Book Title: Atmasiddhi shastra
Author(s): Shrimad Rajchandra, Ambalal Lalchand
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 48
________________ આત્મસિદ્ધિશાસ્ર જો ઇચ્છો પરમાર્થ તો, કો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ,છંદો નહિ આત્માર્થ, ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાઘન કરવાં સોય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથ રહેલ. ૧૩૨ ગચ્છમતનનેં જે કલ્પના, તે નહિ સર્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ ૪૫ (૧૩૦) જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં. (૧૩૧) આત્મા અબંઘ છે, અસંગ છે, સિદ્ઘ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાઘન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્વય લક્ષમાં રાખી સાઘન કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. (૧૩૨) અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યા છે. (૧૩૩) ગચ્છ મતની કલ્પના છે તે સદ્યવહાર નથી, પણ આત્માર્થીનાં લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સર્વ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52