Book Title: Atmanand Prakash Pustak 051 Ank 01 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફરઝર ઝરઝર ઝર ઝરર રરરરરર શ્રીયુત્ ઝવેરી હરખચંદભાઈ વીરચંદ ગાંધીનું જીવનવૃત્તાંત. સૌરાષ્ટ્રના ગોહિલવાડ પ્રાંતનું કહેવાતું' કાશમીર, પ્રાચીનકાળમાં જેને મધુમતી નગરી પણ તે કહેવામાં આવતી હતી. પરમાત્મા શ્રી મહાવીર દેવની વિદ્યમાનતામાં શ્રી મહાવીર પરમાત્માની જે પ્રતિમા જ્યાં હાલ જૈન મંદિરમાં બિરાજમાન છે, ભૂતકાળમાં પૂજય કૃપાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ જેવા પરમ તારક આચાર્ય દેવોની જે જન્મભૂમિ કહેવાય છે. આવી પ્રભાવક નગરી મહુવા-શહેરમાં ઝવેરી શ્રીયુત્ હરખચંદભાઈ વીરચંદ ગાંધીને ઇ. સ. ૧૯૧૮ ના એપ્રીલ માસમાં શેઠશ્રી વીરચંદ વશરામને ત્યાં માતુશ્રી મોતીબાઈની કુક્ષિમાં જનમ થયો હતો. જનમથી જ હરખચંદભાઈ સંસ્કાર પામ્યા હતા. તેઓશ્રીના અ, સો. પત્ની પ્રભાવતી બેન પણ સુશીલ, વ્યવહારકુશળ છે. તેઓશ્રીને પાંચ બંધુઓ માંથી બે બાલ્યકાળમાં અવસાન પામ્યા હતા. એક મેટાભાઈ જયંતીલાલભાઈએ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા લીધી હતી. શુદ્ધ રીતે ચારિત્ર પાળતાં શ્રી તારંગા યાત્રાર્થે આવતાં વાઘના શિકારના ભાગ થઈ પડ્યા હતા. બીજા ભાઇ શ્રી શાંતિલાલભાઈ હાલ મુંબઈમાં લોખંડના વ્યાપારની લાઈનમાં છે. શ્રી હરખચંદભાઈએ વિદ્યાભ્યાસ કરી મુંબઈ આવી કાપડ મારકીટમાં વ્યાપારના અનુભવ મેળવવા નોકરીથી પ્રથમ જીવન શરૂ કર્યા બાદ ત્યાંથી છૂટા થઈ, શ્રીયુત્ બાબુભાઈ મૂળચંદના સહકારથી ઝવેરી બધુને ત્યાં રહ્યા અને ત્યાં ઝવેરાતના ધંધામાં નિષ્ણાત થઈ ઝવેરાતના ધંધામાં ઝુકાવ્યું. તેઓશ્રી સરલ સ્વભાવી, માયાળુ હોવા સાથે અનેક ચડતી-પડતીના ચક્રોમાંથી પસાર થતાં ધર્મ પ્રત્યે પૂર્ણ પ્રેમ અને ભાવનાવડે ધ'ધામાં પ્રગતિ થવા લાગી, અને જેમ જેમ લક્ષમી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ગુપ્ત દાન દેવા સાથે મહુવા બાલાશ્રમમાં રૂા. ૫૦૦૧), મહુવામાં થયેલ છેલ્લી પ્રતિષ્ઠા વખતે રૂા. ૧૫૦૦૦), અનેક આદેશોમાં, મુંબઈ નજીક અગાશી ગામમાં જે રૂા. ૧૫૦૦૦) ખચી સર્વ સામગ્રી સહિત સેનેટેરીયમ બંધાવ્યું, અને પોતાના પ્રિય પુત્ર બિપીનકુમારના જ-મગાંઠના દિવસે જૈન નરરત્ન શેઠ રમણભાઇ દલસુખભાઈ J. P. ના મુબારક હસ્તે ઉદ્દઘાટન કરાવ્યું. પાલીતાણા, કદંબગિરિ, કુંડલા, બોટાદ, ગિરનારજી વગેરે સ્થળે ઉદારતાપૂર્વક સખાવત કરી. ગુપ્તદાન તો ચાલુ જ છે. તેમના પરિવારમાં એક પુત્ર બિપિનચંદકુમાર અને બે પુત્રીઓ છે. ધાર્મિક સાહિત્યમાં પંચ પ્રતિક્રમણ, જૈન નિત્ય પાઠસ'ગ્રહ વિદ્યાર્થીઓ માટે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલ લક્ષમીને આત્મકલ્યાણ માટે સદ્વ્યય કરે છે. અમારી વિનતિને સ્વીકાર કરી, ધર્મપ્રેમી શ્રીયુત્ હરખચંદભાઈ ઝવેરી આ સભાના પેટ્રન થયા છે. શ્રીયુત્ હરખચંદભાઈ દીર્ધાયુ થઈ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લક્ષમી વિશેષ વિશેષ પ્રાપ્ત કરે તેમ ઈરછીએ છીએ. મન-ધરા -%= % ના ર-ર નવાર ન For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26