Page #1
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૭૩ આત્માને આધ્યાત્મિક વિકાસક્રમ
આત્માની શક્તિઓના ક્રમિક વિકાસને ગુણસ્થાન કહે છે. જૈનશાસ્ત્રમાં ગુણસ્થાન એ પારિભાષિક શબ્દની મતલબ આત્મિક શક્તિને આવિર્ભાવ અર્થાત્ એનું શુદ્ધ કાર્યરૂપમાં પરિણત રહેવાની તરતમ ભાવવાળી અવસ્થાઓ છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતના યા પૂર્ણાનંદમય છે. જ્યાં સુધી આત્માની ઉપર ઘન વાદળાની જેમ તીવ્ર આવરણની ઘટા છવાએલી હોય છે ત્યાં સુધી એનું અસલી સ્વરૂપ દેખા દેતું નથી, કિન્તુ આવરણે ક્રમશઃ શિથિલ ચા નષ્ટ થયે જ એનું અસલી સ્વરૂપે પ્રગટ થાય છે. આવરણની તીવ્રતા જ્યાં સુધી આખરી હદની હોય છે ત્યાં સુધી આત્મા પ્રાથમિક અવિકસિત અવસ્થામાં હોય છે અને જ્યારે આવરણ બીલકુલ નષ્ટ થાય છે ત્યારે આત્મા ચરમ અવસ્થા-શુદ્ધ સ્વરૂપની પૂર્ણતામાં વર્તમાન હોય છે. જેમ જેમ આવરણાની તીવ્રતા કમ હોય છે, તેમ તેમ આત્મા પ્રાથમિક અવસ્થાને છોડીને ધીમે ધીમે શુદ્ધ સ્વરૂપને લાભ પ્રાપ્ત કરતો ચરમ અવસ્થા તરફ પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન વખતે આ બે અવસ્થાની વચમાં એને અનેક નીચી-ઊંચી અવસ્થાઓને અનુભવ કરવો પડે છે. પ્રથમ અવસ્થાને અવિકાસની અવસ્થા અથવા અધઃપતનની પરાકાષ્ઠા અને છેલ્લી અવસ્થાને વિકાસ યા ઉત્ક્રાન્તિની પરાકાષ્ઠા સમજવી જોઈએ. આ વિકાસક્રમની મધ્યવતિની બધી અવસ્થાઓને અપેક્ષાએ ઉચ્ચ યા નીચ પણ કહી શકાય છે. અર્થાત્ મધ્યવતિની કેઈ પણ અવસ્થા ઉપરવાળી અવસ્થાની
Page #2
--------------------------------------------------------------------------
________________
c૪].
શ્રી છે. અ. જૈન ગ્રન્થમાલા અપેક્ષાએ નીચ અને નીચેવાળી અવસ્થાની અપેક્ષાએ ઉચ્ચ કહી શકાય છે. વિકાસની તરફ પ્રસ્થાન કરતો આત્મા વસ્તુતઃ ઉક્ત પ્રકારની સંખ્યાતીત આધ્યાત્મિક ભૂમિકાઓને અનુભવ કરે છે, પરંતુ જૈનશાસ્ત્રમાં સંક્ષેપમાં એનું વર્ગીકરણ કરીને તેના ચૌદ વિભાગ કર્યા છે, જે “ચૌદ ગુણસ્થાન” કહેવાય છે.
રાગ-દ્વેષના અધ્યવસાયથી મનને નિગ્રહ કરનારી તેમજ ઐહિક-પારલૌકિક અભિલાષાઓને ત્યાગ કરનારી વ્યક્તિ કમ રોકી શકે છે. કર્મના ઉપાદાનમાં હેતુરૂપ એવા પરિણામને અભાવ તે “સંવર” કહેવાય છે. આધ્યાત્મિક વિકાસને ક્રમ આસવનિરોધ યાને સંવરના ક્રમ ઉપર અવલંબિત છે. એથી જેમ જેમ સંવરની માત્રા વધતી જાય, તેમ તેમ ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાન પ્રાપ્ત થતું જાય છે.
તમામ આવરણમાં મોહનું આવરણ પ્રધાન છે કે જેનાથી રાગ-દ્વેષની ઉત્પત્તિ છે. જ્યાં સુધી મેહ બલવાન અને તીવ્ર હોય ત્યાં સુધી અન્ય તમામ આવરણે બલવાનું અને તીવ્ર બનેલા રહે છે. એનાથી વિપરીત મોહ નિર્બલ થયે જ અન્ય આવરણની એવી જ દશા થઈ જાય છે. અર્થાત્ મેહ નિર્બલ થયે છતે અન્ય આવરણે પણ નિર્બલ બની જાય છે. અતઃ આત્માને વિકાસ કરવામાં મુખ્ય બાધક મેહની પ્રબલતા અને મુખ્ય સહાયક મેહની નિર્બલતા સમજવી જોઈએ. એથી કરી ગુણસ્થાનની વિકાસક્રમગત અવસ્થાઓ મેહશક્તિની ઉત્કટતા, મન્દતા તથા અભાવ પર અવલંબિત છે.
મેહની પ્રધાન શકિતઓ બે છે. એમાંથી પહેલી
Page #3
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૭પ શક્તિ આત્માને દર્શન અર્થાત્ સ્વરૂપ-પરરૂપને નિર્ણય કિંવા જડ-ચેતનને વિભાગ યા વિવેક કરવા દેતી નથી અને બીજી શક્તિ આત્મા વિવેકને પ્રાપ્ત કર્યો છતે પણ તદનુસાર પ્રવૃત્તિ અર્થાત્ અધ્યાસ પર પરિણતિથી છૂટી સ્વરૂપલાભ કરવા દેતી નથી. વ્યવહારમાં પણ સ્થાન સ્થાન પર એ દેખાય છે કેકઈ વસ્તુનું યથાર્થ દર્શન યા બોધ કર્યેથી જ તે તે વસ્તુ મેળવવાની યા ત્યાગવાની ચેષ્ટા હોઈ શકે છે અને સફલ પણ બને છે. આધ્યાત્મિક વિકાસગામી આત્મા માટે મુખ્ય બે જ કાર્ય છે. પહેલા સ્વરૂપ તથા પરરૂપનું યથાર્થ દર્શન કિંવા ભેદજ્ઞાન કરવું અને બીજું સ્વરૂપમાં સ્થિત રહેવું. એમાંથી પહેલા કાર્યને રોકવાવાળી મેહશક્તિને જૈનશાસ્ત્રમાં દર્શનમાહ” અને બીજા કાર્યને રોકવાવાળી મોહશક્તિને ચારિત્રહ” કહેવાય છે. બીજી શક્તિ પહેલી શક્તિની અનુગામિની છે અર્થાત પહેલી શક્તિ પ્રબલ હોય છે, ત્યાં સુધી બીજી શક્તિ કદિ પણ નિર્બલ હેતી નથી. અને પહેલી શક્તિ મન્દ, મન્દતર અને મન્દતમ હેયે છતે જ બીજી શક્તિ પણ ક્રમશઃ એ જ પ્રમાણે થાય છે. અથવા એક વાર આત્મા સ્વરૂપદર્શન પામે તે ફેર સ્વરૂપલાભ કરવાને માર્ગ પ્રાપ્ત થાય છે.
અવિકસિત કિવા સર્વથા અધપતિત આત્માની અવસ્થા પ્રથમ ગુણસ્થાન છે. એમાં મેહની ઉક્ત બન્ને શક્તિઓ પ્રબલ હેવાના કારણે આત્માની આધ્યાત્મિક સ્થિતિ બીલકુલ નીચી હોય છે. આ ભૂમિકામાં આત્મા ચાહે આધિભૌતિક ઉત્કર્ષ ગમે તેટલે કરી લે, પણ એની પ્રવૃત્તિ તાવિક
Page #4
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા લક્ષ્યથી સર્વથા શૂન્ય હોય છે. જેવી રીતે દિશાશ્રમવાળો મનુષ્ય પૂર્વને પશ્ચિમ માની ગતિ કરે છે અને પિતાના ઈષ્ટ સ્થાનને નહિ પામતા એને બધે શ્રમ વૃથા બને છે, તેવી રીતે પ્રથમ ભૂમિકાવાળો આત્મા પરરૂપને સ્વરૂપે સમજી એને મેળવવાને પ્રતિક્ષણ અનુરક્ત રહે છે અને વિપરીત દર્શન યા મિથ્યાષ્ટિનું કારણ રાગદ્વેષની પ્રખેલતાને શિકાર બનીને તાત્વિક સુખથી વંચિત રહે છે. આ ભૂમિકાને શ્રી જૈનશાસનમાં “બહિરાત્મભાવ” કિંવા “મિથ્યાદર્શન” કહેવાય છે. આ ભૂમિકામાં જેટલા આત્મા વર્તમાન હોય છે એ બધાની આધ્યાત્મિક સ્થિતિ એક જ સરખી હોતી નથી, અર્થાતુ બધા ઉપર સામાન્યતઃ મેહની બને શક્તિનું આધિપત્ય હોચે છતે પણ થોડેઘણે તરતમભાવ અવશ્ય હોય છે. કેઈ પર મોહને પ્રભાવ ગાઢતમ, કેઈ પર ગાઢતર અને કઈ પર એનાથી પણ ઓછા હોય છે. વિકાસ કરે એ આત્માને પ્રાયઃ સ્વભાવ છે. એથી કરી જ્યારે જાણતાં કે અજાણતાં આત્મા ઉપરથી મોહને પ્રભાવ કમ થતે આવે છે, ત્યારે કંઈક વિકાસની તરફ અગ્રેસર થાય છે અને તીવ્રતમ રાગદ્વેષને કંઈક મન્દ કરીને મોહની પ્રથમ શક્તિને છિન્નભિન્ન યોગ્ય આત્મબળ પ્રગટ કરી લે છે. આવી સ્થિતિને જૈનશાસ્ત્રમાં “ગ્રન્થિભેદ” કહેવાય છે.
પ્રન્થિભેદનું કાર્ય અતિ વિષમ છે. રાગદ્વેષરૂપ તીવ્રતમ વિષગ્રંથિ એક વાર શિથિલ યા છિન્નભિન્ન થઈ જાય તો બેડે પાર થયે સમજ, કારણ કે–ત્યાર બાદ મેહની પ્રધાન શક્તિ દર્શનમોહને શિથિલ થવામાં વાર લાગતી નથીઃ
Page #5
--------------------------------------------------------------------------
________________
પારમાથિ લેખસંગ્રહ
[ ૭૭ અને દશમેહ શિથિલ થયે એટલે ચારિત્રહની શિથિલતાનો માર્ગ ખૂલ્લી જવામાં વાર લાગતી નથી. એક તરફ રાગદ્વેષ પિતાના પૂર્ણ બળને પ્રવેશ કરે છે અને બીજી તરફ વિકાસમુખ આત્મા પણ રાગદ્વેષને પ્રભાવને કમ કરવાને માટે પોતાના વીર્ય–બળને પ્રયોગ કરે છે. આ આધ્યાત્મિક યુદ્ધમાં માનસિક વિકાર અને આત્માની પ્રતિદ્વન્દ્રતામાં કોઈ એક તે કઈ બીજે લાભ પ્રાપ્ત કરે છે. અનેક આત્માઓ એવા પણ હોય છે કે-રસ્થિભેદ કરવા
ગ્ય બળ પ્રગટ કરીને પણ છેવટે રાગદ્વેષના તીવ્ર પ્રહારથી આહત બની–હાર ખાઈને પિતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે અને અનેક વાર પ્રયત્ન કરવા છતાં પણ રાગદ્વેષ પર જ્યલાભ પ્રાપ્ત કરી શકતા નથી. ઘણા આત્માઓ એવા પણ હોય છે કે–તેઓ ન તે હાર ખાઈને પાછા ફરે અને ન તો જયલાભ પ્રાપ્ત કરે, કિન્તુ ચિરકાળ સુધી આધ્યાત્મિક ચુદ્ધના મેદાનમાં પડી રહેલા હોય છે. કેઈ કે આત્મા એવા પણ હોય છે, કે જે પિતાની શક્તિને યથોચિત પ્રયોગ કરીને આ આધ્યાત્મિક યુદ્ધમાં રાગદ્વેષ પર જયલાભ પ્રાપ્ત કરી લે છે. કોઈ પણ માનસિક વિકારની પ્રતિદ્વન્દ્રતાની આ ત્રણે અવસ્થાઓમાં કદિ હાર ખાઈને પાછા ફરવું, કદિ પ્રતિસ્પર્ધામાં સ્થિર રહેવું અને કદિ લાભ પ્રાપ્ત કરે, આ અનુભવ દરેકને હોય છે. આ જ સંઘર્ષ કહેવાય છે. સંઘર્ષ વિકાસનું કારણ છે. ચાહે વિદ્યા, ધન, કીર્તિ આદિ કોઈ પણ ઈષ્ટવસ્તુ પ્રાપ્ત કરતી વખતે અચાનક અનેક વિદને ઉપસ્થિત થાય છે અને એની પ્રતિદ્વન્દ્રતામાં ઉક્ત પ્રકારની
Page #6
--------------------------------------------------------------------------
________________
૭૮ ].
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા ત્રણે અવસ્થાઓને અનુભવ પ્રાયઃ બધાને હોય છે. કેઈ વિદ્યાર્થી ધનાથ યા કીતિકાંક્ષી જ્યારે પિતાના ઈષ્ટની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરે છે, ત્યારે કાં તે વચ્ચે અનેક કઠિનતાઓ જોઈને પ્રયત્નને છોડી દે છે યા તો કઠિનતાઓને પાર કરીને ઈષ્ટપ્રાપ્તિના માર્ગ પર અસર થાય છે. જે અગ્રેસર થાય છે, તે માટે વિદ્વાન, ધનવાન યા કીતિશાળી બને છે. જે કઠિનતાઓથી ડરીને પાછો ભાગે છે, તે પામર, અજ્ઞાની અને કીતિહીન બની રહે છે. અને જે કઠિનતાએને ન તે જીતી શક્તિ કે ન તે હાર ખાઈ પાછા ફરતે, તે સાધારણ સ્થિતિમાં જ પડી રહી કેઈ ધ્યાન ખેંચવા યોગ્ય ઉત્કર્ષ યા લાભ પ્રાપ્ત કરી શક્તો નથી.
આ ભાવને સમજાવવાને શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આપેલું છે. તે એ છે કે-કેઈ ત્રણ પ્રવાસી અમુક નગર તરફ નીકવ્યા છે. ચાલતાં ચાલતાં તેઓ ઉપદ્રવથી ભયંકર અટવીમાં આવી ચડે છે. તેમના આગમનની રાહ જોઈને જ બેસી રહ્યા હોય એમ બે ચારો તેમને પકડવા દોડી આવે છે. આ બન્નેને આવતાં જોઈ ભયભીત થયેલ એક મનુષ્ય તે સત્વર પિબારા ગણી જાય છે, બીજે માણસ તે ચેરેના પંજામાં સપડાય છે, જ્યારે ત્રીજો પુરુષ તે અસાધારણ પુરુષાર્થ ફેરવીને બે ચરોને હંફાવી–હરાવી અટવી ઓળંગી ઈષ્ટનગરે જઈ પહોંચે છે. આ દૃષ્ટાન્તને ઉપનય એ છે કે-ત્રણ મનુષ્ય તે સંસારી જી, ભયંકર અટવી તે સંસાર, બે ચેર તે રાગદ્વેષ, ચેરેનું નિવાસસ્થાન તે ગ્રથિદેશ, ચારોથી બીજે ભાગી જનારે મનુષ્ય તે મલિન અધ્યવસાયના ગે
Page #7
--------------------------------------------------------------------------
________________
પારમાધિ લેખસંગ્રહ
[૭૦ પાછો દીર્ઘ સ્થિતિવાળા કર્મો બાંધનારો જીવ, ચેરીના પંજામાં સપડાયેલ મનુષ્ય તે ગ્રન્થિદેશમાં રહેલ જીવ, કે જે વિશેષ શુદ્ધ પરિણામના અભાવે ગ્રન્થિ ભેદતે નથી તેમજ અવસ્થિત પરિણામી હોવાથી પાછે પણ વળતો નથી, તથા પિતાનું શુરાતન વાપરી ઈષ્ટનગરે જઈ પહોંચનાર મનુષ્ય તે કુહાડાની તિક્ષણ ધાર જેવા આગળ કહેવામાં આવનાર અપૂર્વકરણરૂપી અધ્યવસાયે કરી રાગદ્વેષની ગ્રન્થિને ચીરનાર સમ્યકત્વ સંપાદન કરનાર ભવ્ય જીવ. આ રીતે માનસિક વિકારોની સાથે આધ્યાત્મિક યુદ્ધ કરવામાં જે જયપરાજય થાય છે, તેને સુંદર ખ્યાલ આ દષ્ટાન્તથી આવી શકે તેમ છે.
પ્રથમ ગુણસ્થાને રહેવાવાળા વિકાસગામી એવા પણ આત્માઓ હોય છે, કે જેણે રાગદ્વેષના તીવ્રતમ વેગને થડા પણ દબાવેલા હોય છે, પણ મોહની પ્રધાન શક્તિ અર્થાત્ દર્શનમોહને શિથિલ કરેલી હોતી નથી. એથી કરી તેવા આત્માઓ જે કે આધ્યાત્મિક લક્ષ્ય વિષે સર્વથા અનુમૂલગામી નથી હોતા, તે પણ એને બેધ તથા ચારિત્ર અન્ય અવિકસિત આત્માની અપેક્ષાએ સુંદર હોય છે. આ જેને ઈર્ષા–દ્વેષ આદિ દેશે બહુ જ થોડો પ્રભાવ પાડી શકે છે અર્થાત્ ઘણું મંદ પડી ગયેલા હોય છે, કેમકે–આ જીને આત્મકલ્યાણ કરવાની તીવ્ર અભિલાષા હોય છે એથી કરીને તેઓ સંસારના પ્રપંચથી દૂર રહેવા મથે છે. આમ હોઈને તેઓ નીતિના માર્ગે ચાલે, સત્પરુષને પક્ષપાત કરે તથા સુદેવાદિનું બહુમાન જાળવવા અથાગ પરિશ્રમ
Page #8
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આદરે તેમાં નવાઈ નથી. આવા જી અધ્યાત્મની પ્રથમ ભૂમિકાળવાળા મિત્રાદષ્ટિાન “અપુનબંધક” હોય છે, એટલે કે-જે અવસ્થા દરમિયાન મિથ્યાત્વને ઉકૃષ્ટ બંધ અટકી જાય એવી અવસ્થાએ તેઓ પહોંચેલા હોય છે. જો, કે એવા આત્માઓની આધ્યાત્મિક દૃષ્ટિ સર્વથા આત્મોન્મુખ ન હેવાના કારણે વસ્તુતઃ મિથ્યાષ્ટિ, વિપરીતદષ્ટિ વા અસદૃષ્ટિ કહેવાય છે, તે પણ તે સદ્દષ્ટિની સમીપ લઈ જવાવાળી હોવાના કારણે શાસ્ત્રકારે ઉપાદેય માનેલી છે.
ધ, વીર્ય અને ચારિત્રની તરતમભાવની અપેક્ષાએ આ અસત્ દષ્ટિના પણ ચાર ભેદ કરીને મિથ્યાષ્ટિ ગુણસ્થાનની અન્તિમ અવસ્થાનો શાસ્ત્રમાં વિશદ ઉલ્લેખ કરેલ છે. આ ચાર દષ્ટિએમાં જે વતમાન હોય છે, તેને સદ્દષ્ટિને લાભ પ્રાપ્ત કરવામાં વાર લાગતી નથી.
સાધ, સદ્દવીર્ય અને સચ્ચારિત્રની તરતમભાવની અપેક્ષાએ સદ્દષ્ટિના પણ ચાર વિભાગ કરેલા છે, જેમાં મિથ્યાષ્ટિને ત્યાગ કરી અથવા મેહની એક યા બે શક્તિએને છતી આગળ વધેલા વિકસિત આત્માઓને સમાવેશ થઈ જાય છે અથવા બીજી રીતે કહીએ તે જેમાં આત્માનું સ્વરૂપ ભાસિત હોય અને એની પ્રાપ્તિ માટે મુખ્ય પ્રવૃત્તિ હોય તે સદ્દષ્ટિ. એનાથી વિપરીત જેમાં આરબાનું સ્વરૂપ ન તે યથાવત ભાસિત હોય અને ન તે તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ હોય, તે અસષ્ટિ .
બેધ, વિર્ય અને ચારિત્રના તરતમભાવને લક્ષ્યમાં રાખી શાસ્ત્રમાં બન્ને દૃષ્ટિના ચાર ચાર વિભાગ પાડેલા છે,
Page #9
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૮૧ જેમાં સર્વે વિકાસગામી આત્માઓનો સમાવેશ થઈ જાય છે અને જેનું વર્ણન જાણવાથી આધ્યાત્મિક વિકાસનું ચિત્ર આ સામે ખડું થઈ જાય છે. એ જાણવાને માટે ભ૦ શ્રી હરિભદ્રસૂરિકૃત ગદૃષ્ટિસમુચ્ચય તથા પૂ. ઉ૦ શ્રી યશેવિજ્યજીકૃત ૨૧ થી ૨૪ સુધી ચાર દ્વાચિંશિક જેવી જોઈએ.
આત્મા અનાદિકાળથી જન્મ-મરણના પ્રવાહમાં પડેલે તેમજ અનેક શારીરિક તથા માનસિક દુઃખને અનુભવો અજ્ઞાનપણમાં-અનાગથી, ગિરિ–નદી-પાષાણના ન્યાયથી
જ્યારે આત્માનું આવરણ કંઈક શિથિલ થાય છે અને એનું કારણ તે આત્માને અનુભવ તથા વિલાસની માત્રા કંઈક વધે છે, ત્યારે તે વિકાસગામી આત્માના પરિણામોની શુદ્ધિ તથા કમળતા કંઈક વધે છે, જેથી કરી રાગ-દ્વેષની તીવ્રતમ દુર્ભેદ ગ્રન્થિને તેડવાની ગ્યતા ઘણે અંશે પ્રાપ્ત કરી લે છે. આ અજ્ઞાનપૂર્વક દુઃખ સંવેદનાજનિત અતિ અલ્પ આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં “યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે. ત્યાર બાદ જ્યારે અધિક આત્મશુદ્ધિ તથા વિલાસની માત્રા વધે છે, ત્યારે રાગ-દ્વેષની દુર્ભેદ વિષગ્રન્થિનો ભેદ કરી શકે છે. આ ગ્રન્થિભેદકારક આત્મશુદ્ધિને “અપૂર્વકરણ” કહે છે, કારણ કે એવું કરણ–પરિણામ વિકાસગામી આત્માને માટે અપૂર્વ–પ્રથમ જ પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ એથી પણ આત્મશુદ્ધિ તથા વીલાસની માત્રા કંઈક અધિક વધે છે, ત્યારે આત્મા મેહની પ્રધાનભૂત શક્તિ-દર્શનમોહ પર અવશ્ય વિજ્યલાભ પ્રાપ્ત કરે છે. આ વિજયકારક આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં “અનિવૃત્તિકરણ કહેવાય છે, કારણ
Page #10
--------------------------------------------------------------------------
________________
૮૨ ૩.
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કે-આત્મશુદ્ધિ પ્રાપ્ત કર્યોથી આત્મા દર્શનમોહ પર વિજયલાભ પ્રાપ્ત કર્યા સિવાય રહેતું નથી અર્થાત તે પાછા હઠતે નથી. ઉક્ત ત્રણ પ્રકારની આત્મશુદ્ધિમાં બીજી અર્થાત્ “અપૂર્વ કરણ” નામની શુદ્ધિ જ અત્યંત દુર્લભ છે, કારણ કે રાગÀષના તીવ્રતમ વેગને રોકવાનું અત્યંત કઠિન કાર્ય એના દ્વારા થઈ શકે છે, જે સહજ નથી. જે એક વાર આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ જાય, તે ફેર ચાહે વિકાસગામી આત્મા ઉપરની કઈ ભૂમિકાથી ગબડી પડે તો પણ ફરી કઈને કઈ વાર પોતાના લક્ષ્યને--આધ્યાત્મિક પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ આધ્યાત્મિક પરિસ્થિતિનું સ્વરૂપ અનુભવગત વ્યવહારિક દષ્ટાન્ત દ્વારા કહેવાય છે.
જેમ કે એક એવું વસ્ત્ર છે, કે જેમાં મેલથી અતિરિક્ત ચિકણાપણું પણ લાગેલું છે. તે વસ્ત્રને મેલ ઉપર ઉપરથી દૂર કરે એટલે કઠિન અને શમસાધ્ય નથી, તેટલો ચિકાશ દૂર કરવામાં છે. અર્થાત્ મેલ કરતાં ચિકાશ કરવી એ કષ્ટસાધ્ય છે. જે એક વાર ચિકાશપણું દૂર થઈ જાય તે બાકીને મેલ દૂર કરવામાં કિંવા કારણવશ ફરી લાગેલા મેલને દૂર કરવામાં વિશેષ શ્રમ પડતું નથી અને વસ્ત્રને અસલી સ્વરૂપમાં સહજમાં લાવી શકાય છે. ઉપર ઉપરને મેલ દૂર કરવામાં જે બળ વપરાય છે એની સદશ “યથાપ્રવૃત્તિકરણ” છે, ચિકાશપણું દૂર કરવામાં વિશેષ બળ તથા શ્રમની સમાન “અપૂર્વકરણ” છે, કે જે ચિકાશની સરખી રાગદ્વેષની તીવ્રતમ ગ્રન્થિને શિથિલ કરે છે. બાકી બચેલા મલ કિંવા ચિકાશ દૂર થયા બાદ ફરીને લાગેલા
Page #11
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
f ૮૩ મલને દૂર કરવાવાળા બળ-પ્રયાગની સમાન “અનિવૃત્તિકરણ છે. ઉક્ત ત્રણેય પ્રકારના બળ-પ્રયોગમાં ચિકાશ દૂર કરવાવાળે બળ-પ્રયોગ જ વિશિષ્ટ છે.
એ પ્રકારે અપૂર્વકરણરૂપ પરિણામ દ્વારા રાગદ્વેષની અતિ તીવ્રતા મટી ગયા પછી દર્શનમોહ પર વિજય પ્રાપ્ત કરે સહજ છે. દર્શનમોહ છતાયે એટલે પહેલા ગુણસ્થાનની સમાપ્તિ થઈ.
ઉક્ત પ્રમાણે હોયે છતે જ વિકાસગામી આત્મા સ્વરૂપનું દર્શન કરી શકે છે અર્થાત્ આજ સુધી તે આત્માની જે છીપમાં રૂપાની ભ્રાન્તિની જેમ પરરૂપમાં સ્વરૂપની ભ્રાનિત હતી તે દૂર થઈ જાય છે. એથી જ તેના પ્રયત્નની ગતિ ઊલટી નહિ થતાં સીધી બની રહે છે અર્થાત્ તે વિવેકી બનીને કર્તવ્ય-અકર્તવ્યને વાસ્તવિક વિભાગ કરી લે છે. આ દશાને જૈનશાસ્ત્રમાં “અન્તરાત્મભાવ” કહેવાય છે, કારણ કે આ સ્થિતિ પ્રાપ્ત કરીને વિકાસગામી આત્મા પિતાની અંદર વર્તમાન સૂક્ષ્મ અને સહજ એવા શુદ્ધ પરમાત્મભાવને દેખવા લાગે છે, અર્થાત્ અન્તરાત્મભાવ એ આત્મમંદિરનું ગર્ભદ્વાર છે, જેમાં પ્રવેશ કરીને તે મંદિરમાં વર્તમાન પરમાત્મભાવરૂપ નિશ્ચય દેવનું દર્શન કરી શકે છે.
આ દશા વિકાસક્રમની ચતુર્થી ભૂમિકા કિંવા ચતુર્થ ગુણસ્થાનક છે, જેને પામીને આત્મા પ્રથમ વાર જ આધ્યાત્મિક શાંતિને અનુભવ કરે છે. આ ભૂમિકામાં આધ્યાત્મિક દષ્ટિ યથાર્થ (આત્મસ્વરૂપનુખ) હોવાના કારણે વિપર્યાસ
Page #12
--------------------------------------------------------------------------
________________ 84] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા રહિત હોય છે, જેને જેનશાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિ કિંવા “સમ્યકુત્વકહે છે. અત્ર ચૌદે ભૂમિકાને-ગુણસ્થાને ને વિચાર નહિ કરતાં ચતુર્થ સમ્યગદષ્ટિ ગુણસ્થાન સુધીનું કથન કર્યું છે. આત્મવિકાસની શરૂઆત આ ભૂમિકા પ્રાપ્ત થયા પછી જ ગણતરીમાં લેખાય છે. આ ચતુર્થ ભૂમિકા પામેલો આત્મા ઉત્ક્રાનિતક્રમમાં આગળ વધતા પંચમ આદિ ગુણસ્થાની પ્રાપ્તિ થતાં ઉત્તરોત્તર વિકાસ અને દૃષ્ટિની શુદ્ધતા અધિકાધિક હોય છે. એ રીતે વિકાસકમમાં આગળ વધતા આધ્યાત્મિક શાન્તિના અનુભવથી વિશેષ બળવાન થઈ,ચારિત્રમેહને નષ્ટ કરી, છેવટે અઘાતિ કર્મને નાશ કરી પૂર્ણ સ્થિરતાસ્વરૂપ છેલ્લી–ચરમ અવસ્થા અર્થાત્ ચૌદમાં ગુણ સ્થાનને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપી પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી કૃતકૃત્ય બને છે. (સદર લેખ હિન્દીના ગૂર્જરાનુવાદરૂપે કેટલાક ફેરફાર તથા વધારો કરી મૂકવામાં આવેલ છે. ) અસંગદશાને હેતુ વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષપશમનું નિર્મળપણું થાય છે અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવમાં અસંગદશા આવે તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે અને એ અસંગદશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે, જે ફરી ફરી શ્રી જિનાગમમાં વિસ્તારેલ છે-કહેલ છે.