Book Title: Anekarth Sangraha Satik Part 02
Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકના બે બેલ અમારી શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા તરફથી શ્રુતજ્ઞાનની ભક્તિ રૂપે જે સાહિત્ય પ્રકાશન થઈ રહેલ છે તેમાં આ શ્રી અનેકાર્થ સંગ્રહ સટીક ભાગ ૨ જે પ્રગટ કરીને અમે આનંદિત બનીએ છીએ, આ ગ્રન્થને પહેલે ભાગ સં. ૨૦૨૮માં પ્રગટ થયા હતા અને ત્યાર પછી છપાવવાની અનેક મુશ્કેલીઓને કારણે આ બીજો ભાગ અત્યારે પ્રગટ થાય છે. પૂજ્યપાદ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા જૈન શાસનના મહાન પ્રભાવક પુરુષ હતા. તેમણે જૈન ધર્મની મહાન પ્રભાવના કરવા આદિ સાથે સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં રચ્યું છે, શ્રી અનેકાર્થ સંગ્રહ એ પણ તેઓશ્રીને રચેલ સાહિત્યમાં મહાન કૃતિ છે. આ મહાન ગ્રંથ ઉપર તેઓશ્રીજીના જ વિદ્વાન પટ્ટધર રત્ન પૂજ્ય શ્રી મહેન્દ્ર સૂરીશ્વરજી મહારાજે કેરવાકર કૌમુદી નામની ટીકા રચી છે. જે આ ગ્રન્થમાં પ્રગટ થાય છે. આ મૂળ ગ્રન્થ પૂર્વે પ્રગટ થયેલ પણ ટીકા પ્રગટ થયેલ નહિ. આ મહા મૂલ્યવાન ગ્રન્થ ટીકા સહિત પ્રગટ થાય તે બહુ ઉપયોગી થાય તે માટે સ્વ. હાલારદેશદ્વારક પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજા તથા સ્વ. પૂજ્ય મુનિરાજ શ્રી પાર્વવિજ્યજી મહારાજે સં. ૨૦૦૭ માં હસ્તપ્રત ઉપરથી લખાવેલ. પરંતુ અન્યોન્ય સંગને કારણે પ્રગટ થઈ શકેલ નહિ. સ્વર્ગસ્થ બંને પૂ એ આ ગ્રંથ સંશાધન કરીને પ્રગટ થાય તે માટે પૂજ્ય પંન્યાસશ્રી જિનેન્દ્રવિજયજી ગણિવર (તે વખતે મુનિશ્રી)ને માર્ગદર્શન અને પ્રેરણા આપી ગયેલા. પૂજ્ય પન્યાસશ્રી જિનેન્દ્રવિજયજી ગણિવરે સં. ૨૦૨૩ જામનગર પ્લેટ ચાતુર્માસ દરમ્યાન આ ગ્રન્થનું સંશોધન શરૂ કર્યું અને જામનગર પ્લોટ આદિના. પ્રાથમિક સહકારથી મુદ્રણ ચાલુ થયેલ પરંતુ પ્રેસની અગવડતા આદિને કારણે પહેલો ભાગ સં. ૨૦૨૮ માં પ્રગટ થયેલે અને આ બીજો ભાગ પણ પ્રેસની અગવડતાને કારણે સં. ૨૦૦૭માં પ્રગટ થાય છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 542