SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ f ૮૩ મલને દૂર કરવાવાળા બળ-પ્રયાગની સમાન “અનિવૃત્તિકરણ છે. ઉક્ત ત્રણેય પ્રકારના બળ-પ્રયોગમાં ચિકાશ દૂર કરવાવાળે બળ-પ્રયોગ જ વિશિષ્ટ છે. એ પ્રકારે અપૂર્વકરણરૂપ પરિણામ દ્વારા રાગદ્વેષની અતિ તીવ્રતા મટી ગયા પછી દર્શનમોહ પર વિજય પ્રાપ્ત કરે સહજ છે. દર્શનમોહ છતાયે એટલે પહેલા ગુણસ્થાનની સમાપ્તિ થઈ. ઉક્ત પ્રમાણે હોયે છતે જ વિકાસગામી આત્મા સ્વરૂપનું દર્શન કરી શકે છે અર્થાત્ આજ સુધી તે આત્માની જે છીપમાં રૂપાની ભ્રાન્તિની જેમ પરરૂપમાં સ્વરૂપની ભ્રાનિત હતી તે દૂર થઈ જાય છે. એથી જ તેના પ્રયત્નની ગતિ ઊલટી નહિ થતાં સીધી બની રહે છે અર્થાત્ તે વિવેકી બનીને કર્તવ્ય-અકર્તવ્યને વાસ્તવિક વિભાગ કરી લે છે. આ દશાને જૈનશાસ્ત્રમાં “અન્તરાત્મભાવ” કહેવાય છે, કારણ કે આ સ્થિતિ પ્રાપ્ત કરીને વિકાસગામી આત્મા પિતાની અંદર વર્તમાન સૂક્ષ્મ અને સહજ એવા શુદ્ધ પરમાત્મભાવને દેખવા લાગે છે, અર્થાત્ અન્તરાત્મભાવ એ આત્મમંદિરનું ગર્ભદ્વાર છે, જેમાં પ્રવેશ કરીને તે મંદિરમાં વર્તમાન પરમાત્મભાવરૂપ નિશ્ચય દેવનું દર્શન કરી શકે છે. આ દશા વિકાસક્રમની ચતુર્થી ભૂમિકા કિંવા ચતુર્થ ગુણસ્થાનક છે, જેને પામીને આત્મા પ્રથમ વાર જ આધ્યાત્મિક શાંતિને અનુભવ કરે છે. આ ભૂમિકામાં આધ્યાત્મિક દષ્ટિ યથાર્થ (આત્મસ્વરૂપનુખ) હોવાના કારણે વિપર્યાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249587
Book TitleAtmano Adhyatmik Vikaskram
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size764 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy