Book Title: Bhartiya Darshano ma Moksh Vichar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર ૧૫ ચિત્તનું પ્રતિબિંબ નથી સ્વીકારતા તેઓ માને છે કે આવું પ્રતિબિંબ પણ પુરુષમાં માનીએ તો કૂટસ્થનિત્ય પુરુષની બે અવસ્થાઓ માનવી પડે અને પરિણામે પુરુષના ફૂટસ્યનિત્યત્વને હાનિ થાય.. કોઈને પ્રશ્ન થાય કે ચિત્તના મોક્ષની વાતમાં દુઃખમુક્તિ ક્યાં આવી? એનો ઉત્તર આ પ્રમાણે છે : દુઃખ એ ચિત્તની વૃત્તિ છે. દુઃખરૂપ ચિત્તવૃત્તિ ઉદ્દભવવાનું કારણ રાગ આદિ લેશો છે. લેશો પણ ચિત્તવૃત્તિઓ છે. રાગ આદિ ક્લેશરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં દુઃખરૂપ ચિત્તવૃત્તિઓનો વિરોધ થઈ જાય છે. વિવેકાનરૂપ ચિત્તવૃત્તિથી અવિવેકાનરૂપ ચિત્તવૃત્તિનો વિરોધ થઈ જાય છે. અવિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નિરોધ થતાં રાગ આદિ ક્લેશરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે અને કલેશરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં દુ:ખરૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે."* વિવેકી ચિત્તને ક્લેશ કે દુઃખ હોતાં નથી. વિવેકી ચિત્તને પુનર્ભવ નથી. આ જીવન્મુક્તિ છે. તેનાં પ્રારબ્ધ કર્મો ભોગવાઈ જતાં વિવેકી ચિત્તકર્મમુક્ત થાય છે અને તેનો પ્રકૃતિમાં લય થાય છે. આ વિદેહમુક્તિ છે. આમ ક્રમથી અાનમુક્તિ, લેશમુક્તિ, દુઃખમુક્તિ અને કર્મમુક્તિ થાય છે." જેઓ પુરુષની મુક્તિની વાત કરે છે તેઓ આ પ્રમાણે જણાવે છે : પરિણામી ચિત્તની વૃત્તિઓનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે. પુરુષગત ચિત્તવૃત્તિના પ્રતિબિંબનો અર્થ પુરુષનું ચિત્તવૃત્તિના આકારે પરિણમન નથી પરંતુ કેવળ પ્રતિબિબ જ છે. તેથી પુરુષની ફૂટસ્થનિત્યતાને કંઈ વાંધો આવતો નથી. ચિત્તની સ્વ-પુરુષના અવિવેકરૂપ ચિત્તવૃત્તિ, સુખાકાર કે દુઃખાકાર ચિત્તવૃત્તિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. આમ પુરુષમાં પ્રતિબિંબાત્મક અવિવેક અને દુ:ખ છે. જ્યારે ચિત્તમાં વિવેકજ્ઞાનરૂપી વૃત્તિ જાગે છે ત્યારે મથી રાગાદિ ક્લોરૂપ ચિત્તવૃત્તિઓ અને દુઃખરૂપ ચિત્તવૃત્તિઓ ચિત્તમાં ઊઠતી નથી. પરિણામે પુરુષમાં પણ પ્રતિબિંબાત્મક વિજ્ઞાન જાગે છે અને તેથી ક્રમશ: પ્રતિબિંબાત્મક ક્લેશરૂપ ચિત્તવૃત્તિઓ અને દુઃખરૂપ ચિત્તવૃત્તિઓ દૂર થાય છે. આમ પુરુષ પ્રતિબિંબાત્મક દુઃખમાંથી મુક્ત થાય છે. છેવટે જ્યારે ચિત્ત વિવેકજ્ઞાનરૂપ વૃત્તિનોય નિરોધ કરી સર્વે વૃત્તિઓનો નિરોધ સાધે છે ત્યારે ચિત્તનું પ્રતિબિંબ પુરુષમાં પડતું બંધ થઈ જાય છે, કારણ કે વૃત્તિરહિત ચિત્તનું પ્રતિબિંબ પુરુષમાં પડી શકતું નથી. આમ પુરુષ સાવ કેવળ બની જાય છે અને કેવલ્ય પામ્યો એમ કહેવાય છે. આમ ચિત્તનો યા ગુણોનો પોતાના મૂળ કારણમાં લય એ કેવલ્ય છે, અથવા સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત ચિતિશક્તિ એ કેવલ્ય છે.' મોક્ષમાં ચિત્તનો તો લય થઈ ગયો હોય છે. કેવળ પુરુષ જ હોય છે. પુરુષને સુખ હોતું નથી, કારણ કે હવે સુખરૂપ ચિત્તવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ અસંભવ છે. બીજું, પુરુષ દ્રષ્ટા છે પરંતુ તેના દરનના વિષયભૂત ચિત્તવૃત્તિનો અભાવ હોઈ પુરુષને કરાનું દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18