Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 10
________________ પ્રસ્તાવના 2 આવશ્યક નિર્યુક્તિ એટલે સાધુ અને શ્રાવકોએ રોજેરોજ કરવાના છ આવશ્યકો પરનો શ્રુતકેવલિ ભદ્રબાહુસ્વામી મહારાજાનો વ્યાખ્યા ગ્રંથ.... આવશ્યક સૂત્રો, ગણધર ભગવંતો દ્વારા રચાયેલા છે. તેના એક એક અક્ષરો મંત્રાક્ષરો સમાન છે. એક એક શબ્દમાં અદ્ભુત રહસ્યાર્થી પડેલા છે. સામાન્ય બુદ્ધિવાળા આપણા માટે તો એ અગમ્ય જ ગણાય. એટલે ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામી મહારાજાએ એ અર્થો આપણને ખોલીને બતાવ્યા છે... એક - બે ઉદાહરણ જોઈએ. કરેમિ ભંતે ! માં બે વાર ભંતે ! શબ્દથી ભગવાનને સંબોધન કરાયેલું છે, તે બે વાર શા માટે ? તિવિદ્ તિવિદે ં માં, તિવિદ્દનો અર્થ કરણ-કરાવણ-અનુમોદન છે અને તિવિહેળ નો અર્થ મન-વચનકાયાથી, એમ છે. તો પછી, તે શબ્દો પછી પહેલાં મળેળ-વાયા-જાળું મૂકીને ન રેમિ-1 છાવેમિ અંતમપિ અન્ન નો સમણુગ્ગામિ, એ પાછળથી જણાવવાનું કારણ શું ? આવા અનેક પ્રશ્નોના અદ્ભુત સમાધાનો નિર્યુક્તિકારે બતાવ્યા છે, જે આપણને આનંદિત કરીદે. શ્રુતજ્ઞાનના ખજાના જેવો ગ્રંથ । આવશ્યક નિર્યુક્તિ...જે વિષય આવ્યો છે, તેનું વિસ્તારથી નિરૂપણ છે...મંગળ, ચાર નિક્ષેપા, પાંચ જ્ઞાન, પ્રભુ વીરનું ચરિત્ર, ઋષભદેવ ભ.નું ચરિત્ર, ગણધરવાદ, નિર્ભવવાદ, ભાષા.... કયો વિષય બાકી છે ? એ પ્રશ્ન થાય. નિર્યુક્તિકારની શૈલી, સંક્ષિપ્ત છે...એટલે તેના અર્થો પણ આપણા માટે દુર્બોધ છે. એને ખોલીને બતાવ્યા છે સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી મહારાજાએ... તેમણે પોતે જ કરેલા ઉલ્લેખો પરથી એવું અનુમાન થાય છે કે આવશ્યક ઉપર તેમણે બૃહટ્ટીકા પણ રચી છે, જે હાલ ઉપલબ્ધ નથી..આ લઘુટીકા પણ આપણા માટે તો દરિયા જેવી છે. ત્યારે બૃષ્ટીકામાં કેટલા પદાર્થો હશે ? તે તો કલ્પના જ કરી શકાય. હરિભદ્રસૂરિ મહારાજની ટીકા ઉપરાંત, મલધારી હેમચન્દ્રસૂરિ મ.ની ટિપ્પણ, મલયગિરિ મ.ની ટીકા, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મ.નું વિશેષાવશ્યક ભાષ્ય, તેના ઉપર મલધારી હેમચન્દ્રસૂરિ મ.ની ટીકા.. શ્રી જિનદાસગણિમહત્તરસ્કૃત ચૂર્ણિ આ બધા ગ્રંથો આવશ્યકનિર્યુક્તિ ઉપર ઉપલબ્ધ છે. ગુરુપરંપરાથી જ ચાલી આવેલા અર્થોને હરિભદ્રસૂરિ મહારાજાએ ગ્રંથસ્થ કરીને અનન્ય ઉપકાર આપણા ઉપર કર્યો છે. તેમની ટીકા વિના નિર્યુક્તિ સમજવી અઘરી જ નહીં લગભગ અશક્ય હોત !... હરિભદ્રસૂરિ મહારાજા પણ તાર્કિક વિદ્વાન્ હતા. એટલે તેમની ટીકા પણ અલ્પ ક્ષયોપશમવાળા જીવોને સમજવામાં કઠિનાઈ તો પડે જ..ક્યાંક પરદર્શનોનો અભ્યાસ, ક્યાંક અન્ય ગ્રંથોનો અભ્યાસ હોય,

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 390