Book Title: Avashyak Niryukti Part 01 Author(s): Aryarakshitvijay Publisher: Vijay Premsuri Sanskrit PathshalaPage 14
________________ મારી મંદતિને કારણે ભાષાંતરમાં થયેલી ખોટી પ્રરૂપણાઓ, સ્કૂલનાઓ.... વિગેરેનું સાઘન્ત તપાસીને રિમાર્જન કરી આપવા દ્વારા વિર્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજીએ કરેલા ઉપકારોનો બદલો હું શે વાળીશ ? ભાષાંતર દરમિયાન ઉઠેલા/ઉઠાવાયેલા પ્રશ્નોના સમાધાન આપવા ધારાસિદ્ધાન્તદિવાકર પ.પૂ.ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સાહેબના, પ્રશાંતમૂર્તિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય કુલચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબના, સંઘ-શાસન કૌશલ્યાધાર પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જયસુંદરસૂરીશ્વરજી મ. સાહેબના, તાર્કિક શિરોમણી પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય અભયશેખરસૂરીશ્વરજી મ. સાહેબના ઉપકારોનો બદલો હું શું વાળીશ ? ભાષાંતર દરમિયાન મુદ્રિતપ્રતમાં અશુદ્ધિઓ સારા પ્રમાણમાં હોવાથી હસ્તલિખિત પ્રતોની જરૂર પડી, જે આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા-અમદાવાદ) તરફથી પ્રાપ્ત થતાં, તેના આધારે અમુક સ્થાનોમાં ફેરફાર કર્યા છે, તે સિવાય પણ જયાં જરૂર લાગી ત્યાં કૌઉસ કરી પાઠ ઉમેર્યા છે. તથા શ્રી ભેરુમલા કનૈયાલાલ કોઠારી ધાર્મિક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત “આવશ્યકનિયુક્તિ' ગ્રંથમાં આપેલ અને પ્રશાંતમૂર્તિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય કુલચન્દ્રસૂરિજી પાસેથી પ્રાપ્ત થયેલ શુદ્ધિપત્રકાનુસારે પણ યથાયોગ્ય ફેરફારો કરેલા છે. ભાષાંતરનું પૂફ રીડીંગ કરવામાં પોતાનો અમૂલ્ય સમય આપવા દ્વારા સહાય કરનારા પૂ.ગિરિભૂષણ વિજયજી મ.સા., મુ. સંયમકીર્તિ વિજયજી, મુ. રાજહંસવિજયજી તથા મુ. રાજદર્શનવિજયજી પણ વંદના/ધન્યવાદને પાત્ર છે. ખૂબ-ખૂબ વંદના/ધન્યવાદ. તથા પૂજ્યપાદ આ. શ્રી રામચન્દ્ર-ભદ્રકરકુંદકુંદસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ ગણિવર્ય શ્રી નયભદ્ર વિ. મ. સા.ના શિષ્યરત્ન મુ. શ્રી જયંતપ્રભાવિ. મ. સાહેબે પણ પૂફ જોઈને અશુદ્ધિઓ દૂર કરી આપવાનું કાર્ય આત્મીયભાવથી કરેલ છે. પૂ. હરિભદ્રસૂરિજીની રચના શૈલી જો કે સંક્ષિપ્ત હોવાથી, વિશેષ ગુરુપરંપરાનો અભાવ હોવાથી અને મારી મતિમંદતાને કારણે ટીકાકારના ગર્ભિત આશયો સુધી પહોંચવામાં મારી મતિ ટૂંકી પડી હોય એ સંભવિત છે, એને નકારી શકાય એમ નથી. તેથી તે તે સ્થળોએ ક્યાંક અર્થ કરવામાં મારી મતિખ્ખલના થઈ હોય તેનું હાર્દિક ક્ષમાયાચન કરું છું, સાથે સાથે વિદ્વર્યોને વિનંતી કરું છું કે એ અલનાઓ તરફ મારું ધ્યાન દોરે. પ્રાંતે ગ્રંથની શરૂઆતમાં ટીકાકારે જે પર અને અપર પ્રયોજન બતાવ્યા છે તે પ્રયોજન આપણે સૌને આ ગ્રંથના વાંચનમનન દ્વારા શીધ્ર પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના શુભેચ્છા સાથે... પ્રભુવીર ચ્યવન કલ્યાણક દિન અષાઢ સુદ - ૬, વિ.સં. ૨૦૬૬ તા. ૧૭-૭-૧૦ અમદાવાદ-તપોવન ગુરુપાદપઘરેણુ મુ. આર્યરક્ષિતવિજયPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 390