Book Title: Atmasiddhi shastra
Author(s): Shrimad Rajchandra, Ambalal Lalchand
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 40
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ૩૭ કર્મબંઘ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાઘશે, જન્મ તેહના અલ્પ. ૧૦પ અને ચારિત્ર મોહનીય રાગાદિક પરિણામરૂ૫ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, – તે તેનો અચૂક ઉપાય છે – તેમ બોઘ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંઘકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છેમાટે તે તેનો અચૂક ઉપાય છે. (૧૦) ક્રોઘાદિ ભાવથી કર્મબંઘ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોથ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે, એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મબંઘનો નિરોઘ છે, અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોઘાદિ રોકયાં રોકાય છે, અને જે કર્મબંઘને રોકે છે, તે અકર્મદશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તો એમાં સંદેહ શો કરવો ? (૧૦૫) આ મારો મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાઘશે, તેના અલ્પ જન્મ જાણવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52