________________
સ મર્પણ
ત્રિમંત્ર
ચૌદ ગુઠાણા ચઢાવે, ચૌદમી આપ્તવાણી ; સૂક્ષ્મતમ આત્મસાંધા, ‘હું સમજાણી !
સંસાર ઊભવામાં, બિલીફ માત્ર બદલાણી ;
એ જાણતાં જ, બિલીફ રાઈટ અનુભવાણી ! સ્વભાવ-વિભાવના ભેદ, દાદે પરખાણી ; અહો ! અહો ! છૂટાપણાની જાગૃતિ વર્તાણી !
દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ, સૂક્ષ્મતાએ જાણી ;
મોક્ષનો સિક્કો પામી, થઈ આત્મ ઉજાણી ! સ્વમાં રહે તેને, સદા સ્વસ્થ લ્હાણી ; અવસ્થામાં રહે તેને અસ્વસ્થતા પરણી !
છે ચેતનવંતી, ચૌદ આપ્તવાણી ;
પ્રત્યક્ષ સરસ્વતી, અહીં વર્તાણી ! તૂટે શ્રદ્ધા મિથ્યા, વાંચતા વાણી ; લહે સમકિત, ચાલે મુજબ જ્ઞાની !
‘હું સમર્પણ, ચરણે અક્રમ જ્ઞાની ; જગને સમર્પણ ચૌદમી આપ્તવાણી !
ડૉ. નીરુબહેન અમીત