Book Title: Atmprabodh Author(s): Vijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah Publisher: Atmanand Jain Sabha View full book textPage 5
________________ અંદર હદયના ઉચ્ચભાવને જાગૃત કરનારી ભાવનાએ એવી રીતે પ્રરૂપેલી છે કે જેમનાથી સંસારી જીવો પોતાના દોષને દૂર કરવા અને આત્માના ગુણેને સંપાદન કરવા સમર્થ થઈ શકે છે. આ આત્મપ્રબંધ ગ્રંથ આહંત ધર્મની જ્ઞાનસમૃદ્ધિના વૈભવને પરીપૂર્ણ વિલાસરૂપ છે. ઉપર કહેલ નિશ્ચયબળ અથવા મને બળ પ્રાપ્ત કરવાની સામગ્રી આ ગ્રંથમાં ભરપૂર ગોઠવેલી છે, આત્મામાં એ પદાર્થની અંદર જે સામર્થ્ય, વીર્ય અને સત્તા રહેલી છે, તેને ઓળખાવવાને માટે જે જે સાધનો જોઈએ તે તે સાધનો આ ગ્રંથમાં યુક્તિ અને પ્રમાણ સાથે પ્રતિપાદન કરેલા છે. મનુષ્યમાં કર્મજનીત જે જે દો રહેલા છે, તેમને ટાળીને તેમના આત્મામાં રહેલા ઉચ્ચ લક્ષણે શીખવવા માટે સર્વોત્તમ સાધન સમ્યકત્વ જ છે તે વિષે આમાં સવિસ્તર વિવેચન કરવામાં આવેલું છે, તે ઉપરથી આત્મા કેવી રીતે પ્રબંધને પ્રાપ્ત કરે છે, અને પ્રબોધ પ્રાપ્ત કરવા માટે આત્માએ શું કરવું જોઈએ, ઈત્યાદિ ઉચ્ચ પ્રકારો આમાં એવી શૈલી અને કમથી વર્ણવ્યા છે કે, જેથી આ ગ્રંથનું આત્મપ્રબોધ એ નામ સંપૂર્ણ સાર્થકતાને ધારણ કરે છે. વળી પ્રબોધને અર્થ જાગૃતિ થાય છે, જેનાથી આત્માની પ્રબોધ જાગૃતિ થાય એવા વિચારોનો જેમાં સંગ્રહ છે, એ આત્મપ્રબંધ ગ્રંથ તેના નામની સંપૂર્ણ કૃતાર્થતા પણ સંપાદન કરે છે. જ્યાં પ્રકાશ ત્યાં પ્રબોધ હોય છે, અંધકારમાં પ્રબોધ હોઈ શકતો નથી, તેથી આ ગ્રંથના પ્રકરણને પ્રકાશ નામ આપેલું છે, આ ગ્રંથમાં પ્રકરણ રૂપે ચાર પ્રકાશ આપેલા છે, પ્રથમ પ્રકાશનું નામ સમ્યક્ત્વ નિર્ણય રાખેલું છે, આ પ્રકાશની અંદર આ ગ્રંથના અધિકારીનો નિર્ણય કરી આત્મા શબ્દનો અર્થ, આત્માના પ્રકાર, અને સમ્યક્ત્વનું સ્વરૂપ વિસ્તારથી નિરૂપણ કરેલું છે, શ્રાવકપણુના તત્ત્વને પ્રતિપાદન કરનાર સમ્યકત્વ તત્ત્વને પ્રરુપતાં ગ્રંથકારે તેને અંગે આત્મશુદ્ધિનો વિષય ઘણે સરસ રીતે વર્ણવ્યો છે, મનુષ્યની માનસશક્તિઓ અને ગુણ કેવી રીતે વિકાસ પામે છે, અને અસાધારણ માનસશક્તિઓ શાથી ખીલે છે? એ વાત આત્મશુદ્ધિના વિષયથી સ્પષ્ટ થાય છે, તે ઉપર આપેલ પ્રભાસ ચિત્રકારનું દષ્ટાંત એ વિષયનું યથાર્થ સ્પષ્ટીકરણ કરે છે, સમ્યફવના ભેદોના પ્રસંગમાં પંચવિધ વિનયનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં દેવપૂજા અને ચૈત્ય ભક્તિને વિષય ઘણે જ ચિત્તાકર્ષક રચાએલે છે. પવિત્ર પ્રભુની પૂજાભક્તિથી હૃદય ઉપર ઊંડામાં ઊંડી જે ભાવના પડે છે, અને તેથી હૃદય જે દ્રવીભૂત થાય છે, તેને ચિતાર ગ્રંથકારે તે વિષયની ચર્ચામાં દર્શાવેલો છે, અને તે ઉપર અસરકારક દષ્ટાંતે આપી પ્રસ્તુત વિષયને અત્યંત સમર્થ બનાવ્યા છે, જે વાંચતા આસ્તિક હૃદય ભાલ્લાસથી ઉભરાઈ જાય છે, સમ્યક્ત્વની વિવિધ શુદ્ધિ દર્શાવતા ગ્રંથકારે સમ્યકત્વની મહત્તાનું ભાન કરાવ્યું છે, અને પછી તેના ઘર્ષણને દષ્ટાંતપૂર્વક સમજાવી સમ્યક્ત્વના આઠ પ્રભાવકનું સવિસ્તાર ખ્યાન આપેલું છે, જે પ્રસંગ સમ્યક્ત્વના અધિકારી આત્માઓને અતિ આનંદ ઉપજાવે છે, તે ઉપરથી થકારે સિદ્ધ કરી બતાવ્યું છે કે દરેક જેને સમ્યક્ત્વની ભાવનાને માટે ઉચ્ચપણે ગતિમાન થવું જોઈએ. તે પ્રમાણે ગતિમાન થતાં ઉચ્ચ વર્તન રાખવા પ્રયત્ન કરવો જોઈએ અને કલ્યાણ કારક પ્રવૃત્તિ આચરવી જોઈએ અને તેથી દરેક જૈને સમ્યકત્વના પ્રભાવક થવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 408