Book Title: Anekarth Sangraha Satik Part 02 Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 6
________________ પ્રસ્તાવના જ્ઞાનની ઉપાસના : માનવ જીવન પામ્યા પછી આત્માનું લક્ષ ધર્મની ઉત્તમ આરાધના કરી જન્મ મરણથી મુક્તિ મેળવવાનું હોવું જોઈએ. એ લક્ષવાળા આત્માઓ જ ધર્મનું જ્ઞાન મેળવવાની તમન્ના જાગે અને તે જ્ઞાન મેળવીને ધર્મના આદર્શોને જીવનમાં અપનાવવા ઉદ્યમશીલ બને. શ્રુતજ્ઞાને પાસના માટે ધર્મ ગ્રન્થોને અભ્યાસ ગુરુની આજ્ઞા મુજબ કરવો જોઈએ. શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ગૌતમસ્વામી આદિ ગણધરની ત્રિપદી આપી અને તેમણે તે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. તેમા ૧૧ અંગ પ્રાકૃત અર્ધમાગધ ભાષામાં રચાયા અને ચૌદપૂર્વ સ્વરૂપ બારમું અંગ સંસ્કૃતમાં રચાયું. આ આગમો ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓની રચનાઓ થઈ અને એ રીતે આગમ પંચાંગીની ઉપાસના શિવસુખના અથી મુનિમહારાજે કરે છે. અધ્યાત્મ શાસ્ત્રો પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં ગુંથાએલા છે. તે સમજવા આદિ માટે હિતાવી આત્માએ તે ભાષાઓનું અધ્યયન કરે છે, એથી ભાષાનું અધ્યયન પણ તેમને માટે અધ્યાત્મ સ્વરૂપે પરિણમે છે. આત્મહિતની ભાવના વિનાનું માત્ર ભાષાનું જ્ઞાન તે અધ્યાત્મ ન ગણાય. ભાષાના જ્ઞાન દ્વારા તત્વના રહસ્ય પામીને પૂર્વના મહાપુરુષોએ વિવિધ કક્ષાના જીવોને ઉપયોગી નવનવાં ધર્મશાસ્ત્રો રયાં છે. સંસ્કૃત ભાષા બીજી ભાષાઓની માતા ગણાય છે. એ ભાષા સુદઢ, અલ્પશબ્દ અને મહાઅર્થની દ્યોતક છે. સંસ્કૃત ભાષામાં આર્ય ધર્મોના મેટા ભાગના શાસ્ત્રો લખાએલાં છે. આમ ધર્મશાસ્ત્રોને આધારને કારણે સંસ્કૃત ભાષા ભારતમાં ધર્મભાષા પ્રાયઃ ગણાય છે. સંસ્કૃત ભાષામાં પૂજ્ય હેમચન્દ્ર સૂરીશ્વરજી મ.નું ભવ્ય પ્રદાન : જૈન મુનિઓ પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં લબ્ધલક્ષ્ય હોય છે. અને તેમનું જીવન તે દ્વારા ધર્મશાસ્ત્રના રહસ્યોની પ્રાપ્તિ, તેની આરાધના અને અધ્યાત્મ પ્રાપ્તિ કરે છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 542