Book Title: Atmano Adhyatmik Vikaskram Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 2
________________ c૪]. શ્રી છે. અ. જૈન ગ્રન્થમાલા અપેક્ષાએ નીચ અને નીચેવાળી અવસ્થાની અપેક્ષાએ ઉચ્ચ કહી શકાય છે. વિકાસની તરફ પ્રસ્થાન કરતો આત્મા વસ્તુતઃ ઉક્ત પ્રકારની સંખ્યાતીત આધ્યાત્મિક ભૂમિકાઓને અનુભવ કરે છે, પરંતુ જૈનશાસ્ત્રમાં સંક્ષેપમાં એનું વર્ગીકરણ કરીને તેના ચૌદ વિભાગ કર્યા છે, જે “ચૌદ ગુણસ્થાન” કહેવાય છે. રાગ-દ્વેષના અધ્યવસાયથી મનને નિગ્રહ કરનારી તેમજ ઐહિક-પારલૌકિક અભિલાષાઓને ત્યાગ કરનારી વ્યક્તિ કમ રોકી શકે છે. કર્મના ઉપાદાનમાં હેતુરૂપ એવા પરિણામને અભાવ તે “સંવર” કહેવાય છે. આધ્યાત્મિક વિકાસને ક્રમ આસવનિરોધ યાને સંવરના ક્રમ ઉપર અવલંબિત છે. એથી જેમ જેમ સંવરની માત્રા વધતી જાય, તેમ તેમ ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાન પ્રાપ્ત થતું જાય છે. તમામ આવરણમાં મોહનું આવરણ પ્રધાન છે કે જેનાથી રાગ-દ્વેષની ઉત્પત્તિ છે. જ્યાં સુધી મેહ બલવાન અને તીવ્ર હોય ત્યાં સુધી અન્ય તમામ આવરણે બલવાનું અને તીવ્ર બનેલા રહે છે. એનાથી વિપરીત મોહ નિર્બલ થયે જ અન્ય આવરણની એવી જ દશા થઈ જાય છે. અર્થાત્ મેહ નિર્બલ થયે છતે અન્ય આવરણે પણ નિર્બલ બની જાય છે. અતઃ આત્માને વિકાસ કરવામાં મુખ્ય બાધક મેહની પ્રબલતા અને મુખ્ય સહાયક મેહની નિર્બલતા સમજવી જોઈએ. એથી કરી ગુણસ્થાનની વિકાસક્રમગત અવસ્થાઓ મેહશક્તિની ઉત્કટતા, મન્દતા તથા અભાવ પર અવલંબિત છે. મેહની પ્રધાન શકિતઓ બે છે. એમાંથી પહેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12