Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 9
________________ ८ જોઈએ.....” વગેરે. પણ મુનિરાજની પેલી મમ્મી જેવી સખત મહેનતને, ત્રણ-ત્રણ વર્ષના અવિરત પુરુષાર્થને કદી ધ્યાનમાં પણ લેશું ખરા ? ભલા આદમી ! ભૂલ તો કોની ન થાય ? છદ્મસ્થમાત્રની ભૂલ થવી સંભવિત છે, તો આ મુનિરાજ ભૂલ ન કરે. એ તો પોતાના આ ભોગની નિંદા-પ્રશંસા બધું જ હસતે મોઢે સ્વીકારવા તૈયારી રાખશે જ, પણ આપણી બધાની ફરજ શું ? એ આપણે ખાસ વિચારવું જોઈએ. પ્રસ્તાવનામાં આ બાબતનો ઉલ્લેખ ક૨વાનું કારણ એ છે કે પૂર્વે જણાવ્યું તેમ આ ગ્રન્થ કપરો હોવાથી એમાં ઘણી બધી મહેનત બાદ પણ ભૂલ થવાની શક્યતા રહેવાની. એ ભૂલનો બચાવ તો નથી જ કરવાનો. ભૂલ સુધારવાની જ છે પણ જેમ એ મુનિરાજે પોતાની ભૂલ સુધારવાની છે. તેમ આપણે બધાએ બીજાની ભૂલો જોઈને તરત એની નિંદા-ટીકા કરી દેવાની પડી ગયેલી કુટેવ રૂપી ભૂલ પણ સુધારવાની છે. હા ! ભૂલો બતાવવી ચોક્કસ ! પણ સાથે સાથે આ મહાન સુકૃતની કદર પણ કરવી. જો કે સંયમીઓ સુકૃતોની અનુમોદતા કરનારા હોય જ છતાં કોઈકને આ ઉપયોગ ન રહેતો હોય, તો એમણે આ ખ્યાલ રાખવો જરૂરી ખરો. આ ભાષાંતર પાછળ કેટલાય ભવ્યાત્માઓએ ભોગ આપ્યો છે. ત્રણ વર્ષ સુધી સખત-સતત મહેનત કરનાર મુનિરાજ આર્યરક્ષિત વિજયજીનો સૌથી મોટો ભોગ ! એમના ગુરુવર પૂ. મુનિવર જિતરક્ષિત મ. સાહેબે એમને આ કાર્ય માટે સતત પ્રોત્સાહન આપ્યું, બધી જ અનુકૂળતાઓ કરી આપી, શિષ્ય પાસેથી પોતાની સેવા લેવાની ટાળી દીધી એ બધો એમનો ભોગ પણ ઓછો નથી. • અથથી ઈતિ સુધી બધું જ અક્ષરશઃ સંશોધન કરી આપીને મુનિરાજ શ્રી ભવ્યસુંદર વિ.એ પણ સારો ભોગ આપ્યો. આ સંપૂર્ણ કાર્યમાં અનરાધાર કૃપાવૃષ્ટિ વરસાવનારા મારા-અમારા સૌના ગુરુદેવ પૂ.પાદ શાસન પ્રભાવક પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબના ભોગની તો કિંમત જ શી રીતે આંકવી? એમની અમીદ્રષ્ટિ વિના આ કાર્યમાં એક ડગલું ય આગળ વધવું શક્ય જ ક્યાં હતું ? આ નાનકડી પ્રસ્તાવના લખી આપીને મેંય નાનકડો ભોગ આપ્યો છે હોં ! એટલે મને ભૂલી ન જતા. બીજા કેટલાય ભવ્યાત્માઓના ભોગ પછી આ ભવ્યકાર્યનું નિર્માણ થયું છે. બસ, સૌ સંયમીઓ આ શાસ્ત્રનો સારામાં સારો અભ્યાસ કરીને, શાસ્ત્રજ્ઞાતા બનીને, પરિણતિસંપન્ન બનીને પરમપદને પામે એ જ એક માત્ર અભિલાષા. અમદાવાદ તપોવન વિક્રમ સંવત ૨૦૬૬ જેઠ સુદ પુનમ લિ. ગુણહંસવિજય

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 390