________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોઘ સુહાય; તે બોઘે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય;
ગુરુશિષ્ય સંવાદથી, ભાખું પર્પદ આંહી. ૪૨ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય.
(૩૯) જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મબ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ ન મટે.
(૪૦) એવી દશા જ્યાં આવે ત્યાં સરુનો બોઘ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોઘના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે.
(૪૧) જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે.
(૪૨) જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org