Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 11
________________ ૧૦ SSC તો જ તેમના આશયને સમજી શકાય... અન્યથા અનેક સ્થાનો ઉકલે નહીં, અને તેથી પ્રાથમિક અભ્યાસ ઉલ્લાસ ગુમાવી બેસે, હિંમત હારી જાય, અને અભ્યાસ બંધ કરી દે... ક્યાંક વિપરીત અર્થઘટન થા પણ શક્યતા ખરી જ.. આ સમસ્યાનો ઉકેલ, મુનિરાજશ્રી આર્યરક્ષિત વિજયજીએ આપ્યો છે. સરળ ગુજરાતી ભાષામાં ટીકાનો અનુવાદ પ્રસ્તુત કરવાની હામ તેમણે ભીડી છે. ગુરુકૃપા અને અભ્યાસના બળે તેઓએ ગ્રંથકારના આશયને પ્રગટ કરવામાં ખૂબ સુંદર સફળતા હાંસલ કરી છે, તે અનુવાદ વાંચતા જ સમજાય છે. આવા વિશાળ ગ્રંથનો અનુવાદ એ વર્ષો માંગી લેતું કાર્ય છે. વળી તેમાં અપાર ધીરજ, ખંત અને ઉત્સાહ જોઈએ. લખવું, તપાસાવવું. ક્લિષ્ટ સ્થળો પર કલાકો વિચાર કરવા, અન્ય વિદ્વાનો સાથે પત્ર દ્વારા વિમર્શ કરવો, પ્રુફ તપાસવું, સંસ્કૃતગુજરાતીનો મેળ બેસાડવો વિ..કાર્યો કેવા ભગીરથ છે, તે તો અનુભવ કરનાર જ જાણી શકે. છેલ્લા ત્રણ વર્ષની જે મહેનતને અંતે આ પ્રથમ બે ભાગ બહાર પડી રહ્યા છે, તેનો હું સાક્ષી છું... આવા અવિરત માટે મહાત્મા અનમોદનીય છે. વંદનીય છે. ધન્ય છે. તેમણે તો આ પુરુષાર્થ દ્વારા કર્મનિર્જરાદિ અપાર લાભો મેળવી લીધા છે. - આ ગ્રંથના અભ્યાસ દ્વારા આપણે જિનશાસનના અણમોલ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરી શ્રદ્ધાવત બનીને સમ્યગ્દર્શનને નિર્મળ કરીએ, સ્વાધ્યાય દ્વારા સંકલ્પ વિકલ્પોનો નાશ કરી, સંવેગથી વાસિત બનીએ, અપૂર્વ નિર્જરા કરીએ તો, તેઓની આ મહેનત આપણા માટે સાર્થક થશે... તેમનો આ અવિરત પુરુષાર્થ ચાલુ રહે અને સંપૂર્ણ ગ્રંથનો અનુવાદ આપણને વહેલી તકે પ્રાપ્ત થાય, એટલું જ નહીં પણ આગળ બીજા પણ ગ્રંથો તેમના દ્વારા આપણને મળે, તેવી આશા રાખીએ. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્ અષાઢ સુદ ૫, ૨૦૬૬, ૧૬.૭.૧૦. જગદ્ગુરુ હીરસૂરિ .મૂ.૫.તપા જૈન સંઘ મલાડ (ઈ), મુંબઈ - ૯૭ દ. ભવ્યસુંદરવિજય

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 390