Book Title: Atmasiddhi shastra
Author(s): Shrimad Rajchandra, Ambalal Lalchand
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 20
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર C ષપદનામકથન “આત્મા છે', ‘તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ; છે ભોક્તા' વળ “મોક્ષ છે' “મોક્ષ ઉપાય સુધર્મ' ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્રદર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનએ એહ. ૪૪ (૧) શંકા – શિષ્ય ઉવાચ (આત્માના હોવારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે.) નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એધાણ. ૪૬ (૪૩) “આત્મા છે', “તે આત્મા નિત્ય છે', ‘તે આત્મા પોતાના કર્મનો કર્તા છે', ‘તે કર્મનો ભોક્તા છે, તેથી મોક્ષ થાય છે', અને “તે મોક્ષનો ઉપાય એવો સતુઘર્મ છે. () એ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્રદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાનીપુરુષે એ છ પદો કહ્યાં છે. (૪૫) દ્રષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શાદિ બીજા અનુભવથી પણ જણાવવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. () અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇંદ્રિયો છે તે આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત્ એ સૌ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52