું વેઠન છે. સંસ્કારસ્કંધ એ વાસના છે. આ પાંચ કંધોનો નિરોધ એ મોક્ષ છે. આનો અર્થ એ થયો કે ચિત્તની વૃત્તિરહિતતા નિર્વાણ છે. નિર્વાણમાં વિષયાકારો કે સુખદુખાકારો ચિત્તમાં ઊઠતા નથી. નિર્વાણમાં કેવળ શક્તિ હોય છે. તેને સુખ ગણવું હોય તો ગણો. એક વાર ચિત્ત આવી અવસ્થાને
Page #7
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર
૧૩
પામે છે પછી તે તેમાંથી ચુત થતું નથી. આ અર્થમાં નિર્વાણને અચ્યુત અને નિત્ય ગણવામાં આવે છે.
રૂપાદિ પાંચ સ્કંધો જ સંસારી અવસ્થામાં એક ચિત્તનો બીજા ચિત્તથી ભેદ કરે છે અને વ્યક્તિત્વ બક્ષે છે. આ વ્યક્તિત્વને માટે ‘પુદ્ગલ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. રૂપ આદિ પાંચ સ્કંધો જ ચિત્તનું વ્યક્તિત્વ છે, મહોરું (mask) છે. તેમનાથી અતિરિક્ત વ્યક્તિત્વ છે જ નહિ. આ સમજાવવા માટે જ નાગસેને રયનું પ્રસિદ્ધ દષ્ટાન્ત આપ્યું છે. રથના એક એક અવયવને લઈ નાગસેન પૂછે છે, ‘‘આ રથ છે’’ ?-દરેક વખતે મિલિન્દ ‘“ના’’ કહે છે. છેવટે કોઈ અવયવ કે શું બચતું નથી ત્યારે નાગસેન પૂછે છે કે તો પછી રથ ક્યાં ? ચક્ર આદિ અવયવોથી અતિરિક્ત રથ નામની કોઈ અવયવી વસ્તુ નથી. અવયવોથી ભિન્ન અવયવી નામની કોઈ વસ્તુને બૌદ્ધો સ્વીકારતા નથી એ અહીં ધ્યાનમાં રાખીએ. સ્કંધો પોતે જ વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વને જ પુદ્ગલ કહેવામાં આવે છે.' નિર્વાણમાં પાંચ સ્કંધોનો અભાવ થતાં વ્યક્તિત્વનો અર્થાત્ પુદ્ગલનો અભાવ થાય છે. પરંતુ એનો અર્થ એ નહિ કે ચિત્તનો અભાવ થઈ જાય છે. વ્યક્તિત્વવિહીન ચિત્ત તો નિર્વાણમાં રહે છે જ.૪૫ અર્થાત્, નિર્વાણમાં બધાં ચિત્તો તદ્દન એકસરખાં જ હોય છે. તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. દીપનિર્વાણનું દૃષ્ટાન્ત આ પુદ્ગલનિર્વાણને સમજાવે છે. તેલ ખૂટી જતાં કે વાટ સળગી જતાં દીવો જેમ હોલવાઈ જાય છે, તેનો ઉચ્છેદ થાય છે, તેમ પાંચ સ્કંધોનો અભાવ થતાં વ્યક્તિત્વનો (પુદ્દગલનો) નાશ થાય છે. ‘આત્મા’ શબ્દ ચિત્ત અને પુદ્ગલ બંનેને માટે વપરાયો હોવાથી નિર્વાણમાં ચિત્તનોય અભાવ થઈ જાય છે એવી ગેરસમજ ઊભી થઈ છે.
કેટલાકના મતે દીપનિર્વાણનું દૃષ્ટાન્ત, મુક્ત થયેલું ચિત્ત ક્યાં જાય છે એવા પ્રશ્નનો પોતાનો ઉત્તર સમજાવવા બૌદ્ધોએ આપેલ છે. દીવો બુઝાઈ જતાં ક્યાં જાય છે ? પૂર્વમાં, ઉત્તરમાં, ઉપર, નીચે, દક્ષિણમાં, ઇત્યાદિ ? આવો પ્રશ્ન પૂછી બૌદ્ધો સૂચવવા માગે છે કે મુક્ત થયેલું ચિત્ત ક્યાં જાય છે એ પ્રશ્ન પૂછવો યોગ્ય નથી. તે અમુક જગ્યાએ જઈને રહે છે એમ કહેવું ઉચિત નથી. સિદ્ધશિલા જેવી કલ્પનાને બૌદ્ધો યોગ્ય ગણતા નથી.
બૌદ્ધોએ નિર્વાણના બે પ્રકાર માન્યા છે - સોપધિશેષ અને નિરુપધિશેષ. સોપધિરોષમાં રાગાદિનો નારા થઈ જાય છે પણ પંચસ્કંધો રહે છે. અહીં ચિત્તનું પુદ્ગલ અર્થાત્ વ્યક્તિત્વ નિરાસ્રવ (રાગાદિ દોષરહિત) હોય છે. આને જીવન્મુક્તિ ગણી રાકાય. નિરુપધિરોષમાં પાંચ સ્કંધોનો પણ અભાવ થઈ જાય છે. અહીં ચિત્તનું પુદ્ગલ અર્થાત્ વ્યક્તિત્વ પણ નારા પામે છે. કેવળ ચિત્ત જ રહે છે. આને વિદેહમુક્તિ ગણી
શકાય.'
"
બૌદ્ધોનું ચિત્ત ક્ષણિક છે, તો પછી તેના મોક્ષની વાત કરવાનો શો અર્થ ? આનો ઉત્તર એ છે કે ચિત્ત ક્ષણિક હોવા છતાં એવાં ચિત્તોની એક હારમાળાને ( = સન્તતિને),
Page #8
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
૧૪
જેમાં પૂર્વપૂર્વનાં ક્ષણિક ચિત્તો ઉત્તરઉત્તરનાં ક્ષણિક ચિત્તોનાં ઉપાદાનકારણો હોય છે, બૌદ્ધો માને છે. ચિત્તસન્તતિમાં પ્રવાહનિત્યતા છે. તેથી તેના મોક્ષની વાત કરવામાં કશું અનુચિત નથી. જે ચિત્તસન્નતિ મળો દૂર કરી શુદ્ધ થાય છે તે જ સન્તતિ મુક્ત થાય છે, બીજી નહિ, ચિત્તસંતતિ અને ચિત્તદ્રવ્ય એ બેમાં કોઈ ખાસ ભેદ નથી.
*
બુદ્ધે નિર્વાણના ઉપાયો તરીકે શીલ, સમાધિ અને પ્રજ્ઞાને ગણાવ્યાં છે. વળી તેમણે આર્ય અષ્ટાંગિકમાર્ગ, સાત ખોધિઅંગ, ચાર મૈત્રી આદિ ભાવના (બ્રહ્મવિહાર) અને સમાધિને પણ નિર્વાણના ઉપાયો ગણાવ્યા છે. બૌદ્ધો પણ કહે છે કે તૃષ્ણા જ દુઃખનું મૂળ છે અને કર્મબંધનું કારણ છે, જે તૃષ્ણારહિત બની પ્રવૃત્તિ કરે છે, તે દુઃખી થતો નથી
અને કર્મ બધતો નથી.
સાંખ્ય યોગ દૃષ્ટિએ મોક્ષ
સાંખ્ય-યોગ મતે આધ્યાત્મિક, આર્થિદૈવિક અને આધિભૌતિક દુ:ખત્રયની આત્યંતિક નિવૃત્તિ મોક્ષ છે. સાંખ્યયોગ ચિત્ત ઉપરવટ પુરુષ માને છે. તેથી પ્રશ્ન ઊઠે છે કે મોક્ષ કોનો—ચિત્તનો કે પુરુષનો ? કેટલાક બંધ અને મોક્ષ ખરેખર ચિત્તના જ માને છે.' જ્યારે બીજા કેટલાક બંધ અને મોક્ષ પુરુષના માને છે, જેઓ બંધ અને મોક્ષ ચિત્તના માને છે તેઓ કહે છે : ચિત્તમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે. પુરુષના પ્રકારાથી પ્રકાશિત ચિત્ત પોતે જ પુરુષ છું એવું અભિમામ ધરાવે છે. આ ચિત્તનો અવિવેક (યા અજ્ઞાન) છે. ચિત્ત યોગસાધના દ્વારા વૃત્તિનિરોધ કરે છે અને ચિત્તમળોને દૂર કરી પોતાની શુદ્ધિ કરે છે. આવા ચિત્તમાં પુરુષનું સ્પષ્ટ અને વિશદ પ્રતિબિંબ પડે છે. હવે ચિત્તને પુરુષના ખરા સ્વરૂપનું જ્ઞાન થાય છે અને પરિણામે પોતાનો પુરુષથી ભેઠ સમજાય છે. આ છે વિવેજ્ઞાન. વિવેકજ્ઞાનથી તે જાણે છે કે પુરુષ તો કૂટસ્થનિત્ય અને નિર્ગુણ છે, જ્યારે હું પરિણામી અને ગુણી છું. આવું વિવેકાન થતાં ચિત્ત પુરુષના પ્રતિબિંબને ઝીલવાનું બંધ કરી દે છે અને સંપૂર્ણ વૃત્તિનિરોધ કરી પુરુષ આગળ પોતે પ્રગટ થવાનું બંધ કરી દે છે. તેને હવે પુરુષ સાથે કોઈ સંબંધ રહેતો નથી, કારણ કે પુરુષ ચિત્તની વૃત્તિઓનો જ દ્રષ્ટા છે. પરંતુ વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ થતાં પુરુષ પોતે દ્રષ્ટાસ્વરૂપ હોવા છતાં તેનો ચિત્ત સાથેનો દ્રષ્ટાપણાનો સંબંધ પૂરો થઈ જાય છે. ચિત્ત કેવળ ખની જાય છે. પુરુષનું પ્રતિબિંબ ચિત્તમાં પડતું નથી. છેવટે ચિત્તનો પોતાની મૂળ પ્રકૃતિમાં લય થઈ જાય છે. આ ચિત્તય જ મોક્ષ છે. ચિત્તમાં પુરુષના પ્રતિબિંબનો અર્થ સમજવાનો છે ચિત્તનું પુરુષાકારે પરિણમન. ચિત્ત તે તે વિષયના આકારે પરિણમી તેને જાણે છે.
પર
જેઓ ચિત્તનો મોક્ષ માને છે તેઓ પુરુષમાં ચિત્તના પ્રતિબિંબની વાત કરતા નથી. જેઓ પુરુષનો મોક્ષ માને છે તેઓ પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ સ્વીકારે છે. આ પ્રતિબિંબ દ્દર્પણમાં મુખપ્રતિબિંબ જેવું છે, પરિણામરૂપ નથી. તેમ છતાં જેઓ પુરુષમાં
૫
Page #9
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર
૧૫ ચિત્તનું પ્રતિબિંબ નથી સ્વીકારતા તેઓ માને છે કે આવું પ્રતિબિંબ પણ પુરુષમાં માનીએ તો કૂટસ્થનિત્ય પુરુષની બે અવસ્થાઓ માનવી પડે અને પરિણામે પુરુષના ફૂટસ્યનિત્યત્વને હાનિ થાય..
કોઈને પ્રશ્ન થાય કે ચિત્તના મોક્ષની વાતમાં દુઃખમુક્તિ ક્યાં આવી? એનો ઉત્તર આ પ્રમાણે છે : દુઃખ એ ચિત્તની વૃત્તિ છે. દુઃખરૂપ ચિત્તવૃત્તિ ઉદ્દભવવાનું કારણ રાગ આદિ લેશો છે. લેશો પણ ચિત્તવૃત્તિઓ છે. રાગ આદિ ક્લેશરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં દુઃખરૂપ ચિત્તવૃત્તિઓનો વિરોધ થઈ જાય છે. વિવેકાનરૂપ ચિત્તવૃત્તિથી અવિવેકાનરૂપ ચિત્તવૃત્તિનો વિરોધ થઈ જાય છે. અવિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નિરોધ થતાં રાગ આદિ ક્લેશરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે અને કલેશરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં દુ:ખરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે."*
વિવેકી ચિત્તને ક્લેશ કે દુઃખ હોતાં નથી. વિવેકી ચિત્તને પુનર્ભવ નથી. આ જીવન્મુક્તિ છે. તેનાં પ્રારબ્ધ કર્મો ભોગવાઈ જતાં વિવેકી ચિત્તકર્મમુક્ત થાય છે અને તેનો પ્રકૃતિમાં લય થાય છે. આ વિદેહમુક્તિ છે. આમ ક્રમથી અાનમુક્તિ, લેશમુક્તિ, દુઃખમુક્તિ અને કર્મમુક્તિ થાય છે."
જેઓ પુરુષની મુક્તિની વાત કરે છે તેઓ આ પ્રમાણે જણાવે છે : પરિણામી ચિત્તની વૃત્તિઓનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે. પુરુષગત ચિત્તવૃત્તિના પ્રતિબિંબનો અર્થ પુરુષનું ચિત્તવૃત્તિના આકારે પરિણમન નથી પરંતુ કેવળ પ્રતિબિબ જ છે. તેથી પુરુષની ફૂટસ્થનિત્યતાને કંઈ વાંધો આવતો નથી. ચિત્તની સ્વ-પુરુષના અવિવેકરૂપ ચિત્તવૃત્તિ, સુખાકાર કે દુઃખાકાર ચિત્તવૃત્તિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. આમ પુરુષમાં પ્રતિબિંબાત્મક અવિવેક અને દુ:ખ છે. જ્યારે ચિત્તમાં વિવેકજ્ઞાનરૂપી વૃત્તિ જાગે છે ત્યારે મથી રાગાદિ ક્લોરૂપ ચિત્તવૃત્તિઓ અને દુઃખરૂપ ચિત્તવૃત્તિઓ ચિત્તમાં ઊઠતી નથી. પરિણામે પુરુષમાં પણ પ્રતિબિંબાત્મક વિજ્ઞાન જાગે છે અને તેથી ક્રમશ: પ્રતિબિંબાત્મક ક્લેશરૂપ ચિત્તવૃત્તિઓ અને દુઃખરૂપ ચિત્તવૃત્તિઓ દૂર થાય છે. આમ પુરુષ પ્રતિબિંબાત્મક દુઃખમાંથી મુક્ત થાય છે. છેવટે જ્યારે ચિત્ત વિવેકજ્ઞાનરૂપ વૃત્તિનોય નિરોધ કરી સર્વે વૃત્તિઓનો નિરોધ સાધે છે ત્યારે ચિત્તનું પ્રતિબિંબ પુરુષમાં પડતું બંધ થઈ જાય છે, કારણ કે વૃત્તિરહિત ચિત્તનું પ્રતિબિંબ પુરુષમાં પડી શકતું નથી. આમ પુરુષ સાવ કેવળ બની જાય છે અને કેવલ્ય પામ્યો એમ કહેવાય છે.
આમ ચિત્તનો યા ગુણોનો પોતાના મૂળ કારણમાં લય એ કેવલ્ય છે, અથવા સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત ચિતિશક્તિ એ કેવલ્ય છે.'
મોક્ષમાં ચિત્તનો તો લય થઈ ગયો હોય છે. કેવળ પુરુષ જ હોય છે. પુરુષને સુખ હોતું નથી, કારણ કે હવે સુખરૂપ ચિત્તવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ અસંભવ છે. બીજું, પુરુષ દ્રષ્ટા છે પરંતુ તેના દરનના વિષયભૂત ચિત્તવૃત્તિનો અભાવ હોઈ પુરુષને કરાનું દર્શન
Page #10
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન નથી. આમ અહીં તે કશાનું દર્શન ન કરતો હોવા છતાં દ્રષ્ટા છે, સાંખ્યયોગ પુરુષબહુત્વવાદી હોઈ આવા મુક્ત પુરુષો અનેક છે. મુક્ત પુરુષોને રહેવાનું કોઈ નિયત સ્થાન સાંખ્યયોગે જણાવ્યું નથી. આનું કારણ એ હોઈ શકે કે તેમને મતે પુરુષ વિભુ યા સર્વગત છે. પુરુષને જ્ઞાન હોતું નથી કારણ કે એ તો ચિત્તનો ધર્મ છે. ન્યાય-વૈશેષિક મતે મોક્ષ
ન્યાય-વૈશેષિક મતે પણ આત્યંતિક દુઃખનિવૃત્તિ મોક્ષ છે. આપણે જોઈ ગયા કે આ દાર્શનિકો ચિત્તને માનતા નથી. પરંતુ ચિત્તના જ્ઞાન, દુઃખ વગેરે ધર્મો પુરુષમાં માને છે. આમ દુઃખ પુરુષનો ધર્મ છે, ગુણ છે. જ્ઞાન, સુખ, દુઃખ વગેરે ગુણો અનિત્ય છે. તેઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. અનિત્ય ગુણો ધરાવનાર પુરુષ ફૂટસ્યનિત્યકેમ હોઈ શકે? તે માટે ન્યાય-વૈશેષિકોએ અનિત્ય ગુણોને પુરુષથી અત્યંત ભિન્નમાન્યા છે. છતાં તે ઉત્પન્ન થઈ પુરુષમાં સમવાય સંબંધથી રહે છે. તેથી દુઃખ એ પુરુષનું સ્વરૂપ નથી પણ આવો ગુણ છે. દુ:ખની ઉત્પત્તિ થતી તદ્દન બંધ કરી દેવામાં આવે તો પુરુષમાં સમવાયસંબંધથી રહેતા દુઃખનો અભાવ થઈ જાય. આ જ મોક્ષ છે.
સાંખ્યના ચિત્તના જે ધર્મો છે તે વૈશેષિકના પુરુષના વિશેષ ગુણો છે. આ ગુણો નવ છે - જ્ઞાન, સુખ, દુ:ખ, ઇછા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર, આ નવેય ગુણોનો અત્યન્ત ઉચ્છેદ મોક્ષ છે. આત્માના આ વિશેષ ગુણોનો અત્યન્ત ઉચ્છેદ થવાથી આત્માનો પોતાનો ઉચ્છેદ થતો નથી, કારણ કે દ્રવ્યરૂપ આત્મા નિર્વિકાર, ફૂટનિત્ય છે અને તેનો તેના વિશેષગુણેથી અત્યન્ત ભેદ છે. આત્માના બધા વિશેષગુણોનો જ્યારે અત્યત ઉચ્છેદ થાય છે ત્યારે તેનું સ્વસ્વરૂપમાં અવસ્થાન થાય છે. પરંતુ આત્માનું સ્વરૂપ શું? ન્યાય-વૈશેષિકોએ કહ્યું નથી પણ તેમના આત્માનું
સ્વરૂપ પણ સાંગના પુરુષનું જ સ્વરૂપ – દર્શન – છે તે હોય. ન્યાય-વૈશેષિકોનો આત્મા " ચેતન છે. તેમને મતે જ્ઞાનયોગ્યતા જ આત્મસ્વરૂપ છે, જે મોક્ષમાં પણ હોય છે જ.
ઉપરની ચર્ચા ઉપરથી ફલિત થયું કે મોક્ષમાં આત્માને શાન પણ નથી કે સુખ પણ નથી. (અને દર્શનની વાત તો ક્યાંય ન્યાય-વૈશેષિકોએ કરી જ નથી.) ન્યાયવૈશેષિકોના આવા મોક્ષની કટુ આલોચના વિરોધીઓએ કરી છે. તેઓ કહે છે કે મુક્તિમાં આત્મા સુખ અને સંવેદનથી રહિત થઈ જતો હોય તો એની અને જડ પથ્થરની વચ્ચે શું અંતર રહ્યું? મુક્ત આત્મા અને જડ પથ્થર બંને સુખ અને શાનથી રહિત છે. જ મુક્ત આત્મા જડ પથ્થર જેવો જ હોય તે પછી તે દુ:ખમુક્ત છે એમ કહેવાનો શો અર્થ? આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિકો જણાવે છે કે કોઈ બુદ્ધિમાન માણસને એવું કહેતો સાંભળ્યો નથી કે પથ્થર દુ:ખમાંથી મુક્ત થયો. દુઃખનિવૃત્તિનો પ્રશ્ન તેની જ બાબતમાં ઊઠે છે જેની બાબતમાં દુ:ખોત્પત્તિ શક્ય હોય. પથ્થરમાં દુ: ખોત્પત્તિ રાજ્ય જ નથી. તેથી મુક્ત આત્માને પથ્થર સાથે સરખાવવો યોગ્ય નથી. વળી, વિરોધીઓ
Page #11
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર આક્ષેપ કરે છે કે જો મુક્ત પુરુષને કંઈ જ્ઞાન ન હોય અને તેને કંઈ સુખ ન હોય તો તેની અવસ્થા મૂર્છાવસ્થા જેવી ગણાય અને મૂછવસ્થાને કોઈ નથી ઇચ્છતું, તો તેને કોણ ઈચ્છે ? આના ઉત્તરમાં વાય-વૈશેષિક જણાવે છે કે બુદ્ધિમાન મનુષ્ય કદીય મૂર્વાવસ્થાનથી ઈચ્છતો એમ માનવું બરાબર નથી. અસહ્ય વેદનાથી કંટાળી બુદ્ધિમાન મનુષ્ય પણ મૂર્વાવસ્થા. ઇચ્છે છે અને કેટલીક વાર તો આત્મહત્યા કરવા પણ તત્પર થાય છે. વળી, ન્યાય-વૈશેષિક ચિંતકો કહે છે કે સુખ અને દુઃખનિવૃત્તિ બંનેય ઈઝ છે, પુરુષાર્થ છે, પરંતુ બુદ્ધિમાન વ્યક્તિને તે બેમાંથી દુઃખનિવૃત્તિ જ વધુ પ્રિય છે કારણ કે તે જાણે છે કે કેવળ સુખ પામવું અશક્ય છે, સુખ દુઃખાનુષક્ત જ હોય છે. ન્યાય-વૈશેષિકના આ પ્રસ્થાપિત સિદ્ધાંત વિરુદ્ધ નવમી શતાબ્દીના ભાવસર્વજ્ઞ નામના નૈયાયિકે મોક્ષમાં નિત્ય સુખ અને તેના સંવેદનની સ્થાપના કરી છે.*
જો પુરુષનું સ્વરૂપ દર્શન હોય તો ન્યાય-વૈશેષિકોએ દર્શનની વાત કેમ ક્યાંય કરી નથી? આપણે જાણીએ છીએ કે પુરુષના દર્શનનો વિષય ચિત્તવૃત્તિઓ છે. ચિત્તને ન માનવાથી ચિત્તવૃત્તિઓનો અભાવ છે. તેથી ન્યાય-વૈશેષિકોના પુરુષને દર્શનના વિષયનો સદંતર સર્વકાળે અભાવ છે. એટલે ન્યાય-વૈશેષિકોએ દર્શનની વાત કરી લાગતી નથી. ચિત્તને ન માનવા છતાં વૃત્તિઓ તો ન્યાય-વૈશેષિકોએ માની છે, અલબત્ત તે પુરુષગત છે. પુરુષમાં સમવાયસંબંધથી રહેતી વૃત્તિઓનું દર્શન પુરૂષ કરે છે એમ માનવામાં ન્યાય-વૈશેષિકોને શી આપત્તિ છે? કોઈ આપત્તિ જણાતી નથી. અલબત્ત, તેમ માનતાં તેમણે જ્ઞાન કદી અસંવિદિત રહેતું નથી એમ માનવું પડે, જ્ઞાન સંવિદિત જ ઉત્પન્ન થાય
છે એમ માનવું પડે - જે એમને ઈષ્ટ નથી. કદાચ એ કારણે દર્શનને તેમણે સ્વીકાર્યું જ ન . હોય એમ બને.
અનાત્મ દેહ વગેરેમાં આત્મબુદ્ધિ મિથ્યાજ્ઞાન છે ” અનાત્મ દેહ વગેરેમાં અનાત્મબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ તત્ત્વજ્ઞાન છે." તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાન દૂર થાય છે. મિથ્યાજ્ઞાન દૂર થતાં અનાત્મ શરીર વગેરે પ્રત્યેનો મોહ – રાગ દૂર થાય છે. અર્થાતુ મિથ્યાજ્ઞાન દૂર થતાં રાગ વગેરે દોષો દૂર થાય છે. રાગ વગેરે દોષો દૂર થતાં વ્યક્તિની પ્રવૃત્તિ નિર્દોષ બની જાય છે. આવી રાગાદિદોષરહિત પ્રવૃત્તિ પુનર્ભવનું કારણ નથી. દોષરહિત પ્રવૃત્તિ કરનારને પુનર્ભવ અટકી જાય છે. પ્રવૃત્તિ દોષરહિત હોવાથી નવાં કર્મો બંધાતાં નથી. તેથી જે રાગ વગેરે દોષોથી મુક્ત થઈ ગયો હોય છે તે વિહરતો. હોવા છતાં મુક્ત છે - જીવન્મુક્ત છે. આ અવસ્થાને અપરામુક્તિ કહેવામાં આવે છે.
જે રાગ વગેરે દોષોથી મુક્ત થયો હોય છે તેનો પુનર્ભવ અટકી ગયો હોવા છતાં અને તે નવાં કર્મો બાંધતો ન હોવા છતાં તેનાં પૂર્વકૃત કર્મોનાં બધાં ફળ ભોગવાઈન જાય ત્યાં સુધી તેને છેલ્લા જન્મમાં જીવવાનું હોય છે. અનન્ત જન્મોમાં કરેલાં કર્મો એક જન્મમાં કેવી રીતે ભોગવાઈ જાય એવી શંકા અહીં કોઈને થાય. આ શંકાનું
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૮
ભારતીય તત્ત્વજ્ઞાન સમાધાન ન્યાય-વૈશેષિક ચિંતકો નીચે પ્રમાણે કરે છે. એક, કર્મક્ષય માટે આટલો સમય જોઈએ જ એવો કોઈ નિયમ નથી. બીજું, પૂર્વના અનન્ત જન્મોમાં જેમ કમનો સંચય થતો રહ્યો તેમ ભોગથી તેમનો ક્ષય પણ થતો રહ્યો હોય છે. ત્રીજું, છેલ્લા જન્મમાં તે તે કર્મનો વિપાક ભોગવવા માટે જરૂરી જુદાં જુદાં અનેક નિર્માણશરીરો યોગસિદ્ધિના બળે નિર્માણ કરીને તેમ જ મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનોને ગ્રહણ કરીને તે જીવન્મુક્ત બધાં પૂર્વકૃત કર્મોના વિપાકને ભોગવી લે છે.* પૂર્વકર્મો છેલ્લા જન્મમાં ભોગવાઈ જતાં નિર્દોષ પ્રવૃત્તિ પણ અટકી જાય છે, અર્થાતુ શરીર પડે છે. જે પરંતુ હવે ભોગવવાનાં કોઈ કર્મો ન હોવાથી નવું શરીર તે ધારણ કરતો નથી. તેને જન્મ સાથેનો સંપર્ક છૂટી જાય છે, દેહ સાથેનો સંબંધ છૂટી જાય છે. દેહ સાથેનો સંબંધ નાશ પામતાં સર્વ દુઃખોનો આત્યંતિક ઉચ્છેદ થઈ જાય છે. આને પરામુક્તિ યા નિર્વાણમુક્તિ કહેવામાં આવે છે. - તત્ત્વજ્ઞાનથી દોષ, પ્રવૃત્તિ, જન્મ અને દુઃખ દૂર થાય છે એ ખરું પણ તત્ત્વજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે? તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ અષ્ટાંગ યોગના અનુષ્ઠાનથી થાય છે. વળી, તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે અધ્યાત્મવિદ્યાનું શ્રવણ-મનન-નિદિધ્યાસન, અધ્યાત્મવિદ સાથેનો સંવાદ અને અશુભ સંઘની ભાવના પણ જરૂરી છે. મીમાંસક મતે મોક્ષ
આત્મા વિશેની મીમાંસક માન્યતા લગભગ ન્યાય-વૈશેષિકની માન્યતા જેવી જ છે. મીમાંસક મતે પણ જ્ઞાન આત્માનું સ્વરૂપ નથી પણ ગુણ છે, જે અમુક નિમિત્તકારણને પરિણામે આત્મામાં ઉત્પન્ન થાય છે. સુષુપ્તિ અને મોક્ષમાં આત્મામાં જ્ઞાન હોતું નથી, કારણ કે જ્ઞાનનાં નિમિત્ત કારણો ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ વગેરે સુષુમિ અને મોક્ષમાં હોતાં નથી. મીમાંસકોનો વૈશેષિકોથી એટલો ભેદ છે કે મીમાંસકો મોક્ષમાં આત્મામાં જ્ઞાનશક્તિ માને છે જ્યારે વિશેષિકો મોક્ષમાં આત્મામાં જ્ઞાનશક્તિ માનતા નથી. આનું કારણ એ છે કે મીમાંસકો દ્રવ્ય, ગુણ, કર્મ વગેરે ઉપરાંત પદાર્થોમાં શક્તિને એક પદાર્થ તરીકે સ્વીકારે છે, જ્યારે ન્યાય-વૈશેષિકે શક્તિપદાર્થને સ્વીકારતા નથી. આત્માને મોક્ષમાં જેમ જ્ઞાન નથી તેમ સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ તથા સંસ્કાર પણ નથી. મીમાંસા કામ્ય કર્મોને અર્થાત્ તૃષ્ણાપ્રેરિત પ્રવૃત્તિને જ દુઃખનું અને કર્મબંધનનું કારણ ગણે છે. નિષ્કામભાવે કરવામાં આવતાં વેદવિહિત અને નિત્ય નૈમિત્તિક કર્મો દુઃખ કે કર્મબંધનું કારણ નથી. એટલે દુઃખમાંથી મુક્ત થવા કામ્ય કમને તેમ જ નિષિદ્ધ કર્મોને છોડવાં જોઈએ. આ કમોને છોડવા તૃષ્ણા યા કામને છોડવો જોઈએ, તૃષ્ણાને જીતવા આત્માને બરાબર જાણવો જોઈએ. આત્માને અર્થાત્ બ્રહ્મને જાણવા વેદાન્તનો અભ્યાસ કરવો જોઈએ. આત્મજ્ઞાન મોક્ષાભિગામી પ્રવૃત્તિનું કારણ છે, આત્મજ્ઞાન મોક્ષનું સાક્ષાત્ કારણ નથી. મોક્ષનું સાક્ષાત્ કારણ આત્મજ્ઞાનપૂર્વકની
Page #13
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર
1zr
પ્રવૃત્તિ છે - કર્મ છે. મોક્ષમાં જ્ઞાન નથી. મોક્ષમાં સુખ નથી. ‘નિરાનજી મોક્ષ:' મોક્ષમાં દુ:ખાભાવમાત્ર છે. મોક્ષમાં જ્ઞાનશક્તિ માની છે.પ
શાંકર વેદાન્તીઓના મતે મોક્ષ
બ્રહ્મને સત્ય અને જગતને મિથ્યા માનનાર શાંકર વેદાન્તીને મતે જગતની બધી વસ્તુઓની જેમ ચિત્ત પણ મિથ્યા છે, માયાજનિત છે. તેમનું અસ્તિત્વ વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. જ્યાં સુધી જીવને અજ્ઞાન છે ત્યાં સુધી તેને માટે તેમનું અસ્તિત્વ છે.
'?
જ્ઞાન થતાં તેમનું અસ્તિત્વ નથી. પરંતુ જીવ શું છે ? તે છે માયિક ચિત્તમાં પડતું બ્રહ્મનું ( = પુરુષનું) પ્રતિબિંબ. સાંખ્યથી વિરુદ્ધ અહીં પુરુષો અનેક નથી પણ એક છે. એ એક પુરુષનું પ્રતિબિંબ અનેક ચિત્તો ઝીલે છે. ચિત્તોનો ભેદ સંસ્કારભેદે અને ક્લેરાભેદે છે. આવાં ભિન્ન સંસ્કાર અને ભિન્ન ક્લેશો ધરાવતાં ચિત્તોમાં પડતું પ્રતિબિંબ ચિત્તમાધ્યમભેદે ભિન્ન ભિન્ન હોય છે. આ પ્રતિબિંબો (જીવો) એમ માને છે કે તેઓ બધાં પુરુષથી ભિન્ન છે અને તેમનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પ્રતિબિંબનું અસ્તિત્વ કદી બિંબનિરપેક્ષ સ્વતંત્ર હોઈ શકે ? ના. પરંતુ તેઓ તો પોતાને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા માને છે. આ તેમનું અજ્ઞાન છે.” “તું બ્રહ્મ જ છે' એ મહાવાક્યનું શ્રવણ, આચાર્યોપદેશ, વગેરેથી તેને ઝાંખી થવા લાગે છે કે હું બ્રહ્મ છું, ત્યાર બાદ તે ‘“હું બ્રહ્મ છુ'' એવી અખંડાકાર ચિત્તવૃત્તિના પ્રવાહ દ્વારા (અર્થાત્ ધ્યાન દ્વારા) ભેદવિષયક અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નાશ કરે છે.
૧૯
અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નારા થતાં અજ્ઞાનના વૈશ્વિક રૂપ માયામાંથી પેદા થયેલું ચિત્ત લોપ પામી જાય છે, ચિત્તનો લોપ થતાં ચિત્તમાં પડતું બ્રહ્મનું પ્રતિબિંબ પોતાના ખિખમાં ( = બ્રહ્મમાં) સમાઈ જાય છે. આમ જીવ-બ્રહ્મનું ઐક્ય થાય છે. આજ બ્રહ્મસાક્ષાત્કાર છે. આ જ વેદાન્તની મુક્તિ છે. હવે પ્રશ્ન થાય છે કે આમાં દુઃ ખમુક્તિની વાત ક્યાં આવી ? એક જીવ પોતાને બીજા જીવોથી અને બ્રહ્મથી જુદો માને છે એટલે મોહ, શોક, વગેરે જન્મે છે, જે દુ:ખનાં કારણ છે. એટલે જીવે બધે એક્ત્વ જ જોવું જોઈએ અને બધાને બ્રહ્મરૂપ જ સમજવા જોઈએ, જેથી દુઃખનો સંભવ જ ન રહે. તત્ર જો મોહ: : શો |મનુપશ્યતઃ । એકત્વ હોય ત્યાં ભય પણ કોનો રહે ? બે હોય ત્યાં એક બીજાથી ભય પામે. દ્વિતીયાજ્ યૈ મયં મતિ । એટલે અદ્વૈતસાક્ષાત્કાર જ દુઃખમુક્તિ છે.
બ્રહ્મને આનંદસ્વરૂપ વર્ણવ્યું છે. મુક્તિમાં જીવ બ્રહ્મમાં સમાઈ જાય છે, બ્રહ્મરૂપ બની જાય છે, તેનું અલગ અસ્તિત્વ કે વ્યક્તિત્વ રહેતું જ નથી. તે બ્રહ્મત્વ પ્રાપ્ત કરે છે. પરિણામે તે સ્વયં આનંદસ્વરૂપ બની જાય છે. તે આનંદનો અનુભવ કરનારો કે ભોક્તા નથી પણ તે પોતે જ આનંદ છે. મુક્તિમાં ચિત્તનું અસ્તિત્વ ન હોઈ, ચિત્તની કોઈ વૃત્તિ હોતી નથી. નથી હોતું સુખ, નથી હોતું દુઃખ, નથી હોતું જ્ઞાન. અહીં પ્રશ્ન થાય કે આનંદ એ સુખ નથી તો શું છે ? તે સુખ નથી. તે સુખ, દુ:ખ, શોક, ભય, કામ વગેરેના
Page #14
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
અભાવને કારણે વ્યક્ત થતી પરમ શાન્તિ છે. અધ્યાત્મશાસ્ત્રોમાં આ શાન્તિ જ ઇચ્છવામાં આવી છે. બ્રહ્મને જ્ઞાનરૂપ વર્ણવવામાં આવ્યું છે પરંતુ ત્યાં જ્ઞાનનો અર્થ दर्शन, द्रष्टृत्व या साक्षित्व छे, ज्ञान तो चित्तनी ( अन्त: पुरानी ) वृत्ति छे. भुक्तियां ઐક્યજ્ઞાન પણ નથી. જેમ સાંખ્યમાં મુક્તિમાં ભેદજ્ઞાન (= વિવેજ્ઞાન) નથી, તેમ વેદાન્તમાં મુક્તિમાં ઐક્યજ્ઞાન પણ નથી. બ્રહ્મ પરમ સત્ છે. આમ મુક્ત થયેલ જીવ સત્, ચિત્ અને આનંદસ્વરૂપ બ્રહ્મમાં સમાઈ જાય છે, તદ્રુપ થઈ જાય છે. બ્રહ્મભાવની પ્રાપ્તિ માટે જીવે યોગસાધના કરવી જરૂરી છે.
२०
ટિપ્પણ
૧ જુઓ ન્યાયસૂત્ર ૧.૧.૧ ઉપર ઉદ્યોતકરનું વાર્તિક
२ धम्मचक्कपवत्तनसुत्त, संयुत्तनिकाय.
3 यथा चिकित्साशास्त्रं चतुर्व्यूहं रोगो, रोगहेतु:, आरोग्यं, भैषज्यमिति । एवमिदमपि शास्त्रं चतुर्व्यूहम्-तद् यथा संसार: संसारहेतुः मोक्षो मोक्षोपाय इति । व्यासभाष्य २.१५ ૪ ન્યાયવાર્તિક ૧.૧૧
પ પ્રારૂપાભાષ્ય, આત્મપ્રકરણ
9 सांध्यप्रवचनमाध्य, ३.२२
७ चित्तं चेतणा बुद्धिः तं जीवतत्त्वमेव । अगस्त्यसिंहचूर्णि, दसकालियसुत्त ४.४ । પ્રાચીન જૈન સાહિત્યમાં પ્રયુક્ત ‘સચિત્ત’, ‘અચિત્ત’, ‘યુદ્ધઈચિત્ત’ વગેરે શબ્દો विधारो.
८ चित्तस्य... प्रख्यारूपम् । योगवार्तिक १.२ । 'अभ्या' नो अर्थ छे ज्ञान.... पुरुषस्य... द्रष्टृत्वम् | सांख्यकारिका १९ । यो हि जानाति ... न तस्य... अर्थदर्शनम्... यस्य चार्थदर्शनं न स जानाति । न्यायमञ्जरी (काशीसंस्कृतसिरिज) पृ. २४.
८ ... पुरुषस्यापरिणामित्वात् । योगसूत्र ४.१८ । पुरुषश्चिन्मात्रोऽविकारी । योगवार्तिक ४. ४ । १० यथा च चिति बुद्धेः प्रतिबिम्बमेवं बुद्धावपि चित्प्रतिबिम्बं स्वीकार्यम् । योगवार्तिक १.४ । ११ सब्बेसु धम्मेसु च आणदस्सी । सुत्तनिपात ४७८ । तमहं जानामि पस्सामिति । मज्झिमनिकाय ९.३२९ ॥
उपयोगो ( जीवस्य = चित्तस्य ) लक्षणम् । स द्विविधः । तत्त्वार्थसूत्र २.८-९ । स उपयोगो द्विविधः... ज्ञानोपयोगो दर्शनोपयोगश्च । सर्वार्थसिद्धि, २.९ ।
१२ ज्ञानाधिकरणमात्मा । तर्कसंग्रह १७, भुमो वैशेषिकसूत्र १.२.४.
१३ .. गुणगुणिनौ... मिथः सम्बद्धावनुभूयेते... तस्माद् भिन्ने एव वस्तुनी सम्बद्धे सामानाधिकरण्येन प्रतीयेते । न्यायार्तिकतात्पर्यटीका १.१.४ ।
Page #15
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનમાં મોક્ષવિચાર
૨૧ १४ बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मभावना आत्ममन:संयोगजा: । कन्दली (गंगानाथझा
ग्रंथमाला-१) १८3, पृ. २३८ १५.वैशेषिकसूत्र ३.२.४ १.१ तत्र दुःखत्रयम् आध्यात्मिकम् आधिभौत्तिकम् आधिदैविकञ्चेति । सांख्यकारिका
गौडपादभाष्य १. १७ परिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्वं विवेकिनः । योगसूत्र २.१५. ___ मोदीनी परम: प. मने. सं.२६:मनी मान्यता भाटे मो. अभिधर्मकोश
व्याख्या (Woghara 1971) पृ. २३ . १८ तस्य (दुःखस्य) हेतु: अविद्या । योगसूत्र २.२४ । सुमो न्यायसूत्र १.१.२ तथा
तत्त्वार्थसूत्र ८.१ । १८ क्लेशमूल: कर्माशयः । योगसूत्र २.१२ । निदानसंयुत्त, संयुत्तनिकाय । महानिदान- सुत्त, दीधनिकाय. २०. भो 'Rajas and Karman', Sambodhi, Vol. 6, Nos 1-2. २१.योगसूत्र १.33 तवार्थसूत्र७.६ । विशुदिभार्ग, हिन्दी अनुवाद, सारनाय,
१६५६, HI. १. पृ. २५३-२८८ २२ न, क्लेशसन्तते: स्वाभाविकत्वात् । न्यायसूत्र ४.१.६५ । अनादिरयं क्लेशसन्ततिः, न
चानादिः शक्य उच्छेत्तुमिति । न्यायभाष्य ४.१.६५ क्लेशानुबन्धानास्त्यपवर्गः । क्लेशानुबद्ध एवायं म्रियते क्लेशानुबद्धश्च जायते नास्य क्लेशानुबन्धविच्छेदो गृह्यते ।
न्यायभाष्य ४.१.५९ २३ प्रवृत्त्यनुबन्धान्नास्त्वपवर्गः । न्यायभाष्य ४.१.५९ २४ न, अर्थविशेषप्राबल्यात् । न्यायसूत्र ४.२.३९ २५. क्षुदादिभिः प्रवर्तनाच्च । न्यायसूत्र ४.२.४० . २६ कन्दली, पृ. २१३ । २७ सुषुप्तस्य स्वप्नादर्शने क्लेशाभावादपवर्ग: । न्यायसूत्र ४.१.६३ २८ न, सङ्कल्पनिमित्तत्वाच रागादीनाम् । न्यायसूत्र ४.१.६८ २८ ...प्रतिपक्षभावनाभ्यासेन च समूलमुन्मूलयितुं शक्यन्ते दोषा इति । न्यायमञ्जरी, भाग २,
पृ. ८६ (काशीसंस्कृत सिरिझ) • ३० न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य । न्यायसूत्र ४.१.६४ ।
ततो मिथ्याज्ञानस्य दग्धबीजभांवोपगमः पुनश्चाप्रसवः... । योगभाष्य २.२६ । ३१ न्यायसूत्र ४.२.४२।
Page #16
--------------------------------------------------------------------------
________________
२२
३२ कन्दली, पृ. २१३
33 तत्त्वार्थसूत्र, १०.२ ( सर्वार्थसिद्धिसहित)
३४ तदनन्तरमूर्ध्वं गच्छत्यालोकान्तात् । तत्त्वार्थसूत्र ५.५
३५. जं संठाणं तु इहं भवं चयंतस्स चरमसमयस्मि ।
आसी य पएसघणं तं संठाणं तहिं तस्स ॥ आवश्यकनिर्युक्ति गाथा १२२८ ।
ભારતીય તત્ત્વજ્ઞાન
३५ तत्त्वार्थसूत्र ९.१-८
३७ सम्यग्दर्शनज्ञानचरित्राणि मोक्षमार्गः | तत्त्वार्थसूत्र १. १.
३८ तत्त्वार्थसूत्र (पं. सुसासनी गुभराती व्याभ्या साथे ) सूत्र १.९
३७ सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोः । तत्त्वार्थसूत्र ६.५ (पं. सुभलालनी ગુજરાતી વ્યાખ્યા સાથે)
४० प्रभास्वरमिदं चित्तं प्रकृत्याऽऽगन्तवो मलाः । प्रमाणवार्तिक १.२१०
४१ चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम्।
तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते । तत्त्वसंग्रहपञ्जिका (पृ. १०४) मां श्रद्धाचार्य કમલશીલે ઉષ્કૃત કરેલ પ્રાચીન બૌદ્ધ શ્લોક.
४२ शान्तरक्षित तत्वसंग्रहमा (पृ. १८४ ) स्पष्टपणे या प्रमाणे ४गावे छे.
४३ मैन विद्वान भाडे पोताना 'तत्त्वार्थराजवार्तिक' मां मा प्रभाो मौद्ध निर्वाशने
સમજાવેલ છે.
४४ मिलिन्दपह (V. Trenckner, London 1880) अ. २, पृ. २५-२८ ४५ कम्मस्स कारको नत्थि विपाकस्स च वेदको ।
सुद्धधम्मा पवत्तन्ति एवेतं सम्मदस्सनं ॥ विसुद्धिमग्ग अ. १९
४५. दीपो यथा निर्वृतिमभ्युपेतो नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काञ्चिद् विदिशं न काञ्चित् स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥ सौन्दरनन्द, १६.२९
४७ द्विविधं निर्वाणमुपवर्णितम् - सोपधिशेषं निरुपधिशेषं च । तत्र निरवशेषस्य अविद्यारागादिकस्य क्लेशगणस्य प्रहाणात् सोपधिशेषं निर्वाणमिष्यते । ... उपधिशब्देन... पञ्चोपादान स्कन्धा उच्यन्ते । सह उपधिशेषेण वर्तत इति सोपधिशेषम् । तच्च स्कन्धमात्रकमेव केवलम् । यत्र तु निर्वाणे स्कन्धमात्रकमपि नास्ति तन्निरुपधिशेष निर्वाणम् । माध्यमिकवृत्ति, पृ. ५१९
४८ क्लेशकर्माभिसंस्कृतस्य सन्तानस्याविच्छेदेन प्रवर्तनात् परलोके फलप्रतिलभ्भोऽमिधीयते । बोधिचर्यावतारपञ्जिका (बिब्लिओधेका इंडिका) पृ. ४७३ | भुमो शान्तरक्षितकृत તત્ત્વસંગ્રહમાં કર્મલસંબંધપરીક્ષા નામનું પ્રકરણ.
Page #17
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર ४८ सो मोरयशन, नगीन. ७. २, पृ. १२-११८. ५० सivo, १२ ५१ सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभो: पुरुषस्य... । योगसूत्र ४.१८ ५२ तदवस्थे चेतसि विषयाभावात् बुद्धिबोधात्मा पुरुषः किंस्वभाव इति ? तदा द्रष्टुः
स्वरूपेऽवस्थानम् । योगसूत्र १.३ (भाष्योत्थानिकासहित) ५3 यथा च चिति बुद्धेः प्रतिबिम्बमेवं बुद्धावपि चित्प्रतिबिम्बं स्वीकार्यम् । योगवार्तिक, १.४ ५४-५५ तल्लाभाद् (विवेकज्ञानलाभाद्) अविद्यादयः क्लेशाः समूलकाषं कषिता भवन्ति ।
कुशलाकुशलाच कर्माशया: समूलघातं हता भवन्ति । क्लेशकर्मनिवृत्तौ जीवन्नेव विद्वान् विमुक्तो भवति । कस्मात् ? यस्माद् विपर्ययो भवस्य कारणम् ? नहि क्षीणविपर्ययः
कश्चित् केनचित् क्वचित् जातो दृश्यत इति । योगभाष्य ४.६० ५सांख्यकारिका, ६८ ५७ आधस्तु मोक्षो ज्ञानेन... द्वितीयो रागादिक्षयादिति... कर्मक्षयात् तृतीयं व्याख्यातं
मोक्षलक्षणम् । योगवार्तिक, ४.२५-४.३२ ५८ यद्यपि पुरुषश्चिन्मात्रोऽविकारी तथापि बुद्धेर्विषयाकारवृत्तीनां पुरुषे यानि प्रतिबिम्बानि
तान्येव पुरुषस्य वृत्तयः, न च ताभिः अवस्तुभूतामि: परिणामित्वं स्फटिकस्येवातत्त्व
तोऽन्यथाभावात् । योगवार्तिक, १.४ ५८ सांख्यप्रवचनभाष्य १.१ ३० परमाणोरिव वृत्त्यतिरिक्तानां प्रतिबिम्बसमर्पणासामर्थ्यस्य फलबलेन कल्पनात् ।
योगवार्तिक, १.४ . ११ पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसव: कैवल्यय, स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति ।
योगसूत्र, ४.३४ १२ कैवल्यं प्राप्तास्तर्हि सन्ति च बहवः केवलिन: । योगभाष्य १.२४. 53 नवानामात्मविशेषगुणानामत्यन्तोच्छित्तिर्मोक्षः । व्योमवती (चौखम्बा, १९३०), पृ. ६३८ १४ समस्तात्मविशेषगुणोच्छेदोपलक्षिता स्वरूपस्थितिरेव । कन्दली पृ. ६९२. १५ यदि मुक्तात्मानः पाषाणतुल्यजडास्तर्हि कथं तत्र दुःखनिवृत्तिव्यपदेश: ? 5१ न हि 'पाषाणो दुःखानिवृत्तः' इति केनापि प्रेक्षावता व्यपदिश्यते । दुःखसंभव एव हि
दु:खनिवृत्तिनिर्दिष्टुमर्हति। - १७ न, दुःखार्तानां तदभाववेदनमभिसन्धायैव तज्जिहांसादर्शनात्, कथमन्यथा देहमपि जहः।
आत्मतत्त्वविवेक (चौखम्बा ११४०), पृ. ४३८ ६८ न्यायभाष्य १.१.२
Page #18
--------------------------------------------------------------------------
________________ 24 ભારતીય તત્વજ્ઞાન F8 न्यायसार पृ. 594-98 (षड्दर्शन प्रतिष्ठान, वाराणसी, 1818). 70 किं पुनस्तन्मिथ्याज्ञानम् / अनात्मन्यात्मग्रहः / न्यायभाष्य 4.2.1 71. तत्त्वज्ञानं खलु मिथ्याज्ञानविपर्ययेण व्याख्यातम् / न्यायभाष्य 1.1.2 72 यदा तु तत्त्वज्ञानाद् मिथ्याज्ञानमपैति तदा मिथ्याज्ञानापाये दोषा अपयान्ति / न्यायभाष्य 73 न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य / न्यायसूत्र 4.1.64 74 सोऽयमध्यात्म बहिश्च विविक्तचित्तो विहरन्मुक्त इत्युच्यते / न्यायभाष्य 4.1.64 75 ...सर्वाणि पूर्वकर्माणि ह्यन्ते जन्मनि विपच्यन्त इति / न्यायभाष्य 4.1.64 76 ... अनन्तानां कथमेकस्मिन् जन्मनि परिक्षय इति चेत् / कन्दली, पृ. 687 77 न. कालानियमात् / कन्दली, पृ. 687 78 यथैव तावत् प्रतिजन्म कर्माणि चीयन्ते, तथैव भोगात् क्षीयन्ते च / कन्दली, पृ. 687 78 योगी ही योगद्धिसिद्धया... निर्माय तदुपभोगयोग्यानि... तानि तानि सेन्द्रियाणि शरीराणि, अन्त:करणानि च मुक्तात्मभिरुपेक्षितानि गृहीत्वा सकलकर्मफलमनुभवति प्राप्तैश्चर्य इतीत्थमुपभोगेन कर्मणां क्षयः / न्यायमञ्जरी, भा. 2. पृ. 88 80 प्रवृत्त्यपाये जन्मापैति / न्यायभाष्य 1.1.2 81 समाधिविशेषाभ्यासात् / न्यायसूत्र 4.2.38 तदर्थं यमनियमाभ्यामात्मसंस्कारो योगाच्चाध्यात्मविध्युपायैः / न्यायसूत्र, 4.2.46 / 82 ज्ञानग्रहणाभ्यासस्तद्विद्यैश्च सह संवादः / न्यायसूत्र 4.2.47 . 83 न्यायभाष्य 4.2.3 84 शास्त्रदीपिका पृ. 125-30 . 85. यदस्य स्वं नैजं रूपं ज्ञानशक्तिसत्ताद्रव्यत्वादि तस्मिन्नवतिष्ठते / शास्त्रदीपिका, पृ. 130 81 बुद्धिभेदादिति / बुद्धिरन्त:करणम् / आद्ये पक्षे बुद्धिभेदात् तत्संस्कारभेदः / तद्भेदाच्च तदवच्छिन्नाज्ञानभेदः। तद्भेदाच्च तत्प्रतिबिम्बितचैतन्यभेद इति जीवनानात्वम् / अन्त्ये तु बुद्धिभेदात् तत्प्रतिबिम्बितचैतन्यभेद इति जीवनानात्वम् / पारमार्थिकत्वादिति / प्रतिबिम्बं च न बिम्बादन्यत् किञ्चिदित्यनुपदमेवोक्तमिति बिम्बरूपेण पारमार्थिकमेव तत् / सिद्धान्तबिन्दुटीका (अभ्यंकरकृता) पृ. 47, B.O.R.I. Poona, 1928 87 तदेवं वेदान्तवाक्यजन्याखण्डाकारवृत्त्या अविद्यानिवृत्तौ तत्कल्पितसकलानर्थनिवृत्तौ परमानन्दरूपः सन् कृतकृत्यो भवति।' सिद्धान्तबिन्दुटीका (शंकरकृता) पृ. 153, B.O.R.I, Poona, 1928.