Book Title: Atmano Adhyatmik Vikaskram Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 7
________________ પારમાધિ લેખસંગ્રહ [૭૦ પાછો દીર્ઘ સ્થિતિવાળા કર્મો બાંધનારો જીવ, ચેરીના પંજામાં સપડાયેલ મનુષ્ય તે ગ્રન્થિદેશમાં રહેલ જીવ, કે જે વિશેષ શુદ્ધ પરિણામના અભાવે ગ્રન્થિ ભેદતે નથી તેમજ અવસ્થિત પરિણામી હોવાથી પાછે પણ વળતો નથી, તથા પિતાનું શુરાતન વાપરી ઈષ્ટનગરે જઈ પહોંચનાર મનુષ્ય તે કુહાડાની તિક્ષણ ધાર જેવા આગળ કહેવામાં આવનાર અપૂર્વકરણરૂપી અધ્યવસાયે કરી રાગદ્વેષની ગ્રન્થિને ચીરનાર સમ્યકત્વ સંપાદન કરનાર ભવ્ય જીવ. આ રીતે માનસિક વિકારોની સાથે આધ્યાત્મિક યુદ્ધ કરવામાં જે જયપરાજય થાય છે, તેને સુંદર ખ્યાલ આ દષ્ટાન્તથી આવી શકે તેમ છે. પ્રથમ ગુણસ્થાને રહેવાવાળા વિકાસગામી એવા પણ આત્માઓ હોય છે, કે જેણે રાગદ્વેષના તીવ્રતમ વેગને થડા પણ દબાવેલા હોય છે, પણ મોહની પ્રધાન શક્તિ અર્થાત્ દર્શનમોહને શિથિલ કરેલી હોતી નથી. એથી કરી તેવા આત્માઓ જે કે આધ્યાત્મિક લક્ષ્ય વિષે સર્વથા અનુમૂલગામી નથી હોતા, તે પણ એને બેધ તથા ચારિત્ર અન્ય અવિકસિત આત્માની અપેક્ષાએ સુંદર હોય છે. આ જેને ઈર્ષા–દ્વેષ આદિ દેશે બહુ જ થોડો પ્રભાવ પાડી શકે છે અર્થાત્ ઘણું મંદ પડી ગયેલા હોય છે, કેમકે–આ જીને આત્મકલ્યાણ કરવાની તીવ્ર અભિલાષા હોય છે એથી કરીને તેઓ સંસારના પ્રપંચથી દૂર રહેવા મથે છે. આમ હોઈને તેઓ નીતિના માર્ગે ચાલે, સત્પરુષને પક્ષપાત કરે તથા સુદેવાદિનું બહુમાન જાળવવા અથાગ પરિશ્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12