Book Title: Atmanand Prakash Pustak 051 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાર તેની પ્રાચીન તાડપત્રની પત્ર કર્ણાટક દેશમાં મૂડબિદ્રી નામના સ્થાનમાંથી અત્યાર સુધી અલભ્ય પ્રત હતી તે ભંડારમાંથી નીકળી છે. તે પ્રતના ૯૩મા સૂત્રમાં સવાર શબ્દ નીકળ્યો છે; તે ઉપરથી પ્રો૦ હીરાલાલ જૈન દિગંબર પંડિત નાગપુરવાળાએ સ્ત્રીને મેક્ષ હોવાનું સિદ્ધ કર્યું છે તેમજ કેવલીને ભજન હેવાનું. માત્ર નગ્નપણામાં જ મુક્તિ ન હોઈ શકે તેમ દિગંબર સિદ્ધાંત અને કર્મના નિયમને અનુસરીને સિદ્ધ કર્યું છે. આ ત્રણે વેતાંબર અને દિગંબર વચ્ચેના મુખ્ય વિરોધી મુદ્દાઓનું સુંદર રીતે સ્પષ્ટીકરણ કરી શ્વેતાંબર માન્યતાને સિદ્ધ કરી છે, તે તેમના પ્રકાશિત થયેલા “સિદ્ધાંતસમીક્ષા' નામના ગ્રંથથી સમજી શકાશે. તેમના નિષ્પક્ષપાત અને પ્રમાણિક સૈદ્ધાંતિક અભિપ્રાય માટે ધન્યવાદ ઘટે છે. ઓલ ઇડિયા કોન્ફરન્સ કમીટીના નવા પ્રમુખ શ્રીયુત પોપટલાલ રામચંદ કે જેઓ મુંબઈ ધારાસભાના સભ્ય છે, સાદું જીવન જીવનારા છે, પ્રખર વક્તા છે, અનેક ક્ષેત્રોમાં સેવા બજાવતા આવ્યા છે તેમની નીમણુક સર્વાનુમતે થઈ છે અને ત્યારપછી શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી કે જેઓ પ્રમુખશ્રીની માફક સાદુ જીવન જીવનાર, કેન્ફરન્સના કાર્યના વર્ષો થયાં પ્રચારક, આત્માનદ જૈન સભા મુંબઈના નિયામક, સેવા ભાવનામાં સદા તત્પર, વક્તા અને લેખક છે તેમની ઉપપ્રમુખપદે નીમણુક થઈ છે; ઉભયને ધન્યવાદ ઘટે છે પરંતુ કેન્ફરન્સનું મુખ્ય કાર્ય સંગઠનનું છે તે ધ્યાનમાં રાખી મધ્યમ વર્ગના સાધર્મિક બંધુઓના ઉદ્ધારની યોજના લાંબા ગાળાની ન થાય પરંતુ શીધ્ર રીતે પાંચ લાખ રૂપીઆને અમલ થઈ બેકારી ટળે તે માટે–વહેલી તકે પ્રયત્ન કરવાની સૂચના કરીએ છીએ. સાવરકુંડલામાં જૈન વિદ્યાર્થીગૃહના શિલારોપણની ક્રિયા શેઠ રોગીલાલ મગનલાલ હસ્તક જેઠ યુદ ૧૦ થઈ હતી તેમજ બોટાદ જન સંધ તરફથી જિનાલયને શતાબ્દિ મહોત્સવ આ. ભ. શ્રી ચંદ્રસાગરસૂરિજીની નિશ્રામાં થયો હતો. ડે. વેસ્ટર સ્કેચ મૌરર કે જેઓ વોટિન-અમેરીકામાં દક્ષિણ એશિયા વિભાગના ગ્રંથપાલ છે તેઓ અષાઢ શૂદી ૧૫ સ્ટીમરમાં અમેરિકાથી પંદર નિષ્ણાત સ્કેલ સાથે મુંબઈ આવ્યા છે અને આ. શ્રી વિજયવલ્લભસરિના દર્શનાર્થે આવી ગયા છે. તેઓ નવ માસ સુધી પુના ભાંડારક ઈન્સ્ટીટયુટમાં જૈન દર્શનના સિદ્ધાંતને અભ્યાસ કરશે. પછી ભાષણ આપશે તેમજ અન્ય મુનિરાજોની પણ મુલાકાત લેશો. આ રીતે ગત વર્ષમાં દર્શન, શાન, ચારિત્ર, તપ, દીક્ષા, કેળવણી વિગેરેનાં અનેક સત્ર જૈન સુષ્ટિમાં પૂર્ણ થયા હતાં. ઉપરાંત ગત વર્ષમાં પૂ. આ. કે. શ્રી વિજયકરતૂરસૂરિજી જેઓ આત્માનંદ પ્રકાશમાં વારંવાર તત્વજ્ઞાન પૂર્ણ લેખે આપતા હતા તેમને, સભાના પેટ્રન શ્રી ચીમનલાલ ડાયાભાઈ, કોન્ફરન્સના પિતા શ્રી ગુલાબચંદ ઠઠ્ઠા, શ્રીયુત સુરચંદ પુરુષોત્તમદાસ બદામી, પંડિત લાલન, શ્રી મકનજી જુઠાભાઈ બેરીસ્ટર વિગેરેના અવસાન માટે સભા દિલગીરી દર્શાવે છે અને તેમના અમર આત્માને શાંતિ ઇચ્છે છે. લેખન ગત વર્ષમાં પદ્ય વિભાગના ૪૧ લેખે અને ગદ્ય વિભાગના ૫૦ લેખે આપવામાં આવ્યા છે. પદ્ય લેખમાં કવિકુલકિરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજીના શ્રી મહાવીર સ્તવન વિગેરે છ કાવ્યો, સાહિત્યરત્ન પૂ. મુ. શ્રી જંબૂવિજયજીનું પાઉં જિનેશ્વર સ્તવન, . શ્રી નેમવિજયજીનું શાંતિ જિન સ્તવન, પં. રામવિજયજી ગણિના સ્વ. મેહનવિજયજી( લટકાળા)ના શ્રી કષભદેવ વગેરે ચાર જિનેશ્વરના ભાવાર્થ સાથેના સ્તવને, મુ. વિનયવિજયજીના ગુરસ્તુતિના બે કાવ્યો, શીઘ્રકવિ મુ. શ્રી દક્ષવિજયજીનું મહાવીર જિન સ્તવન, સાક્ષર શ્રી હીરાલાલ રસિકદાસ કાપડીઆના સંસારદાવાનલ સ્તુતિના અનુવાદમય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26