Book Title: Atmano Adhyatmik Vikaskram Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 9
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૮૧ જેમાં સર્વે વિકાસગામી આત્માઓનો સમાવેશ થઈ જાય છે અને જેનું વર્ણન જાણવાથી આધ્યાત્મિક વિકાસનું ચિત્ર આ સામે ખડું થઈ જાય છે. એ જાણવાને માટે ભ૦ શ્રી હરિભદ્રસૂરિકૃત ગદૃષ્ટિસમુચ્ચય તથા પૂ. ઉ૦ શ્રી યશેવિજ્યજીકૃત ૨૧ થી ૨૪ સુધી ચાર દ્વાચિંશિક જેવી જોઈએ. આત્મા અનાદિકાળથી જન્મ-મરણના પ્રવાહમાં પડેલે તેમજ અનેક શારીરિક તથા માનસિક દુઃખને અનુભવો અજ્ઞાનપણમાં-અનાગથી, ગિરિ–નદી-પાષાણના ન્યાયથી જ્યારે આત્માનું આવરણ કંઈક શિથિલ થાય છે અને એનું કારણ તે આત્માને અનુભવ તથા વિલાસની માત્રા કંઈક વધે છે, ત્યારે તે વિકાસગામી આત્માના પરિણામોની શુદ્ધિ તથા કમળતા કંઈક વધે છે, જેથી કરી રાગ-દ્વેષની તીવ્રતમ દુર્ભેદ ગ્રન્થિને તેડવાની ગ્યતા ઘણે અંશે પ્રાપ્ત કરી લે છે. આ અજ્ઞાનપૂર્વક દુઃખ સંવેદનાજનિત અતિ અલ્પ આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં “યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે. ત્યાર બાદ જ્યારે અધિક આત્મશુદ્ધિ તથા વિલાસની માત્રા વધે છે, ત્યારે રાગ-દ્વેષની દુર્ભેદ વિષગ્રન્થિનો ભેદ કરી શકે છે. આ ગ્રન્થિભેદકારક આત્મશુદ્ધિને “અપૂર્વકરણ” કહે છે, કારણ કે એવું કરણ–પરિણામ વિકાસગામી આત્માને માટે અપૂર્વ–પ્રથમ જ પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ એથી પણ આત્મશુદ્ધિ તથા વીલાસની માત્રા કંઈક અધિક વધે છે, ત્યારે આત્મા મેહની પ્રધાનભૂત શક્તિ-દર્શનમોહ પર અવશ્ય વિજ્યલાભ પ્રાપ્ત કરે છે. આ વિજયકારક આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં “અનિવૃત્તિકરણ કહેવાય છે, કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12