Book Title: Aptavani 14 Part 1 Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 3
________________ સ મર્પણ ત્રિમંત્ર ચૌદ ગુઠાણા ચઢાવે, ચૌદમી આપ્તવાણી ; સૂક્ષ્મતમ આત્મસાંધા, ‘હું સમજાણી ! સંસાર ઊભવામાં, બિલીફ માત્ર બદલાણી ; એ જાણતાં જ, બિલીફ રાઈટ અનુભવાણી ! સ્વભાવ-વિભાવના ભેદ, દાદે પરખાણી ; અહો ! અહો ! છૂટાપણાની જાગૃતિ વર્તાણી ! દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ, સૂક્ષ્મતાએ જાણી ; મોક્ષનો સિક્કો પામી, થઈ આત્મ ઉજાણી ! સ્વમાં રહે તેને, સદા સ્વસ્થ લ્હાણી ; અવસ્થામાં રહે તેને અસ્વસ્થતા પરણી ! છે ચેતનવંતી, ચૌદ આપ્તવાણી ; પ્રત્યક્ષ સરસ્વતી, અહીં વર્તાણી ! તૂટે શ્રદ્ધા મિથ્યા, વાંચતા વાણી ; લહે સમકિત, ચાલે મુજબ જ્ઞાની ! ‘હું સમર્પણ, ચરણે અક્રમ જ્ઞાની ; જગને સમર્પણ ચૌદમી આપ્તવાણી ! ડૉ. નીરુબહેન અમીતPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 168