Book Title: Atmasiddhi shastra
Author(s): Shrimad Rajchandra, Ambalal Lalchand
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 47
________________ ૪૪ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ.૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ આત્મબ્રાંતિસમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ ગુરુઆજ્ઞાસમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ઘ્યાન ૧૨૯ તે, આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. (૧૨૭) છયે સ્થાનક સમજાવીને હૈ સદ્ગુરુદેવ ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. (૧૨૮) છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. (૧૨૯) આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષઘ નથી. ૧. આ આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું તે આ વધારાની ગાથાથી જણાશે. શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખસાજ. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52