________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કર્મનો સંયોગ વળગેલો, અનાદિ કાળથી, તેથી થયા જે મુક્ત પુરણ, સર્વથા સભાવથી; રમમાણ જે નિજરૂપથી, સર્વજગનું હિત કરે. એવા ૪૨ જે નાથ દારિક વળી, તૈજસ તથા કાર્મણ તન, એ સર્વને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વતું જે રાગદ્વેષ જળ ભર્ચા, સંસાર સાગરને તર્યા. એવા ૪૩ શેલેશીકરણે ભાગ ત્રીજે, શરીરના ઓછા કરી, પ્રદેશ જીવના ધન કરી, વળી પૂર્વધ્યાન પ્રયોગથી; ધનુષ્યથી છૂટેલ બાણ, તણી પરે શિવગતિ લહી. એવા ૪૪ નિર્વિઘ્ન સ્થિરને અચલ અક્ષય, સિદ્ધિગતિ એ નામનું છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી, નહિ પુનઃ ફરવાપણું; એ સ્થાનને પામ્યા અનંતા, ને વળી જે પામશે. એવા ૪૫ આ સ્તોત્રને પ્રાકૃતિગિરામાં, વર્ણવ્યું ભક્તિબળે, અજ્ઞાત ને પ્રાચીન મહામના કો મુનિશ્વર બહુશ્રુતે; પદપદ મહીં જેના, મહાસામર્થ્યનો મહિમા મળે. એવા ૪૬ જે નમસ્કાર સ્વાધ્યાયમાં, પ્રેક્ષી હૃદય ગદ્ગદ બન્યું શ્રીચન્દ્ર નાચ્યો ગ્રંથ લઈ, મહાભાવનું શરણું મળ્યું; કીધી કરાવી અલ્પભક્તિ, હોંશનું તરણું ફળ્યું. એવા ૦ ૪૦ જેના ગુણોના સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલમહીં કે, નાથ સમ કો છે નહિ; જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહિ. એવા ૪૮ જે નાથ છે ત્રણ ભુવનના કરૂણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં, સભાવની સરણી વહે; આપે વચન “શ્રીચંદ્ર જગને, એ જ નિશ્ચય તારશે. એવા ૪૯
For Private And Personal Use Only