Book Title: Bhartiya Darshano ma Moksh Vichar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ભારતીય દર્શનોમાં મોક્ષવિચાર 1zr પ્રવૃત્તિ છે - કર્મ છે. મોક્ષમાં જ્ઞાન નથી. મોક્ષમાં સુખ નથી. ‘નિરાનજી મોક્ષ:' મોક્ષમાં દુ:ખાભાવમાત્ર છે. મોક્ષમાં જ્ઞાનશક્તિ માની છે.પ શાંકર વેદાન્તીઓના મતે મોક્ષ બ્રહ્મને સત્ય અને જગતને મિથ્યા માનનાર શાંકર વેદાન્તીને મતે જગતની બધી વસ્તુઓની જેમ ચિત્ત પણ મિથ્યા છે, માયાજનિત છે. તેમનું અસ્તિત્વ વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. જ્યાં સુધી જીવને અજ્ઞાન છે ત્યાં સુધી તેને માટે તેમનું અસ્તિત્વ છે. '? જ્ઞાન થતાં તેમનું અસ્તિત્વ નથી. પરંતુ જીવ શું છે ? તે છે માયિક ચિત્તમાં પડતું બ્રહ્મનું ( = પુરુષનું) પ્રતિબિંબ. સાંખ્યથી વિરુદ્ધ અહીં પુરુષો અનેક નથી પણ એક છે. એ એક પુરુષનું પ્રતિબિંબ અનેક ચિત્તો ઝીલે છે. ચિત્તોનો ભેદ સંસ્કારભેદે અને ક્લેરાભેદે છે. આવાં ભિન્ન સંસ્કાર અને ભિન્ન ક્લેશો ધરાવતાં ચિત્તોમાં પડતું પ્રતિબિંબ ચિત્તમાધ્યમભેદે ભિન્ન ભિન્ન હોય છે. આ પ્રતિબિંબો (જીવો) એમ માને છે કે તેઓ બધાં પુરુષથી ભિન્ન છે અને તેમનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પ્રતિબિંબનું અસ્તિત્વ કદી બિંબનિરપેક્ષ સ્વતંત્ર હોઈ શકે ? ના. પરંતુ તેઓ તો પોતાને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા માને છે. આ તેમનું અજ્ઞાન છે.” “તું બ્રહ્મ જ છે' એ મહાવાક્યનું શ્રવણ, આચાર્યોપદેશ, વગેરેથી તેને ઝાંખી થવા લાગે છે કે હું બ્રહ્મ છું, ત્યાર બાદ તે ‘“હું બ્રહ્મ છુ'' એવી અખંડાકાર ચિત્તવૃત્તિના પ્રવાહ દ્વારા (અર્થાત્ ધ્યાન દ્વારા) ભેદવિષયક અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નાશ કરે છે. ૧૯ અજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનો નારા થતાં અજ્ઞાનના વૈશ્વિક રૂપ માયામાંથી પેદા થયેલું ચિત્ત લોપ પામી જાય છે, ચિત્તનો લોપ થતાં ચિત્તમાં પડતું બ્રહ્મનું પ્રતિબિંબ પોતાના ખિખમાં ( = બ્રહ્મમાં) સમાઈ જાય છે. આમ જીવ-બ્રહ્મનું ઐક્ય થાય છે. આજ બ્રહ્મસાક્ષાત્કાર છે. આ જ વેદાન્તની મુક્તિ છે. હવે પ્રશ્ન થાય છે કે આમાં દુઃ ખમુક્તિની વાત ક્યાં આવી ? એક જીવ પોતાને બીજા જીવોથી અને બ્રહ્મથી જુદો માને છે એટલે મોહ, શોક, વગેરે જન્મે છે, જે દુ:ખનાં કારણ છે. એટલે જીવે બધે એક્ત્વ જ જોવું જોઈએ અને બધાને બ્રહ્મરૂપ જ સમજવા જોઈએ, જેથી દુઃખનો સંભવ જ ન રહે. તત્ર જો મોહ: : શો |મનુપશ્યતઃ । એકત્વ હોય ત્યાં ભય પણ કોનો રહે ? બે હોય ત્યાં એક બીજાથી ભય પામે. દ્વિતીયાજ્ યૈ મયં મતિ । એટલે અદ્વૈતસાક્ષાત્કાર જ દુઃખમુક્તિ છે. બ્રહ્મને આનંદસ્વરૂપ વર્ણવ્યું છે. મુક્તિમાં જીવ બ્રહ્મમાં સમાઈ જાય છે, બ્રહ્મરૂપ બની જાય છે, તેનું અલગ અસ્તિત્વ કે વ્યક્તિત્વ રહેતું જ નથી. તે બ્રહ્મત્વ પ્રાપ્ત કરે છે. પરિણામે તે સ્વયં આનંદસ્વરૂપ બની જાય છે. તે આનંદનો અનુભવ કરનારો કે ભોક્તા નથી પણ તે પોતે જ આનંદ છે. મુક્તિમાં ચિત્તનું અસ્તિત્વ ન હોઈ, ચિત્તની કોઈ વૃત્તિ હોતી નથી. નથી હોતું સુખ, નથી હોતું દુઃખ, નથી હોતું જ્ઞાન. અહીં પ્રશ્ન થાય કે આનંદ એ સુખ નથી તો શું છે ? તે સુખ નથી. તે સુખ, દુ:ખ, શોક, ભય, કામ વગેરેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18