Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 7
________________ દ नमोऽस्तु तस्मै जिनशासनाय One Minute Please છ આવશ્યકના કુલ સૂત્રો ભેગા કરીએ તો કરેમિ ભંતે - લોગસ્સ - વાંદણા વગેરે મળીને ઘણું ઓછું સાહિત્ય બને. પણ એના ઉપર રચાયેલી નિર્યુક્તિ, ચૂર્ણિ, વૃત્તિ, ભાષ્ય વગેરે વગેરેનું જો સંકલન કરીએ તો સાંભળ્યું છે કે આજે પણ છ આવશ્યક ઉપર અંદાજે એક લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય મળે છે. મહાપુરુષોએ આવશ્યક ઉપર આટલું બધું લખાણ કર્યું, એ જ દેખાડે છે કે આ છ આવશ્યકોનું મહત્ત્વ કેટલું બધું એમના મનમાં દૃઢ થયેલું હશે ! છ આવશ્યક ઉપરની ઘણી બધી ટીકાઓમાંની એક ટીકા એટલે સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી વિરચિત હારિભદ્રી વૃત્તિ ! આની કમાલ એ છે કે એમાં પ્રાયઃ ચારેય અનુયોગોનો સારામાં સારો બોધ થઈ શકે છે. પાંચજ્ઞાન અને નિષ્નવાદમાં દ્રવ્યાનુયોગનો બોધ થાય. પગામસિાય વગેરેના વિવેચનમાં ચરણકરણાનુયોગનો બોધ થાય. કથાઓનો તો ભંડાર છે આ ગ્રન્થ ! એટલે કથાનુયોગનો બોધ થાય. તે તે સ્થાને થોડા-ઘણા અંશમાં ગણિતાનુયોગનો પણ બોધ થાય. વર્તમાનકાળની દૃષ્ટિએ એમ ચોક્કસ કહી શકાય કે આ એક ગ્રન્થનો પણ જો બરાબર અભ્યાસ કરવામાં આવે, તો સાધુ ગીતાર્થ બની જાય, અર્થાત્ ઢગલાબંધ પદાર્થો એના મનમાં - આત્મામાં રમતા થઈ જાય. પણ મોટી મુશ્કેલી એ કે એ મહાપુરુષ હરિભદ્રસૂરિજી મહારાજની ટીકાશૈલીં સમજવી ઘણી કઠિન ! (A) તેઓશ્રી ઘણું ટૂંકમાં લખે, એ ટૂંકાણમાંથી ઘણું બધું સમજવાનું હોય, જે અત્યારના જીવો માટે તો ઘણું બધું કપરું જ છે. (B) આમાં કથાનકો વગેરે બધું પ્રાકૃતભાષામાં છે, એ ભાષામાં તે કાળમાં પ્રસિદ્ધ ઘણા બધાં દેશી શબ્દો વપરાયા છે. એ શબ્દોમાંથી કેટલાય શબ્દો એવા છે કે શબ્દકોષમાં પણ એનો અર્થ ન મળે, કદાચ અર્થ મળે તોય ત્યાં એ અર્થ બરાબર સંગત ન થતો હોય. (C) આખોને આખો આ ગ્રન્થ ગીતાર્થ ગુરુ પાસે ભણ્યા હોય એવા સાધુ-સાધ્વીઓ આજે કેટલા મળે ? ઓછા જ ને ? એટલે એનો અર્થ સ્પષ્ટ જ છે કે ગુરુપરંપરાથી આ ગ્રન્થનો વ્યવસ્થિત બોધ ધરાવનારા સંયમીઓ ઓછા છે, માટે જ વ્યવસ્થિત અભ્યાસ કરાવી શકે એવા સંયમીઓ પણ ઓછા છે. પંડિતજીઓ આનો અભ્યાસ કરાવી શકે, એવી શક્યતા નહિવત્ છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 390