Book Title: Anekarth Sangraha Satik Part 02 Author(s): Hemchandracharya, Mahendrasuri, Jinendravijay Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 5
________________ વઢવાણ, પીંડવાડા, બાવર અને અમદાવાદ એમ અનેક જગ્યાએ આ કાર્ય માટે મેટર અને કાગળ ફેરવવા પડ્યા છે અને છેવટે આ ગ્રન્થ પ્રગટ થતાં એક મહાન કાર્ય આ ગ્રંથમાલા દ્વારા પૂર્ણ થાય છે. આ ગ્રન્યના સંશોધન તથા સંપાદનમાં પૂજ્ય પન્યા શ્રી જિનેન્દ્ર શિવજયજી મંણિવર સર્વ પૂજ્ય ગુરુદેવ આચાર્ય દેવશી વિજય અમૃgસુરીશ્વરજી મહારાજની કૃપાથી તેઓશ્રીની ભાવના મુજબ ખૂબ ખંત રાખીને સમયને ભોગ આપી સંશોધન કર્યું છે. - ઉપરાંત પૂજ્ય પંન્યાસજી મહારાજે આ અનેકાર્થ સંગ્રહ મૂળનું ભાષાંતર પણ મહાપરિશ્રમ લઈને તૈયાર કર્યું છે અને તે ભાવિમાં પ્રગટે કરવાની અમારી અભિલાષા છે. આ ગ્રન્થના પ્રકાશનમાં પૂજ્યપાદ આચાર્ય દેવાદિ પૂજ્ય મુનિરાજોને. સદુપદેશથી જુદા જુદા સંઘે તથા ભાવિએ ઉદારતાથી રકમ આપીને તથા ગ્રાહક બનીને જે સહકાર આપે છે તે માટે પૂજ્ય પ્રેરક મુનિરાજે તથા તાએને ખૂબ આભાર માનીએ છીએ. તેમની નામાવલી આ ગ્રંથમાં અન્યત્ર આપેલી છે. સહકાર મળવાથી આ ગ્રન્થની ૧લા ભાગની નકલે ભંડારો તથા પૂ. સાધુ સાધ્વીજી મહારાજને સારા પ્રમાણમાં ભેટ મોકલી હતી. તે જ રીતે બીજ ભાગની નકલે પણ મળેલ સહકાર મુજબ પૂ. સાધુ સાધ્વીજી મહારાજે તથા જ્ઞાન ભંડારને ભેટ મોકલી આપવાનું રાખ્યું છે. આ ગ્રન્થના મુદ્રણ માટે શ્રી કીરચંદભાઈ જગજીવનભાઈ શેઠે પ્રિન્ટલેન્ડ મુદ્રણાલય) તથા જ્ઞાનોદય પ્રેસ (પીંડવાડા) તથા રામાનંદ પ્રેસ (અમદાવાદ)ના માલિકોએ જે મુદ્રણ કરી આપ્યું છે તે માટે તથા અમદાવાદ વાળા ભાઈ બાબુલાલ હલચદે થોડા ફર્મા ખંતથી છપાવી આપેલ તથા છેલ્લે સરસવતી પુસ્તક ભંડાર અમદાવાદવાળા ભાઈશ્રી અશ્વિનભાઈએ ખંત રાખીને આ કાર્ય પૂર્ણ કરવમાં સહકાર આપે છે તે માટે તેઓને આભાર માનીએ છીએ. આવા અદ્રગટ સાહિત્યને પ્રગટ કરવાની તક અમારી ગ્રન્થમાલાને પ્રાપ્ત થઈ તે માટે આનંદ વ્યક્ત કરીએ છીએ. મહેતા મગનલાલ ચત્રભુજPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 542