________________
ભારતીય તત્ત્વજ્ઞાન
૧૦
દુઃખરૂપ છે. ક્લેશોને પણ આવરણ માનવામાં આવ્યાં છે. આસક્તિ, કામ, ક્રોધ, વગેરે સ્વભાવને કેવો ઢાંકી દે છે તેની વાત “ધ્યાયતો વિષયાન્ પુંસ:...'' શ્લોકમાં ગીતાએ ક્યાં નથી કરી ?
દુઃખનાં કારણોને દૂર કરવાના ઉપાય
દુઃખનાં કારણોને દૂર કરવા માટે સૌ પ્રથમ તો પોતાના ખરા સ્વરૂપનું જ્ઞાન મેળવવું જોઈએ. આને માટે ચિત્તશુદ્ધિ જરૂરી છે. ચિત્તમાંથી મળો દૂર કરવા મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા (માધ્યસ્થ્ય) ભાવના કેળવવી જોઈએ. વળી, અહિંસા આદિ પાંચ યમો અને ૌચ આદિ પાંચ નિયમોનું પાલન કરવું જોઈએ. પછી ધ્યાનમાર્ગની સાધના દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ. ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં પોતાના ખરા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. જેટલા ક્લેશો ઓછા એટલું દુઃખ ઓછું. ક્લેશપૂર્વક કરાતી પ્રવૃત્તિ જ કર્માવરણો રચતી હોઈ ક્લેશો દૂર થતાં કર્માવરણો સંપૂર્ણપણે દૂર ધાય છે અને ચિત્ત પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થાય છે, દુઃખમાંથી મુક્ત થાય છે.
મોક્ષ શક્ય છે ?
દુઃખમુક્તિ-મોક્ષ શક્ય છે. કેટલાક મોક્ષને અરાક્ય માને છે. તેમની દલીલો નીચે પ્રમાણે છે :
(૧) વ્યક્તિ જન્મે છે ત્યારે ક્લેશો સાથે જ જન્મે છે અને મરે છે ત્યારે પણ ક્લેશો સાથે જ મરે છે. ફ્લેશસંતતિ સ્વાભાવિક છે, અનાદિ છે, એટલે તેનો ઉચ્છેદ શક્ય નથી. ક્લેશોની શૃંખલા અત્યંત પ્રબળ અને અછેદ્ય છે. ક
(૨) વ્યક્તિ જન્મથી માંડી મૃત્યુ સુધી પ્રવૃત્તિઓ કર્યા જ કરે છે. પ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. બંધાયેલાં કર્મો ભોગવવા પ્રવૃત્તિ થાય છે. વળી તે પ્રવૃત્તિથી કર્મબંધ અને બંધાયેલાં કર્મ ભોગવવા વળી પ્રવૃત્તિ. આમ ચક્ર ચાલ્યા જ કરે છે, એટલે મોક્ષ શક્ય નથી.૪
(૩) મોક્ષનું સાક્ષાત્ કારણ સ્વસ્વરૂપનું જ્ઞાન અર્થાત્ વિદ્યા છે. આ વિદ્યાની ઉત્પત્તિ માટેનો ઉપાય સમાધિ છે, પરંતુ સમાધિ પોતે જ અશક્ય છે કારણ કે વિષયો અત્યન્ત પ્રબળ છે;' ઇચ્છા ન કરવા છતાં વિષયો તો વૃત્તિઓ ઉત્પન્ન કરે છે અને ચિત્તને એકાગ્ર થવા દેતા નથી. વળી, આધિ, વ્યાધિ અને ઉપાધિને લઈને ચિત્ત એકાગ્ર થઈ શકતું નથી. ``
(૪) જો મોક્ષ સંભવતો હોય તો એક સમય એવો આવે જ્યારે બધા મુક્ત થઈ જાય
અને સંસારનો ઉચ્છેદ થઈ જાય. મોક્ષની સંભાવના સ્વીકારતાં સંસારોચ્છેદની આપત્તિ આવે. તેથી મોક્ષ સંભવતો નથી.
*
ઉપરની ચારેય દલીલોના ઉત્તરો નીચે પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org