Book Title: Atmano Adhyatmik Vikaskram
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૭પ શક્તિ આત્માને દર્શન અર્થાત્ સ્વરૂપ-પરરૂપને નિર્ણય કિંવા જડ-ચેતનને વિભાગ યા વિવેક કરવા દેતી નથી અને બીજી શક્તિ આત્મા વિવેકને પ્રાપ્ત કર્યો છતે પણ તદનુસાર પ્રવૃત્તિ અર્થાત્ અધ્યાસ પર પરિણતિથી છૂટી સ્વરૂપલાભ કરવા દેતી નથી. વ્યવહારમાં પણ સ્થાન સ્થાન પર એ દેખાય છે કેકઈ વસ્તુનું યથાર્થ દર્શન યા બોધ કર્યેથી જ તે તે વસ્તુ મેળવવાની યા ત્યાગવાની ચેષ્ટા હોઈ શકે છે અને સફલ પણ બને છે. આધ્યાત્મિક વિકાસગામી આત્મા માટે મુખ્ય બે જ કાર્ય છે. પહેલા સ્વરૂપ તથા પરરૂપનું યથાર્થ દર્શન કિંવા ભેદજ્ઞાન કરવું અને બીજું સ્વરૂપમાં સ્થિત રહેવું. એમાંથી પહેલા કાર્યને રોકવાવાળી મેહશક્તિને જૈનશાસ્ત્રમાં દર્શનમાહ” અને બીજા કાર્યને રોકવાવાળી મોહશક્તિને ચારિત્રહ” કહેવાય છે. બીજી શક્તિ પહેલી શક્તિની અનુગામિની છે અર્થાત પહેલી શક્તિ પ્રબલ હોય છે, ત્યાં સુધી બીજી શક્તિ કદિ પણ નિર્બલ હેતી નથી. અને પહેલી શક્તિ મન્દ, મન્દતર અને મન્દતમ હેયે છતે જ બીજી શક્તિ પણ ક્રમશઃ એ જ પ્રમાણે થાય છે. અથવા એક વાર આત્મા સ્વરૂપદર્શન પામે તે ફેર સ્વરૂપલાભ કરવાને માર્ગ પ્રાપ્ત થાય છે. અવિકસિત કિવા સર્વથા અધપતિત આત્માની અવસ્થા પ્રથમ ગુણસ્થાન છે. એમાં મેહની ઉક્ત બન્ને શક્તિઓ પ્રબલ હેવાના કારણે આત્માની આધ્યાત્મિક સ્થિતિ બીલકુલ નીચી હોય છે. આ ભૂમિકામાં આત્મા ચાહે આધિભૌતિક ઉત્કર્ષ ગમે તેટલે કરી લે, પણ એની પ્રવૃત્તિ તાવિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12