Book Title: Atmano Adhyatmik Vikaskram Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 1
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૭૩ આત્માને આધ્યાત્મિક વિકાસક્રમ આત્માની શક્તિઓના ક્રમિક વિકાસને ગુણસ્થાન કહે છે. જૈનશાસ્ત્રમાં ગુણસ્થાન એ પારિભાષિક શબ્દની મતલબ આત્મિક શક્તિને આવિર્ભાવ અર્થાત્ એનું શુદ્ધ કાર્યરૂપમાં પરિણત રહેવાની તરતમ ભાવવાળી અવસ્થાઓ છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતના યા પૂર્ણાનંદમય છે. જ્યાં સુધી આત્માની ઉપર ઘન વાદળાની જેમ તીવ્ર આવરણની ઘટા છવાએલી હોય છે ત્યાં સુધી એનું અસલી સ્વરૂપ દેખા દેતું નથી, કિન્તુ આવરણે ક્રમશઃ શિથિલ ચા નષ્ટ થયે જ એનું અસલી સ્વરૂપે પ્રગટ થાય છે. આવરણની તીવ્રતા જ્યાં સુધી આખરી હદની હોય છે ત્યાં સુધી આત્મા પ્રાથમિક અવિકસિત અવસ્થામાં હોય છે અને જ્યારે આવરણ બીલકુલ નષ્ટ થાય છે ત્યારે આત્મા ચરમ અવસ્થા-શુદ્ધ સ્વરૂપની પૂર્ણતામાં વર્તમાન હોય છે. જેમ જેમ આવરણાની તીવ્રતા કમ હોય છે, તેમ તેમ આત્મા પ્રાથમિક અવસ્થાને છોડીને ધીમે ધીમે શુદ્ધ સ્વરૂપને લાભ પ્રાપ્ત કરતો ચરમ અવસ્થા તરફ પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન વખતે આ બે અવસ્થાની વચમાં એને અનેક નીચી-ઊંચી અવસ્થાઓને અનુભવ કરવો પડે છે. પ્રથમ અવસ્થાને અવિકાસની અવસ્થા અથવા અધઃપતનની પરાકાષ્ઠા અને છેલ્લી અવસ્થાને વિકાસ યા ઉત્ક્રાન્તિની પરાકાષ્ઠા સમજવી જોઈએ. આ વિકાસક્રમની મધ્યવતિની બધી અવસ્થાઓને અપેક્ષાએ ઉચ્ચ યા નીચ પણ કહી શકાય છે. અર્થાત્ મધ્યવતિની કેઈ પણ અવસ્થા ઉપરવાળી અવસ્થાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12