Book Title: Atmano Adhyatmik Vikaskram
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૮૨ ૩. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કે-આત્મશુદ્ધિ પ્રાપ્ત કર્યોથી આત્મા દર્શનમોહ પર વિજયલાભ પ્રાપ્ત કર્યા સિવાય રહેતું નથી અર્થાત તે પાછા હઠતે નથી. ઉક્ત ત્રણ પ્રકારની આત્મશુદ્ધિમાં બીજી અર્થાત્ “અપૂર્વ કરણ” નામની શુદ્ધિ જ અત્યંત દુર્લભ છે, કારણ કે રાગÀષના તીવ્રતમ વેગને રોકવાનું અત્યંત કઠિન કાર્ય એના દ્વારા થઈ શકે છે, જે સહજ નથી. જે એક વાર આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ જાય, તે ફેર ચાહે વિકાસગામી આત્મા ઉપરની કઈ ભૂમિકાથી ગબડી પડે તો પણ ફરી કઈને કઈ વાર પોતાના લક્ષ્યને--આધ્યાત્મિક પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ આધ્યાત્મિક પરિસ્થિતિનું સ્વરૂપ અનુભવગત વ્યવહારિક દષ્ટાન્ત દ્વારા કહેવાય છે. જેમ કે એક એવું વસ્ત્ર છે, કે જેમાં મેલથી અતિરિક્ત ચિકણાપણું પણ લાગેલું છે. તે વસ્ત્રને મેલ ઉપર ઉપરથી દૂર કરે એટલે કઠિન અને શમસાધ્ય નથી, તેટલો ચિકાશ દૂર કરવામાં છે. અર્થાત્ મેલ કરતાં ચિકાશ કરવી એ કષ્ટસાધ્ય છે. જે એક વાર ચિકાશપણું દૂર થઈ જાય તે બાકીને મેલ દૂર કરવામાં કિંવા કારણવશ ફરી લાગેલા મેલને દૂર કરવામાં વિશેષ શ્રમ પડતું નથી અને વસ્ત્રને અસલી સ્વરૂપમાં સહજમાં લાવી શકાય છે. ઉપર ઉપરને મેલ દૂર કરવામાં જે બળ વપરાય છે એની સદશ “યથાપ્રવૃત્તિકરણ” છે, ચિકાશપણું દૂર કરવામાં વિશેષ બળ તથા શ્રમની સમાન “અપૂર્વકરણ” છે, કે જે ચિકાશની સરખી રાગદ્વેષની તીવ્રતમ ગ્રન્થિને શિથિલ કરે છે. બાકી બચેલા મલ કિંવા ચિકાશ દૂર થયા બાદ ફરીને લાગેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12