Book Title: Bharatni Yogvidya ane Jivan ma Dharm
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 11
________________ ૧૦ " ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ ત્યાં આભડછેટની ગંધ આવે છે. ઉપસંહાર કરતાં પંડિતજી કહે છે કે : “પંથો હતા, છે અને રહેશે, પણ તેમાં સુધારવા જેવું કે કરવા જેવું હોય તો તે એટલું જ છે કે તેમાંથી વિખૂટો પડેલો ધર્મનો આત્મા તેમાં ફરી આપણે પૂરવો એટલે આપણે કોઈપણ પંથના હોઈએ છતાં તેમાં ધર્મનાં તત્ત્વો સાચવીને જ તે પંથને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન બોલીએ. પંથમાં ધર્મનો પ્રાણ ફૂંકવાની ખાસ શરત એ છે કે દૃષ્ટિ સત્યાગ્રહી હોય.” સાંપ્રદાયિકતા પંડિતજી અનુસાર સંપ્રદાયનો અર્થ છે એક અગર અનેક અસાધારણ વ્યક્તિઓથી ઊતરી આવતો જ્ઞાન, આચાર કે ઉભયનો વિશિષ્ટ વારસો તે સંપ્રદાય. “સાંપ્રદાયિકતા એટલે સંપ્રદાયનું અવિચારી બંધન અથવા મોહ.... માત્ર સંપ્રદાયનો સ્વીકાર એ જ સાંપ્રદાયિકતા નથી. કોઈ એક સંપ્રદાયને સ્વીકાર્યો છતાં તેમાં દષ્ટિઉદારતાનું તત્ત્વ હોય તો ત્યાં સાંપ્રદાયિકતા નથી આવતી, એ તો સંકુચિત અને એકપક્ષીય અંધદષ્ટિમાંથી ઉદ્ભવે છે. કોઈપણ સંપ્રદાયની ધૂંસરી ન જ સ્વીકારવી અથવા સ્વીકાર્યા પછી તેના મોહમાં અંધ થઈ જવું એ બન્ને પરસ્પર વિરોધી છેડાઓ છે અને તેથી તે એકાન્તરૂપ છે. એ બે છેડાઓ વચ્ચે થઈને નીકળતો પ્રામાણિક મધ્યમ માર્ગ દૃષ્ટિઉદારતાનો છે. કારણ, એમાં સંપ્રદાયનો સ્વીકાર છતાં મિથ્યા અસ્મિતાનું તત્ત્વ નથી. કોઈપણ જાતના સંપ્રદાયને ન માનવો એમાં મનુષ્યની વિશેષતારૂપ વિચારશક્તિની અવગણના છે અને સંપ્રદાય સ્વીકારીને તેમાં અંધપણે બદ્ધ થઈ જવું એ સમભાવનો ઘાત છે; જ્યારે દષ્ટિઉદારતામાં વિચાર અને સમભાવ બન્ને તત્ત્વો સચવાય છે. ધર્મને વિકૃત કરનાર મતાંધતા મનુષ્યબુદ્ધિમાં દાખલ થાય છે તેનું શું કારણ? એનો વિચાર કરતાં જણાશે કે જેમ બાલમનુષ્ય પોતાની આજુબાજુના વાતાવરણમાંથી શ્રદ્ધા અને સંયમરૂપ ધર્મતત્ત્વને મેળવે છે, તેમ જ તે કુટુંબ, સમાજ, ધર્મસ્થાન અને પંડિતસંસ્થાના સંકુચિત ૧. ‘દર્શન અને ચિન્તન', ભાગ-૨, પૃ.૧૧૦૭-૧૧૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 160